રાધે ક્રિષ્ના એપાર્ટમેન્ટ અને નંદ હાઇટસના રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતા ફાયર સેફટીના સાધનો અંગે રાધે ક્રિષ્ના એપાર્ટમેન્ટ કોઠારીયા રોડ અને નંદ હાઇટસ બિલ્ડીંગમા રહેતા લોકોને જાગૃતી માટે તા.૧૨/૦૨/૨૦૨૩ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ આ બાબતે વધુ ને વધુ લોકો માહિતગાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ ધારકો દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલનું આયોજન કરવા સ્વૈચ્છીક અરજી કરશે તેમને મોકડ્રીલમા અગ્રતા આપવામાં આવશે.
ઉપરોક્ત ફાયર સેફટીની તાલીમ દરમ્યાન (૧) રાધે ક્રિષ્ના એપાર્ટમેન્ટ કોઠારીયા રોડ રાજકોટ ૧૫ થી ૨૦ લોકો (૨) નંદ હાઇટસ રૈયા ખાતે ૧૨૫ જેટલા રહેવાસીઓ આ મોકડ્રીલ અને તાલીમમાં જોડાયેલ. ...
