પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુપ્રસિધ્ધ પ્લેબેક સિંગર દર્શન રાવલ દ્વારા પ્રસ્તુત ‘સુનહરી સાંજ’ મ્યુઝીકલ નાઈટનું કવિ રમેશ પારેખ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ
પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુપ્રસિધ્ધ પ્લેબેક સિંગર દર્શન રાવલ દ્વારા પ્રસ્તુત ‘સુનહરી સાંજ’ મ્યુઝીકલ નાઈટનું કવિ રમેશ પારેખ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદ્ઘાટક ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મેયર ડૉ.પ્રદીપ ડવની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયેલ. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, મેયર ડૉ. પ્રદીપભાઈ ડવ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી તથા નરેન્દ્રસિંહ ઠાકુર, શક્તિમાન ઇન્ડસ્ટ્રીઝના હસુભાઈ ગોહેલ, પ્રશાંત કાસ્ટિંગના શંભુભાઈ પરસાણા, સ્વાગત ગ્રુપના છગનભાઇ બુસા...

