શ્રી સોમનાથ તીર્થધામમાં મહાશિવરાત્રિ મહોત્સવનું જાજરમાન આયોજન
શ્રી સોમનાથ ટ્રસ્ટ - પ્રભાસ પાટણ-મહાશિવરાત્રિ મહોત્સવ-૨૦૨૩
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ
પ્રતિવર્ષે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિ પર્વની પારંપરીક ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ મહાશિવરાત્રી પર્વ 2023 અંતર્ગત તા.૧૭ ફેબ્રુઆરી થી તા.૧૯ ફેબ્રુઆરી -૨૦૨૩ દરમ્યાન ત્રિ-દિવસીય વિશેષ આયોજન કરવામાં આવેલ છે. તા.૧૮-૦૨-૨૦૨૩, શનિવારે મહાશિવરાત્રિ પર્વે સોમનાથ મંદિર સવારે ૪-૦૦ વાગ્યાથી થી લઇ સતત ૪૨ કલાકે ભક્તજનો માટે ખુલ્લુ રહેશે, ચાર પ્રહરની વિશેષ પૂજા- આરતી, મહામૃત્યુંજય યજ્ઞ, પાલખીયાત્રા, પાર્થેશ્વર મહાપૂજન, ધ્વજારોહણ, પાઘ પૂજન- શોભાયાત્રા, સહિતનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ઉપસ્થિત રહી ભક્તો શિવમય બનશે, સોમનાથના માર્ગો શિવભક્તોનાં “જય સોમનાથ”ના નાદથી ગુંજી ઉઠશે. ભક્તોની વિશેષ સુલભતા માટે વિશેષ ક્લોકરૂમ જુતાધરની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. મહાશિવરાત્રિ મહોત્સવ-૨૦૨૩ને લક્ષ્યમાં લઇ સોમનાથ આ...
