Tuesday, February 17News That Matters

Author: Admin Admin

વલસાડના તીથલમાં ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસનો ટાઈમ મેનેજમેન્ટ સેમિનાર યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ         108, ખિલખિલાટ, મોબાઈલ હેલ્થ યુનિટ, 181 અભયમ, 1962 કરુણા અને 10 MVD સેવાના કર્મીઓને સમયનું મહત્વ સમજાવાયું વલસાડમાં તિથલ બીચ સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસના તમામ કર્મચારીઓને ટાઈમ મેનેજમેન્ટ વિષય અંગે માહિતી આપવામાં આવી હતી. સેમિનારના મુખ્ય વક્તા અને ટ્રેનર ડૉ. અંકુર શ્રીમાલી દ્વારા તમામ કર્મચારી મિત્રોને જીવનમાં સમયનું શું મહત્વ છે તે સમજાવ્યું હતું અને વિશેષ કરીને જ્યારે એક એક ક્ષણ ખુબ જ મૂલ્યવાન હોય છે ત્યારે તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે માહિતગાર કર્યા હતા. સેમિનારમાં વક્તા દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા સમય અને તેના સદુપયોગ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આશરે પોણા બે કલાકના સેમિનારમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસના તમામ પ્રોજેકટ જેમ ક...

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઈન્ટરનેશનલ ડે ઓફ વુમેન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સની ઉજવણી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ધરમપુર               વિદ્યાર્થીનીઓને સર્કિટ, રોબોટિક્સ અને ચમત્કાર પાછળના વિજ્ઞાન વિશે વિસ્તૃત જાણકારી અપાઈ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા મથકે સ્થિત જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, નેશનલ કાઉન્સીલ ઓફ સાયન્સ મ્યુઝિયમ ખાતે ઈન્ટરનેશનલ ડે ઓફ વુમેન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડે જણાવ્યુ કે, યુનાઈટેડ નેશન્સ દ્વારા 2015 થી 11 ફેબ્રુઆરીને પ્રતિ વર્ષ ઈન્ટરનેશનલ ડે ઓફ વુમેન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેથી મહિલાઓ અને કન્યાઓ દ્વારા વિજ્ઞાન ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિઓને જાણી શકાય. આ કાર્યકમમાં કેડી સ્કૂલ, ધરમપુરની 30 વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. ભાગ લેનાર વિદ્યાર્થિનીઓને ઇનોવેશન હબ, મેંટર રાહુલ શાહ દ્વારા બ્રેડબોર્ડ પર વાહક, અવાહક અને ઇલેક્ટ્રોનિક્સ સર્કિટ ડિ...

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા CSR પહેલ અંર્તગત માય લિવેબલ ભરૂચનો નવો ઉપક્રમ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભરૂચ           ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા CSR પહેલ અંર્તગત માય વિલેબલ ભરૂચના આયામ હેઠળ ભરૂચના નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલના અધ્યકક્ષસ્થાને માતરિયા તળાવ ખાતે હોમ કમ્પોસ્ટિંગ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, ભરૂચના નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલે ઉદબોધન આપતાં જણાવ્યું હતું કે, ભરૂચ શહેર માટે My livable Bharuch નવો આયામ છે. જેના પ્રથમ ફેઝમાં સ્વચ્છતતા બાબતે આપણા શહેરને નવી ઉંચાઈ પર લઈ જવું છે. તેના જ અનુસંધાને ભરૂચ શહેરના આઈડેન્ટીફાઈ કરેલા રસ્તાઓની સફાઈ કરવામાં આવી રહી છે. વધુમાં, તેમણે ઉમેર્યું હતું કે, આ નવા આયામ સાથે આપણો સહયારો પ્રયાસ જ તેના ધ્યેય સુધી લઈ જશે. ભરૂચ માટે આપણી ફરજ અદા કરવા સૂકા કચરાં અને ભિના કચરાંને અલગ કરીને જ ડસ્ટબીનમાં નાખવું જોઈએ. પરંતુ તેનાથી વિપરીત ઘન કચરાંનો નિકાલ કરવા કરતા હોમ કમ્પોસ્ટિંગની પધ્ધતિ અપનાવવું વઘુ...
ધરમપુર નજીક તિસ્કરી મુકામે ૩૧ લાખ રુદ્રાક્ષ શિવલિંગના અનાવરણ સાથે મહાશિવરાત્રીના ભવ્ય ઉત્સવનો પ્રારંભ

ધરમપુર નજીક તિસ્કરી મુકામે ૩૧ લાખ રુદ્રાક્ષ શિવલિંગના અનાવરણ સાથે મહાશિવરાત્રીના ભવ્ય ઉત્સવનો પ્રારંભ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ધરમપુર તા.૧૨ થી ૧૮ ફેબ્રુ. દરમિયાન મહાશિવરાત્રી મહોત્સવમાં રુદ્રાક્ષ શિવલિંગની સાથે સાથે શિવકથા, સમૂહલગ્ન અને રકતદાન કેમ્પ પણ યોજાશે ધરમપુર તાલુકાના તીસ્કરી (તલાટ) ખાતે શ્રી સોમેશ્વર મહાદેવના સાંનિધ્યમાં ૩૧ લાખ રુદ્રાક્ષના સથવારે સવા ૩૧ ફુટનાં વિરાટ રુદ્રાક્ષ-શિવલિંગ, શિવકથાની ભવ્ય અને દિવ્ય શરૂઆત રવિવારે લિમ્કા બુક ઓફ રેકૉર્ડ્સ સન્માનિત રુદ્રાક્ષ શિવલિંગ પરંપરાનાં સર્જક વિખ્યાત શિવ-કથાકાર પૂ. શ્રી બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં અને ઉપ દંડક વિજયભાઈ પટેલ, ધારાસભ્ય અરવિંદ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિતના મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવી હતી. શિવ-કથાકાર પૂ. શ્રી બટુકભાઈ વ્યાસ દ્વારા શિવરાત્રી મહોત્સવ દિવ્ય અને ભવ્ય રીતે ઉજવવામાં આવે છે દર વર્ષે જુદા જુદા જિલ્લા અને રાજ્યમાં રુદ્રાક્ષ શિવલિંગના સાનિધ્યમાં શિવરાત્રી મહોત્સવ ઉજવાઇ છે આ વર્ષે આ શિવરાત્રી મહો...

રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે એશિયાઇ સિંહએ સિંહ બાળને જન્મ આપ્યો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ            રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૫૦ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે તા. ૧૨-૦૨-૨૦૨૩નાં રોજ એશિયાઇ સિંહએ સિંહ બાળને જન્મ આપ્યો હતો તેમ, મેયર ડૉ. પ્રદિપડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને બાગબગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનીતાબેન ગોસ્વામીએ સંયુક્ત યાદીમાં જણાવ...

જુનીયર ક્લાર્ક (વહીવટ/ હિસાબ) સવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રો અને O.M.Rના શ્રેડીંગ(નાશ કરવાની)ની કાર્યવાહી હાથ ધરાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભરુચ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનીયર ક્લાર્ક (વહીવટ/ હિસાબ) સવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા યોજાનાર હતી જે અગમ્ય કારણોસર રદ કરવામાં આવી હતી. જેમાં ભરુચ જિલ્લાના કુલ-૩૬ પરીક્ષા કેંદ્રો ખાતે પરીક્ષા યોજાનાર હતી. જેમા કુલ ૧૧૪૦૦ ઉમેદવાર બેસનાર હતા.અગમ્ય કારણોસર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગરના સ્ટેટમેન્ટ તા.૨૯/૦૧/૨૦૨૩ થી આ સ્પર્ધાત્મક પરીક્ષા મંડળ દ્વારા “મોકૂફ” રાખવામાં આવેલ હતી. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની કચેરીના દ્વારા આ પરીક્ષાના પ્રશ્નપત્રો અને ઓ.એમ.આરના સીલબંધ બોક્સ જિલ્લા કક્ષાએ જ શ્રેડીંગ /નાશ કરવા જણાવેલ હતું. જે અનુસંધાને આજે જિલ્લા પંચાયત, ભરુચ ખાતે જિલ્લા વિકાસ અધિકારી પી આર જોષી તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ વી ડાંગીની ઉપસ્થિતિમાં આ પરીક્ષાના પ્રશ્નપત્રો અને ઓ.એમ.આર. તથા અન્ય સાધનીક સામગ્રીનુ શ્રેડીંગની કાર્યવાહી શરુ ક...

વેસ્ટ ઝોન વોર્ડ નં.૯ અને ૧૦ના વિવિધ માર્ગો પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી

Gujarat
“વન વીક, વન રોડ” ઝુંબેશ હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ           રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર “વન વીક, વન રોડ” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં તા. ૧૪-૦૨-૨૦૨૩ના રોજ વેસ્ટ ઝોન વોર્ડ નં.૯ અને ૧૦ના વિવિધ માર્ગો પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, જાહેરમાં કચરો ફેલાવતા / કચરાપેટી ન રાખતા / પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા દંડની કાર્યવાહી કરે...

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ૧૬૭મી બોર્ડ બેઠક યોજાય

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા.૧૪-૦૨-૨૦૨૩ના રોજ ૧૬૭મી બોર્ડ બેઠક ચેરમેન અમિત અરોરાની અધ્યક્ષતામાં યોજાયેલ. બોર્ડ બેઠકમાં નીચેના મુદાઓને બહાલી આપવા બાબત. · પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નિર્માણધીન ૧૯૨ MIG પ્રકારના આવાસોની (૬૦.૦૦ ચો.મી. કાર્પેટ એરીયા સાથે) નિયત લાભાર્થી ફાળા રૂા.૨૪.૦૦ લાખમાં રૂા.૬.૦૦ લાખનો ઘટાડો કરવા નિર્ણય કરેલ. · પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા જુદા-જુદા ૯(નવ) સ્થળે ૩૧(એકત્રીસ) બોરની કામગીરી પીવાના પાણી માટે કામગીરી કરવા બહાલી આપી. · રીંગરોડ-૨ ફેઝ-૩ ગોંડલ હાઇવેથી ભાવનગર હાઇવે સુધીના રસ્તાના પથરેખામા આવેલ હયાત રેલવે ફાટકને શીફ્ટ કરવા માટે રેલવે વિભાગને જરૂરી ડિપોઝીટ અને ડાયવર્ઝન માટે બહાલી આપવામાં આવી.   · લાપાસરી ગામથી રીંગરોડ-૨, ફેઝ-૩ (૭૫.૦મી. ડી.પી. રોડ...

આલાપ ટ્વીન ટાવર અને આપદા મિત્ર એસ. આર. પી. ગૃપને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ          રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતા ફાયર સેફટીના સાધનો અંગે આલાપ ટ્વીન ટાવર નાના મોવા ,મેઇન રોડ, મોકાજી સર્કલ પાસે અને આપદા મિત્ર એસ.આર.પી.ગૃપ ૧૩ ૪૫ જવાનો ને અને બિલ્ડીંગમા રહેતા લોકોને જાગૃતી માટે તા.૧૩/૦૨/૨૦૨૩ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ આ બાબતે વધુ ને વધુ લોકો માહિતગાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ ધારકો દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલનું આયોજન કરવા સ્વૈચ્છીક અરજી કરશે તેમને મોકડ્રીલમા અગ્રતા આપવામાં આવશે.             ઉપરોક્ત ફાયર સેફટીની તાલીમ દરમ્યાન (૧) આલાપ ટ્વીન ટાવર નાના મોવા, મેઇન રોડ, મોકાજી સર્કલ પાસે રાજકોટ ૭૦ થી ૮૦ લોક...
હરીપર નજીક આવેલ બટ પર ફાયરીંગ પ્રેકટીસ

હરીપર નજીક આવેલ બટ પર ફાયરીંગ પ્રેકટીસ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ          ભુજ તાલુકાના હરીપર નજીક આવેલ ફિલ્ડ ફાયરીંગ રેન્જ નં.૦૧ અને ૦૨ ઉપર તા.૧૮/૨/૨૦૨૩ સુધી 75 (I) Inf Bde Gp,17 MARATHA LI ના તાબા હેઠળની આર્મ્સ ફાયરીંગ યોજવામાં આવનાર છે. જેથી આ ફાયરીંગ રેન્જમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યકિત ઉપરોકત ફાયરીંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યકિતને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યકિતની રહેશે તેવું સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, ભુજ દ્વારા જણાવાયું છે....