ભાવનગરમાં જુનિયર કલાર્ક (વહીવટ/હિસાબી) પંચાયત સેવા વર્ગ -૩ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ , ગાંધીનગર અખબારી યાદી જાહેરાત ક્રમાંક -૧૨/૨૦૨૧-૨૨ જુનિયર કલાર્ક ( વહીવટ / હિસાબી ) પંચાયત સેવા વર્ગ -૩ ની સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૨૯/૧/ ૨૦૨૩ ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન તમામ જિલ્લાઓ ( ગીર - સોમનાથ સિવાય ) ખાતે યોજાનાર છે.
સદર પરીક્ષામાં કુલ ૯,૫૩,૭૨૩ ઉમેદવારો ધ્વારા ઓનલાઇન અરજી કરવામાં આવેલ છે. પરીક્ષા માટે વિવિધ જિલ્લાઓના કુલ -૨૯૯૫ પરીક્ષા કેન્દ્રો તથા ૩૧,૭૯૪ વર્ગખંડો ખાતે યોજાનાર છે. તમામ પરીક્ષા કેન્દ્ર ખાતે અને તમામ વર્ગખંડોમાં ૧૦૦ % સીસીટીવી કેમેરા લાઈવ રેકોર્ડીંગ સહિત લગાવવામાં આવેલ છે પરીક્ષાના સીલબંધ મટીરીયલ્સ રાખવા માટે વિવિધ જિલ્લાઓ ખાતે કુલ -૪૨ જેટલા સ્ટ્રોંગરૂમ રાખવામાં આવેલ છે. સ્ટ્રોંગરૂમ ખાતે ૨૪ x ૭ હથિયારધારી પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે. આથી પરીક્ષામાં રાજયભરના તમામ જિલ્લ...
