Monday, February 16News That Matters

Author: Admin Admin

પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પૂર્વતૈયારી અંગે જિલ્લા કલેકટર ડી. કે. પારેખ ની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ

પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પૂર્વતૈયારી અંગે જિલ્લા કલેકટર ડી. કે. પારેખ ની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર આગામી ભાવનગર જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આઈ.ટી.આઈ. તળાજા ખાતે થનારી છે. ત્યારે આ ઉજવણીની પૂર્વ તૈયારી સંબંધિત બેઠક આયોજન હોલ કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. જિલ્લા કલેકટર ડી. કે. પારેખના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે કાર્યક્રમની રૂપરેખા તથા વ્યવસ્થાપન મુદે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કલેકટરએ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ, વૃક્ષારોપણ, પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાફીક નિયમન સહિતના તમામ આનુસંગિક મુદ્દે ચર્ચા કરીને સંબંધિત વિભાગોને જરૂરી સુચના આપી હતી. બેઠકમાં પોલીસ અધિક્ષક ડો. રવીન્દ્ર પટેલ,અધિક નિવાસી કલેક્ટર બી. જે. પટેલ, ડી.આર.ડી.એ. નિયામક જયશ્રીબેન જરૂ તથા અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા....
ભાવનગરમાં પ્રાકૃતિક ખેતી પરીસંવાદ, કૃષિ મેળો તથા કૃષિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

ભાવનગરમાં પ્રાકૃતિક ખેતી પરીસંવાદ, કૃષિ મેળો તથા કૃષિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂત તાલીમ કેન્દ્ર ભાવનગર ખાતે આજરોજ પ્રાકૃતિક ખેતી પરિસંવાદ, કૃષિ મેળો તથા કૃષિ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાંથી ભાવનગર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી અંદાજિત ૧૦૦૦ જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે કેમિકલ ના લીધે પાક ખૂબ જ સારો અને ઝડપથી મળી જતો હોય છે પરંતુ તેના ગેરલાભો ઘણા જ છે. જ્યારે પ્રાકૃતિક કૃષિ ધીમે ધીમે સ્થાયી થઈ રહી છે. છેલ્લા થોડા વર્ષોમાં પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોમાં વધારો જોવા મળી રહ્યો છે તેમજ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને ખુબ જ સકારાત્મક પરિણામો મળી રહ્યા છે. વધુમાં જિલ્લા કલેકટરએ ભાવનગરમાં યોજાયેલ પ્રાકૃતિક ખેતી પરિસંવાદ જેવા કાર્યક્રમો વધુને વધુ યોજીને ખેડૂતોને લાભ લેવા અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિક...
સોમનાથ ઈન્ટરનેશનલ સ્કૂલ કોડીનાર ખાતે કરવામાં આવી રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી

સોમનાથ ઈન્ટરનેશનલ સ્કૂલ કોડીનાર ખાતે કરવામાં આવી રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની ઉજવણી અંતર્ગત સોમનાથ ઈન્ટરનેશનલ સ્કૂલ કોડીનાર ખાતે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય યુવા દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને વિદ્યાર્થીઓએ હુબલી-ધારવાડ (કર્ણાટક) ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૬માં રાષ્ટ્રીય યુવા ઉત્સવના ઉદ્ઘાટનનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું. આ તકે સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરાયા હતાં. રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવણી નિમિત્તે જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી મકવાણાએ યુવાઓને ઉદ્દેશી કહ્યું હતું કે, સ્વામી વિવેકાનંદજીના વિચારો આજની યુવાપેઢી માટે ખૂબ જ મહત્વના છે. તેમના વિચારો જીવનમાં ઉતારી દેશને મજબૂત અને સંકલ્પબદ્ધ બનાવવામાં યુવાઓ પોતાનો મહત્તમ ફાળો આપી શકે છે. જેથી એમનું જીવન પણ સંકલ્પબદ્ધ બનશે. આ તકે જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજીભાઈ ભાલિ...
જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લામાં નેશનલ રોડ સેફ્ટી સપ્તાહનો કરાયો પ્રારંભ

જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લામાં નેશનલ રોડ સેફ્ટી સપ્તાહનો કરાયો પ્રારંભ

Gujarat
હિન્દ ન્યુઝ, ભાવનગર રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ ૨૦૨૩ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં તા.૧૧ જાન્યુઆરીથી તા.૧૭ જાન્યુઆરી દરમિયાન આર.ટી.ઓ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે રોડ સેફ્ટી સપ્તાહ અંતર્ગત વિવિધ જન- જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે જેનું આજ રોજ જિલ્લા કલેકટર સુજલ મયાત્રા અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ગોધરા ખાતેથી ઉદ્દઘાટન કરાયું હતું.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય થકી કરાઈ હતી. આ પ્રસંગે પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે જિલ્લામાં ઓછામાં ઓછા માર્ગ અકસ્માત થાય તેના માટે સક્રિય પ્રયાસો આપણે સૌકોઈએ સાથે મળીને કરવાના છે. લોકોને ટ્રાફિકની સેન્સ આવે તથા રોડ સેફ્ટીના નિયમો અંગે લોકો જાગૃત થાય તેવા પ્રયાસો હાથ ધરાશે. આ પ્રસંગે આર.ટી.ઓ અધિકારી ચાવડાએ નેશનલ રોડ સેફ્ટી કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિતોને જાણકારી પૂરી પાડ...
સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની ઉજવણી અંતર્ગત ભાવનગર ખાતે રાષ્ટ્રીય યુવા દિવસ કાર્યક્રમ યોજાશે

સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની ઉજવણી અંતર્ગત ભાવનગર ખાતે રાષ્ટ્રીય યુવા દિવસ કાર્યક્રમ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત રાજ્ય યુવક મંડળ તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભાવનગર સંચાલિત શ્રી સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની ઉજવણી અંતર્ગત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિદસર રોડ, ભાવનગર ખાતે આયોજન કરવામાં આવનાર છે. ૧૨મી જાન્યુઆરી-૨૩ રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે હુબલી-ધારવાડ, કર્ણાટક ખાતે ૨૬માં રાષ્ટ્રીય યુયાવ ઉત્સવનું ઉદ્ધાટન માન.પ્રધાનમંત્રીના હસ્તે થનાર છે તથા ઉદ્ધાટન સમારોહનું સાંજે ૦૪:૦૦ થી ૦૫:૧૫ સુધી જીવંત પ્રસારણ થનાર છે. આ કાર્યક્રમમાં ભાવનગરના યુવા મિત્રોને જોડાવા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા અપીલ કરાઇ છે. ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી (ભાવનગર )...
શ્રી અરવિંદ ઘોષની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત ભાવનગર ખાતે જિલ્લાકક્ષા વકતૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધાઓ યોજાશે

શ્રી અરવિંદ ઘોષની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત ભાવનગર ખાતે જિલ્લાકક્ષા વકતૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધાઓ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભાવનગર સંચાલિત શ્રી અરવિંદ ઘોષની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત વકતૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે. આ સ્પર્ધા તા.૧૩/૦૧/૨૦૨૩ના રોજ સવારે ૦૮:૩૦ કલાકે શ્રી ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ મીની હૉલ, સરદારનગર, ભાવનગર ખાતે યોજાનાર છે. જે સ્પર્ધકોએ પોતાની એન્ટ્રી જિલ્લા રમત ગમત કચેરીએ જમા કરાવેલ હોય તે સ્પર્ધકોએ સમયસર હાજર રહીને પોતાનું રિપોટિંગ કરાવાનું રહેશે. વકતૃત્વ સ્પર્ધાના વિષયો કચેરીના બ્લોગ એડ્રેસ dsosportsbvr.blogspot.com પરથી તા.૧૨-૦૧-૨૦૨૩ના રોજ મેળવી લેવાના રહેશે. આ સ્પર્ધા ૧૫ થી ૩૫ વર્ષના સ્પર્ધકો માટે બે વિભાગમાં (અ વિભાગ- ૧૫ વર્ષથી ૧૯ વર્ષ સુધીના અને બ વિભાગ- ૧૯ વર્ષ ઉપરના અને ૩૫ વર્ષ સુધીના) સ...
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ,થરાદના એન એસ એસ વિભાગ દ્વારા લુણાલ મુકામે બૌદ્ધિક સેશન તેમજ વ્યસન મુકિત કાર્યક્રમ યોજાયો

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ,થરાદના એન એસ એસ વિભાગ દ્વારા લુણાલ મુકામે બૌદ્ધિક સેશન તેમજ વ્યસન મુકિત કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, થરાદ             સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, થરાદના એનએસએસ વિભાગ દ્વારા લુણાલ મુકામે ચાલી રહેલી સાત દિવસીય ખાસ શિબિરના પાંચમા દિવસે બપોરે ૩ થી ૫ માં બૌદ્ધિક સેશન તેમજ રાત્રે ૮ થી ૧૦.૦૦ દરમ્યાન વ્યસન મુકિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બૌદ્ધિક સેશનની શરૂઆત કોલેજના આચાર્ય ભાવિક ચાવડા દ્વારા બૌદ્ધિક સેશનના મુખ્ય વક્તા અને અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક જે.સી.ઠાકોર તેમજ સરકારી વિજ્ઞાન કોલેજના પ્રાધ્યાપક નિહાર નીમ્બાર્કના શાબ્દિક સ્વાગતથી કરવામાં આવી. બૌદ્ધિક સેશનના પ્રથમ ભાગમાં જે.સી.ઠાકોર દ્વારા સમૂહ જીવન અને વર્તમાન પેઢી વિષય પર ઉમદા વ્યાખ્યાન રજૂ કરાયું.બૌદ્ધિક સેશનના બીજા ભાગમાં નિહાર નીમ્બાર્ક દ્વારા પૃથ્વીની ઉત્પત્તિ તેમજ તેના વિવિધ રહસ્યો પર એક રસપ્રદ વ્યાખ્યાન આપવામાં આવ્યું. રાત્રે વ્યસન મુકિત કાર્યક્રમના મુખ્ય વક્તા તેમજ લાયન્સ ક્લબના ડિસ્ટ્રીક...
થરાદ ખાતે ભારતમાલા પરિ યોજના અંતર્ગત માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી બહોળી સંખ્યામાં ભારતમાલા પ્રોજેક્ટમાં કામગીરી કરતાં કર્મચારીઓ જોડાયા

થરાદ ખાતે ભારતમાલા પરિ યોજના અંતર્ગત માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી બહોળી સંખ્યામાં ભારતમાલા પ્રોજેક્ટમાં કામગીરી કરતાં કર્મચારીઓ જોડાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, થરાદ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં માર્ગ સલામતી સપ્તાહ એટલે લોકોને વાહન ચલાવતી વખતે રાખવાની સુરક્ષા બાબતે જાગૃતિ ફેલવવા માટેનો સપ્તાહ. ૧૧ થી ૧૭ જાન્યુઆરી દરમિયાન આ સપ્તાહ અંતર્ગત લોકોમાં રોડ પર રાખવાની સાવચેતી અને નિયમો અંગે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવાનો સૌથી મહત્વનો હેતુ માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુનો આંકડો ઘટાડવાનો છે. અકસ્માત એ માનવસર્જિત આપદા છે, જેને યોગ્ય સાવચેતી રાખવામાં આવે તો જરૂરથી નિવારી શકાય છે. અકસ્માતમાં કોઈ વ્યક્તિ એકલો મૃત્યુ નથી પામતો, તેની સાથે જોડાયેલા અનેક સંબંધો પણ ભાંગી પડે છે. ક્યાંક નાના બાળકો અનાથ બની જાય છે તો ક્યાંક માતા-પિતાનો એક નો એક સહારો છીનવાઈ જાય છે. ઘડીભરમાં હસતો, ખિલ-ખિલાટ કરતો પંખીનો માળો વેરવિખેર થઈ જાય છે. આવા તો અનેક કિસ્સા આપણી સામે આવતા હોય છે. આવા કિસ્સ...
ભાવનગર ખાતે 33 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ

ભાવનગર ખાતે 33 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર માર્ગ અકસ્માત એક વૈશ્વિક સમસ્યા છે. તેને નિવારવા અંગે સરકારશ્રી દ્વારા અનેક પ્રયાસો હાથ ધરી દરેક વાહનચાલકોને અકસ્માત નિવારવા માટેના અવેરનેસ કાર્યક્રમો થકી માહિતગાર કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા માર્ગ અકસ્માતની સંખ્યામાં ઘટાડો કરવાનાં ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જિલ્લા ટ્રાફિક પોલીસ, ભાવનગર તેમજ આર.ટી.ઓ., ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે ૩૩ માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહનાં ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૧૧ થી ૧૭ જાન્યુઆરી સુધી આ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહનો જુના સી ડીવીઝન પોલીસ સ્ટેશન કેમ્પસ ખાતેથી પ્રારંભ કરાવતાં જિલ્લા કલેક્ટર ડી.કે.પારેખે જણાવ્યું હતું કે, માર્ગ સલામતી એ વ્યક્તિનાં જીવન સાથે વર્ણવાયેલી છે. માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થકી લોકજાગૃતિમાં વધારો થયો છે. માર્...
ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને બી.આર.સી ભવન ઘોઘંબા ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળાનું આયોજન કરાયું

ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને બી.આર.સી ભવન ઘોઘંબા ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળાનું આયોજન કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગોધરા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના બી.આર.સી ભવન તાલુકા પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં “કિશોરી કુશળ બનો સશક્ત અને સુપોષીત કિશોરી અભિયાન” મેળાની ઊજવણી કરાઈ હતી. આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસર રમીલાબેન ચૌધરી દ્વારા સ્વાગત પ્રવચન તથા મહિલા અને બાળ અધિકારી માધવીબેન ચૌહાણ દ્વારા પ્રાસંગિક ઉદ્દ્બોધન રજૂ કરાયું હતું જેમાં કિશોરીઓને પૂર્ણાયોજના અંતર્ગત આંગણવાડીમાં આપવામાં આવતી તમામ સેવાઓ અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી. દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી કિરણબેન તરાલે દ્વારા “બેટી બચાવો બેટી પઢાવો“ યોજના વિશે માહિતી આપી હતી. આ સાથે આરોગ્યની ટીમ દ્વારા આરોગ્ય અને પોષણ અંતર્ગત માહિતી આપેલ, રાજગઢ પોલીસ અધિકારી દ્વારા બહેનોને સ્વ-રક્ષણ બાબતે માર્ગદર્શન અપાયું હતું. ITIની ટીમ દ્વારા ITI વિભાગમાં ચાલતા વિવિધ કોર્સ બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એડવો...