ભૂલી પડેલી પારડીની માનસિક અસ્થિર યુવતીનું ૧૮૧ અભયમ ટીમે પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ
યુવતીને કંઈ યાદ ન હોવાથી જે પણ ગામડાના નામ આપ્યા તે ગામોમાં ૧૮૧એ તપાસ કરી પરિવારની ભાળ મેળવી વલસાડ જિલ્લામાં મહિલાઓની સુરક્ષા કાજે 24 કલાક અવિરતપણે કાર્યરત 181 મહિલા અભયમ હેલ્પલાઇન ટીમે ભૂલી પડેલી પારડી તાલુકાની માનસિક અસ્થિર યુવતીને ઘરે પહોંચાડીને પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના એક ગામમાંથી એક જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇન નંબર પર કોલ કરી જણાવ્યું હતું કે, તેમના ગામમાં એક અજાણી અને માનસિક રીતે બીમાર ભૂલી પડી ગયેલી યુવતી છે. જેથી 181 અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી ગભરાઈ ગયેલી યુવતી સાથે વાતચીત કરતા તેને કશું યાદ ન હોવાથી તેનો પરિચય અને ઘરનું એડ્રેસ મેળવવું મુશ્કેલ બન્યું હતું. તેવા સંજોગોમાં યુવતી સાથે ધીરજપૂર્વક વાતચીત કર્યા બાદ થોડી રાહ જોઈ હિંમત આપી અને કાઉન્સિલિંગ કર્યા બાદ તેણે તેના ગામના આજુબાજુના ઘણા ગામોના નામ આપ્યા હ...

