Monday, February 16News That Matters

Author: Admin Admin

શીતલહેરથી બચવા વધુ કેલરીવાળા ખોરાકનો ઉપયોગ કરવો

શીતલહેરથી બચવા વધુ કેલરીવાળા ખોરાકનો ઉપયોગ કરવો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ રાજયમાં હાલ ઠંડીની અસર વર્તાઇ રહી છે ત્યારે શીતલહેરથી બચવા લોકોએ રક્ષણાત્મક પગલાં લેવા જરૂરી છે. જે અન્વયે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા નાગરીકોને આરોગ્યની સાચવણી માટે કેટલાક જરૂરી નિર્દેશ જારી કરાયા છે. ઠંડીથી બચવા ગરમ કપડાં તેમજ સ્વેટર, મફલર, ગરમ ટોપી નો ઉપયોગ કરવો. વધુ ઠંડી હોય ત્યારે મોટી ઉંમરના વૃધ્ધ તેમજ બિમાર વ્યક્તિઓ અને નાના બાળકોએ શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવું તથા ઠંડીથી બચવા વિશેષ ધ્યાન રાખવું. ઠંડીથી બચવા રૂમના બારી બારણા બંધ રાખવા. સવારના સમયે ઠંડીથી બચવા માટે સૂર્ય તાપમાં બેસવું. ઠંડીની અસર હેઠળ કોઈ પણ તકલીફ જણાય તો તાત્કાલીક નજીકના સરકારી દવાખાને / ખાનગી તબીબનો સંપર્ક કરી જરૂરી સારવાર મેળવવી. ઠંડી દરમિયાન વધુ કેલરીવાળા ખોરાકનો ઉપયોગ કરવો. ત્વચા સુકી ન પડે તે માટે તલનું તેલ, કોપરેલ, વેસેલીન જેવા તેલી પ્રદાર્થોનો ઉપયોગ કરવો. શક્...
શીતલહેરમાં ઠંડીથી બચવા નાગરીકો, કૃષિપાક, પશુધન માટે વહીવટીતંત્ર દ્વારા જારી કરાઇ માર્ગદર્શિકા

શીતલહેરમાં ઠંડીથી બચવા નાગરીકો, કૃષિપાક, પશુધન માટે વહીવટીતંત્ર દ્વારા જારી કરાઇ માર્ગદર્શિકા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ શીત લહેર દરમિયાન ઠંડીના પ્રકોપથી બચવા માટે કચ્છ કલેકટરના માર્ગદર્શન હેઠળ આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જે અનુસાર સ્થાનિક હવામાનની આગાહી માટે રેડિયો ,ટીવી, અખબારો જેવા તમામ મીડિયા આઉટલેટ્સને અનુસરીને સર્તક રહેવા અનુરોધ કરાયો છે. કાતિલ ઠારમાં કામ વગર લોકોને બહાર ન નીકળવા તથા બિનજરૂરી મુસાફરી ન કરવા વહીવટીતંત્ર તરફથી અપીલ કરાઇ છે. જિલ્લા સમાહર્તાશ્રી દિલીપ રાણાના માર્ગદર્શન હેઠળ જારી કરાયેલી માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ, શિયાળાના ગરમ કપડાંનો પૂરતો સ્ટોક કરો. કટોકટીનો પુરવઠો રાખો - જેમ કે ખોરાક, પાણી, ઇંધણ, બેટરી, ચાર્જર, ઈમરજન્સી લાઈટ અને મૂળભુત દવાઓ. દરવાજા અને બારીઓ યોગ્ય રીતે બંધ કરવાની ખાતરી કરો જેથી ઠંડા પવન ઘરમાં ન આવે. ફ્લૂ વહેતું / ભરેલું નાક અથવા નાકમાંથી રક્તસ્ત્રાવ જેવી વિવિધ બીમારીઓની શક્યતા વધી જાય છે, જે સામાન્ય રીત...
Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૫૦ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. મકરસંક્રાતી તથા રવીવાર એમ ૦૨ દિવસ જાહેરરજા હોય બહોળી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારેલ. જેમાં તા.૧૪/૦૧/૨૦૨૩ તથા તા.૧૫/૦૧/૨૦૨૩ એમ બે જ દિવસમાં કુલ ૨૧,૯૧૪ સહેલાણીઓ પધારતા રાજકોટ મહાનગરપાલિકાને રૂા.૫,૪૦,૩૧૦/-ની આવક થયેલ છેતેમમેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડ...
PMSVANidhi  યોજના અંતર્ગત લોન અરજીઓની મંજુરીની પ્રક્રિયા માટે તા. ૧૮ થી ૨૦ જાન્યુઆરી દરમ્યાન કેમ્પ યોજાશે

PMSVANidhi  યોજના અંતર્ગત લોન અરજીઓની મંજુરીની પ્રક્રિયા માટે તા. ૧૮ થી ૨૦ જાન્યુઆરી દરમ્યાન કેમ્પ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ ભારત સરકાર દ્વારા “શેરી ફેરિયાઓ માટે PMSVANidhi(PM Street Vendors AtmaNirbharNidhi) યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી શકે તે હેતુથી પ્રથમ તબક્કામાં રૂ.૧૦,૦૦૦/-સુધીની વર્કિંગ કેપિટલલોન સિક્યુરીટી વિના બેંકોમારફત મળવાપાત્ર થાય છે. તથા પ્રથમ લોન પૂર્ણ થયેલ લાભાર્થીઓને રૂ.૨૦,૦૦૦/- સુધીની વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત સરળતાથી મળી રહે તે માટે નીચેની વિગતે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. ક્રમ બેંક તારીખ સમય સમય અને સ્થળ ૧ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા ૧૮/૦૧/૨૦૨૩   સવારે ૧૦:૦૦ થી સાંજનાં૫:૦૦ કલાકેસુધી  રાજકોટ મહાનગરપાલિકા શ્રી રમેશભાઈ છાયા સભાગૃહ,બીજો માળ,સેન્ટ્રલ ઝોન કચેરી ઢેબર રોડ રાજકોટ. ૨ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા બેંક ઓફ બરોડા ૧૯/૦૧/૨૦૨૩ રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્ર...
રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૦૯/૦૧/૨૩ થી તા.૧૫/૦૧/૨૩) દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું

રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૦૯/૦૧/૨૩ થી તા.૧૫/૦૧/૨૩) દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.  મચ્છર જન્ય રોગો અઠવાડિક પોઝિટિવ ...
ગાંધીનગરમાં 22થી 24 જાન્યુઆરી, 2023 દરમિયાન બી-20 ઇન્સેપ્શનની બેઠક યોજાશે

ગાંધીનગરમાં 22થી 24 જાન્યુઆરી, 2023 દરમિયાન બી-20 ઇન્સેપ્શનની બેઠક યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ભારતે જી20ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે અને તમામની સુખાકારી માટે વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. ભારત માટે જી20ની અધ્યક્ષતા દેશના ઇતિહાસમાં નિર્ણાયક બાબત છે, કારણકે તે આઝાદી કા અમૃત મહોત્સવ સાથે એકરૂપ થશે. 18મી જી-20 સમિટ સપ્ટેમ્બર 2023માં આયોજિત થશે.    ગુજરાત શ્રેણીબદ્ધ ચર્ચાઓ, વિચાર-વિમર્શ અને બેઠકોના આયોજન સાથે આ ઐતિહાસિક ઘટનામાં પોતાની ભૂમિકા ભજવવા માટે સજ્જ છે. ગુજરાતમાં યોજાનારી 15 બેઠકોમાંથી પ્રથમ બેઠક બિઝનેસ 20 ઇન્સેપ્શન મીટિંગ છે, જે ગાંધીનગરમાં 22 થી 24 જાન્યુઆરી, 2023 દરમિયાન યોજાશે. બી-20 ઇન્સેપ્શનના ઉદ્ઘાટન સમારોહમાં માનનીય કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, કાપડ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પીયૂષ ગોયલ, માનનીય કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફો...
આગામી તા.૨૨મી જાન્યુ. સુધી ભુજ શહેર સાથે ભુજ તાલુકાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ચાર કે ચારથી વધુ વ્યકિતએ કે વ્યકિતઓએ ભેગા થવા પર પ્રતિબંધ

આગામી તા.૨૨મી જાન્યુ. સુધી ભુજ શહેર સાથે ભુજ તાલુકાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ચાર કે ચારથી વધુ વ્યકિતએ કે વ્યકિતઓએ ભેગા થવા પર પ્રતિબંધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ ભુજ શહેર તેમજ ભુજ તાલુકાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બનવા પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે આ વિસ્તારમાં સાવચેતીના પગલા લેવાનું જરૂરી જણાય છે.         જેથી કચ્છ જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મિતેશ પંડયા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ (સી.આર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪ ના નં.૨) ની કલમ ૧૪૪ અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ ફરમાવેલ છે કે, તા.૨૨/૦૧/૨૦૨૩ સુધીમાં અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે કોઇપણ વ્યકિતએ/વ્યકિતઓએ એકી સાથે કોઇપણ જગ્યાએ ભેગા થઇને કે કોઇ મંડળી બનાવીને ભુજ શહેર સાથે ભુજ તાલુકાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ચાર કે ચારથી વધુ વ્યકિતએ કે વ્યકિતઓએ ભેગા થવા પર મનાઇ ફરમાવેલ છે.         આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે....
મકરસંક્રાંતિના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવને સફેદ તલનો વિશેષ સાયમ શૃંગાર કરાયો

મકરસંક્રાંતિના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવને સફેદ તલનો વિશેષ સાયમ શૃંગાર કરાયો

Gujarat
હિદ ટીવી - ગુજરાતી, સોમનાથ મકરસંક્રાંતિ ના પાવન પર્વ પર શાસ્ત્રોક્ત રીતે સફેદ તલ થી શિવજી ના પૂજન તેમજ સ્નાનનું મહાત્મ્ય રહ્યું છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને સફેદ તલ, ઘી, ગુલાબ, તેમજ ગલગોટા ના ફૂલ દ્વારા વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. મહાદેવના જ્યોતિર્લિંગ સ્વરૂપને ઘી અને તલનો લેપ લગાવવામાં આવ્યો હતો. ત્યારે સોમનાથ મહાદેવના તલ આચ્છાદિત સ્વરૂપના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા. સોમનાથમાં ગૌ પૂજન માં ઓનલાઇન ભક્તો જોડાયા. આજે સવારથી જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ગૌ પૂજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા માંથી લવાયેલ ગૌ માતા ને વિધિવત પૂજન કરીને તેમને ભોગ લગાવાયો હતો. આ પૂજનમાં દેશભરના જુદા જુદા રાજ્યોમાંથી ઓનલાઈન માધ્યમથી ભક્તો પૂજામાં જોડાયા હતા. મહાદેવને શુધ્ધોદક જલ, દૂધ, દહીં, સાકર, સહિતના દ્રવ્યોમાં તલ ભેળવીને વિશેષ અભિષેક પણ કરાયો હતો. ...
ભાવનગર જિલ્લાના મહુવા ખાતે કોળી સમાજના ઇષ્દેવ શ્રી માંધાતા મહારાજની શોભા યાત્રા તેમજ માંધાતા સર્કલ ખાતે મુર્તિ સ્થાપના કરવામાં આવી

ભાવનગર જિલ્લાના મહુવા ખાતે કોળી સમાજના ઇષ્દેવ શ્રી માંધાતા મહારાજની શોભા યાત્રા તેમજ માંધાતા સર્કલ ખાતે મુર્તિ સ્થાપના કરવામાં આવી

Gujarat
હિદ ટીવી - ગુજરાતી, ભાવનગર મહુવા ખાતે સમસ્ત કોળી સમાજ અને માંધાતા ગ્રુપ મહુવા દ્વારા કોળી સમાજ ના ઇષ્ટદેવ શ્રીમાંધાતા મહારાજ નો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો. શ્રી માંધાતા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. સાથે માંધાતા સર્કલ મૂર્તિ સ્થાપના કરવામાં આવી. શોભાયાત્રા માંધાતા સર્કલ થી પ્રારંભ થઇ માંધાતા સર્કલ, મગનભાઈ કરશનભાઈનું પુતળું, મોરારી હનુમાન, વાસી તળાવ, ગાંધીજીનું પુતળું, ગાંધીબાગ, અને માંધાતા સર્કલ ખાતે પૂર્ણાવતી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમા ઉપસ્થિત સંત શ્રી દેવેન્દ્રદાસ બાપુ (ડેડાણ) દ્વારા આર્શીવચન આપી માંધાતા સર્કલ મૂર્તિની સ્થાપના કરવામાં આવી આ કાર્યક્રમમા ઉપસ્થિત સંત શ્રી દેવેન્દ્રદાસ બાપુ ડેડાણ જગ્યાના મહંત, હિરેનભાઈ ડાભી શ્રી માંધાતા ગ્રુપ ગુજરાત યુવા પ્રમુખ, અજયભાઈ ડાભી માંધાતા ગ્રુપ ગુજરાત સોશિયલ મીડિયા કનવિર, બાબુદાદા મકવાણા કોળી સમાજ અગ્રણી, અમિતભા...

ગીર સોમનાથમા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અતર્ગત આયુષને વિનામૂલ્યે કિડની ટ્રાન્સપ્લાન્ટથી મળ્યું નવજીવન

Gujarat
હિદ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતા આર.બી.એસ.કે (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) માં ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકોની જન્મજાત ખામી જેવી કે જન્મજાત હૃદય રોગ,ક્લેટ લીપ પેલેટ સહિતની ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકોના અન્ય ગંભીર રોગની સારવાર તથા મોટા ઓપરેશનની જરૂર પડ્યે સરકારશ્રી દ્વારા આર.બી.એસ.કે પ્રોગ્રામ અતર્ગત વિનામૂલ્યે સારવાર તેમજ ઓપરેશન કરવામાં આવે છે. આ વર્ષ દરમ્યાન ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના બાળક આયુષ સુરેશ પરમાર ને જન્મથી જ કિડની ની બિમારી હતી, જે  વેરાવળ તાલુકાની આર.બી.એસ.કે ટીમનાં ડો.ઈશ્વર ડાકી તથા ડો.વિએના જીન્જુવાડીયા નિદાનમાં આવતા તેમના દ્વારા માર્ગદર્શન અપાયેલ તથા આયુષ સુરેશ પરમાર ને અમદાવાદની કિડની હોસ્પિટલમાં રીફર કરવામાં આવેલ હતા. જ્યાં તેમની છેલ્લા ૫ વર્ષથી સારવાર ચાલુ હતી ત્યારબાદ આ વર્ષે કિડનીના દાતા મળી જતા આયુષ કિડની ટ્રાન્સપ્લાન્ટ નું સફળ ઓ...