ગીર-સોમનાથમાં કોડીનાર ખાતે જિલ્લાકક્ષાનાં ૭૪માં “પ્રજાસત્તાક પર્વ” ની ગરીમાપૂર્વક ઉજવણી સંપન્ન
હિન્દ ટીવી, ગુજરાતી, ગીર-સોમનાથ
ગીર-સોમનાથ જિલ્લામાં નગરપાલિકા સ્ટેડીયમ, છારા ઝાપા રોડ, કોડીનાર ખાતે ૭૪માં “પ્રજાસત્તાક પર્વ” ની જિલ્લાકક્ષાની ઉજવણી કરાઇ હતી. જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલએ દેશભક્તિસભર માહોલમાં ત્રિરંગાને આન, બાન અને શાન સાથે સલામી આપી હતી. તાલુકાના વિકાસકાર્ય માટે કલેક્ટરએ રૂ.૨૫ લાખનો ચેક જિલ્લા વિકાસ અધિકારીરવીન્દ્ર ખતાલેને અપર્ણ કર્યો હતો.
શિયાળાની સવારે ૯ કલાકે નગરપાલિકા સ્ટેડીયમ, કોડીનારમાં યોજાયેલ કાર્યક્રમમાં ધ્વજવંદન રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી અને કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જીપમાં પરેડનું નિરિક્ષણ કર્યું હતું. બાદમાં માર્ચ પાસ્ટનું અને ટેબ્લો નિદર્શન કર્યું હતું.
“પ્રજાસત્તાક પર્વ” ની શુભેચ્છા પાઠવી કલેક્ટરએ કહ્યું કે, આજે ૭૪ માં પ્રજાસત્તાક દિનની સમગ્ર દેશમાં આન, બાન અને સાન સાથે ઉજવણી થઈ છે. દેશને મળ...
