Tuesday, February 17News That Matters

Author: Admin Admin

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રૂ.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત અતુલ-દિવેદ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું

Politics
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ       નાણાં,ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૫૨ કરોડના ખર્ચે ૧૨૨૩ મીટરના નવા નિર્માણ કરાયેલા અતુલ - દિવેદ (એલ.સી. નં -૯૪બી) રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું. આ ઓવરબ્રિજ દ્વારા કોસ્ટલ હાઈવેને જોડતા ભગોદ, ઉમરસાડી તેમજ દમણ જવા માટે ટૂંકી કનેક્ટીવીટી મળશે.             વલસાડના શહેરી, ગ્રામ્ય વિસ્તાર અને રેલવે ઓવરબ્રિજની આસપાસના ગામોને રેલવે ફાટક ઉપર સમય વેડફ્યા વિના ગામોમાં ઝડપી ઈન્ટર કનેક્ટીવીટી મળશે. ઓવરબ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રીએ કહ્યું હતું કે, આ ઓવરબ્રિજ દ્વારા લોકોને ઝડપી કનેક્ટીવીટી મળશે અને રેલવે ફાટકની સમસ્યા રહેશે નહીં. લોકોના કિંમતી સમય અને પેટ્રોલની પણ બચત થશે જેના કારણે પર્યાવરણને પણ ફાયદો થશે.              ગુજરાતમાં વર્ષ ૨૦૦૨ થી ૨૦૧૪ સુધીમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની તાસી...

રાજપીપલા ખાતે રૂ. ૧૭ કરોડના ખર્ચે સાકારિત થનાર સરકારી પોલીટેકનીક કોલેજના નવા ભવનનું ખાતમુહૂર્ત કરતા સાંસદ મનસુખભાઈ વસાવા

Politics
હિન્દ ટીવી - ગુજરાતી, રાજપીપલા             નાંદોદ તાલુકાના ભચરવાડા ગામે ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાના વરદહસ્તે તથા નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, ધારીખેડા સુગર ફેક્ટરી અને દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પોલીટેકનીક કોલેજના નવા ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વેળાએ સાંસદ મનસુખભાઈ વસાવાએ ભચરવાડા ખાતે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે તૈયાર થનારી કોલેજ અંગે જણાવ્યું કે, આ કોલેજ જિલ્લાના બાળકોનું ભવિષ્ય નક્કી કરશે. ગામમાં કોલેજના નિર્માણથી ગ્રામજનો પણ જાગૃત થઈને અભ્યાસ પ્રત્યે સકારાત્મક વિચારોનું સિંચન કરીને પોતાના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરણા પુરી પાડશે. તેમજ આસપાસના ગામોના વાતાવરણમાં પણ સકારાત્મક બદલાવ આવશે. જિલ્લાના બાળકો પણ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને જિલ્લા, રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આ...

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આહવાના સેવાધામ ખાતે યોજાયો ‘પ્રાકૃતિક સંશાધન વ્યવસ્થાપન અને પ્રકલ્પ કાર્યાવલોકન’ કાર્યક્રમ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ડાંગ         વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રસ્ટીવંત નેતૃત્વે ગુજરાતને ‘વનબંધુ કલ્યાણ’ જેવી આદિવાસી સમાજ ઉત્કર્ષની યોજનાની ભેટ આપી, ગુજરાતનાં આદિવાસી બાંધવોને મુખ્ય પ્રવાહમાં જોડવાનું કામ કર્યું છે તેમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આહવા ખાતે જણાવ્યુ હતું. ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભાઈ પટેલ આહવાના સેવાધામ ખાતે ડો.આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘પ્રાકૃતિક સંશાધન વ્યવસ્થાપન અને પ્રકલ્પ કાર્યાવલોકન’ કાર્યક્રમમાં ઉદબોધન કરી રહ્યા હતા. મુખ્યમંત્રીએ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી કલાઇમેટ ચેન્જની સ્થિતિ વચ્ચે જળ, જમીન, અને જંગલના જતન સંવર્ધનના કાર્યોમાં સમગ્ર સરકાર તેમની સાથે છે તેમ જણાવી, વિસરાતા ધનધાન્ય ને વધુ લોકભોગ્ય બનાવવા ઉપરાંત સમાજને સ્વાસ્થ્યપ્રદ અન્ન, પાણી મળી રહે તે માટે વડાપ્રધાનએ ‘મિલેટ વર્ષ’ ની ઉજવણી થકી પ્ર...

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના “MMY”નું સફળ અમલીકરણ, કુલ ૫૦૪૧ લાભાર્થીઓને પ્રાપ્ત થતા લાભ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ સંવેદનશીલ ગુજરાત સરકાર દ્વારા બાળકો અને સ્ત્રીઓના “સ્વસ્થ માતા સ્વસ્થ બાળક” જેવા નવતર અભિગમને કૃતાર્થ કરવા માટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના “MMY” અંતર્ગત સમગ્ર ગુજરાતમાં યોજનાકીય લાભો આપવાની એપ્રિલ – ૨૨થી શરૂઆત કરવામાં આવેલ હતી. “પોષણ ૧૦૦૦ સોનેરી દીવસ” અંતર્ગત રાજયના ૦ થી ૨ વર્ષના બાળકો ધરાવતી માતાઓ તથા બાળકોનું પોષણસ્તર વધે તેવા ઉમદા હેતુથી અને કુપોષણ મુક્ત ગુજરાતના સ્થાને સુપોષણ યુક્ત ગુજરાત કાર્યક્રમની ફલશ્રૂતીરૂપે રાજકોટ મહાનગરપાલિકા ખાતે પણ સરકારની ગાઈડલાઈન અનુસાર MMY યોજનાના લાભાર્થીઓને નિયમીત લાભો આપવાની શરૂઆત કરવામાં આવેલ હતી. સરકાર દ્વારા નિયમીત પૌષ્ટિક આહારમાં ચણા, તુવેરદાળ અને તેલ જેવી અગત્યની ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરવામાં આવેલ છે અને આ તમામ ખાદ્યસામગ્રી સરકાર દ્વારા નિયમિત ફાળવવામાં આવેલ છે અને આ તમામ પૌષ્ટિક ખાદ્યસામગ્રી પાત્રતા ધરાવતા લ...

નહેરુ યુવા કેન્દ્ર વડોદરા દ્વારા તિલકવાડાના વોરા ખાતે ડેરીની વિવિધ રાજ્યોના આદિવાસી યુવાનોની એક્સપલોઝર વિઝિટ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, નર્મદા            ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર વડોદરા દ્વારા તિલકવાડા તાલુકાના વોરા ગામે ૧૪ માં ટ્રાઇબલ યુથ એકચેન્જ પ્રોગ્રામ અંતર્ગત વોરા દૂધ ડેરીની એક્સપલોઝર વિઝિટ કરાઈ હતી. જેમાં આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના અંતરિયાળ તથા 'નક્સલ પ્રભાવિત' વિસ્તારમાંથી આવેલા આદિવાસી યુવાનોએ સ્ટેજ પર તેમના રાજ્યોની સાંસ્કૃતિક વારસો પ્રદર્શિત કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે વડોદરા નહેરુ યુવા કેન્દ્ર સંગઠનના ડેપ્યુટી ડિરેકટર સુબ્રતા ઘોષે જણાવ્યું કે, વિવિધ રાજ્યોના અંતરિયાળ તથા 'નક્સલવાદી' વિસ્તારના આદિવાસી યુવાનો અસામાજિક પ્રવૃત્તિમાં ન જોડાય તથા દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપે તેવા આશય સાથે સંગઠન ભારત સરકારના સહયોગથી યુવાનોમાં સકારાત્મક ઉર્જાનું સિંચન કરે છે. એક્સપલોઝર વિઝિટ દરમિયાન વિતેલા દાયકાઓમ...

સુરત સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કેન્દ્રીય મત્સ્યપાલન મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત               ભારતમાં બ્લૂ ઈકોનોમીને વેગ આપવા અને માછીમારોને ઘરઆંગણે યોજનાકીય લાભો આપવા માટે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, ડેરી, પશુપાલન મંત્રાલય દ્વારા તા.૧૯ થી ૨૧ ફેબ્રુઆરી દરમિયાન આયોજિત ‘સાગર પરિક્રમા’ કાર્યક્રમના ત્રીજા તબક્કાનો પ્રારંભ સુરતના હજીરા પોર્ટથી કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાએ કરાવ્યો હતો. આ સંદર્ભે સુરત સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે, 'આઝાદી કા અમૃત મહોત્સવ'ના ભાગરૂપે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા ‘સાગર પરિક્રમા’ અંતર્ગત દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારો, માછીમાર સમુદાયોને સરકાર દ્વારા અમલી કલ્યાણકારી યોજનાઓ અને કાર્યક્રમોથી જાગૃત્ત કરવામાં આવે છે, સાથોસાથ પ્રગતિશીલ મત્સ્ય કિસાન લાભાર્થીઓને કિ...

ભુજ ખાતે મડવર્કના કારીગરોની મુલાકાત લઈને પ્રોત્સાહન આપતા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ સહકાર, મીઠા, છાપકામ લેખન સામગ્રી, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા કચ્છ જિલ્લાના પ્રવાસે છે. તેઓએ આજે બીજા દિવસે ભુજના મડવર્કના કારીગરોની મુલાકાત લઈને તેમને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.‌ મડવર્ક પ્રોડક્ટ કેવી રીતે તૈયાર થાય છે તેની કામગીરીને રાજ્યમંત્રીએ ઝીણવટપૂર્વક નિહાળીને તેઓએ કારીગરોને પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું. તેઓએ કારીગરો સાથે મુક્ત મને મડવર્ક વિશે ચર્ચા કરીને જરૂરી વિગતો મેળવી હતી. વોકલ ફોર લોકલના ધ્યેય સાથે આ મડવર્ક આર્ટને પ્રસિદ્ધિ મળે તે દિશામાં કામગીરી કરવા રાજ્યમંત્રીએ સૂચન કર્યું હતું. આ પ્રસંગે કુંભાર ઝુબેર, કુંભાર અફસાના, કુંભાર રેહાના, સમા અંજુમન અને સમા મોહસીનાએ પોતાની મડવર્કની કારીગરી અંગે રાજ્યમંત્રીને માહિતીગાર કર્યા હતા. કારીગરોએ પોતાની કૃતિ રાજ્યમંત્રીને ભેટમાં આપી મુલાકાત બદલ ખૂબ ખ...

અમદાવાદ ગોમતીપુર ખાતે આવેલ માતૃત્વ વિધાલય માં વિજ્ઞાન મેળાનુ આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગોમતીપુર           અમદાવાદ ગોમતીપુર ખાતે આવેલ માતૃત્વ વિધાલય માં વિજ્ઞાન મેળાનુ આયોજન કરવામાં આવ્યું. જેમાં ધો.૧ થી ૮ નાં ૮૦ થી ૯૦ વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો. આ વિજ્ઞાન મેળામાં વિષય શિક્ષકો દ્વારા ગણિત, વિજ્ઞાન વિષય અનુલક્ષી વિવિધ પ્રકારના પરિયોજના (પ્રોજેક્ટ) તૈયાર કરવામાં આવ્યા.              વિજ્ઞાન મેળામાં બનાવેલ અને પ્રસ્તુત કરેલ પરિયોજના (પ્રોજેક્ટ) માં કચરાપેટી, સૌર પરિવાર, ઘરના પ્રકાર, મોરબી નુ પૂલ, જંગલનાં પ્રાણીઓ, ઘડિયા 1 થી 5, કુલર, સિક્કા બેંક, સિમેન્ટના જંગલ, વોટર ડિસ્પેન્સર, જળ ચક્ર, O૨ ચક્ર, ઓઝોન ચક્ર, ફેફસાનું હલનચલન, વિશેષણ, શરીરના અવયવ નાં નામ, પત્ર પેટી, ગણિતનું મોડલ (વર્ગ), એક્વાગાર્ડ, ATM મશીન, ઘનતા નો પ્રયોગ, ટપક સિંચાઈ પદ્ધતિ, અવયવ - અવયવી, પવનચક્કી, ગુણાકારનો મોડલ, સ્ટેટોસ્કોપ, સોલાર સિસ્ટમ, આકારોની દુનિયા, જ્વાળામુખી, હાઇડ્રો...

ગીર સોમનાથ ખાતે મહાશિવરાત્રિ નિમિત્તે યોજાયો ‘શ્રી સોમનાથ ઉત્સવ ૨૦૨૩’

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશનર યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ તથા શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૭ અને ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ રાત્રે ૮.૦૦ કલાકથી પ્રભાસપાટણ ખાતે સોમનાથ મંદિર પરિસર પાસે ‘શ્રી સોમનાથ ઉત્સવ ૨૦૨૩’નું ભવ્ય આયોજન છે. આ ઉત્સવમાં ૨૨૫થી વધુ કલાકારોએ ભાગ લીધો છે. સોમનાથ મંદિર ટ્રસ્ટી પી.કે.લહેરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા ‘શ્રી સોમનાથ ઉત્સવ ૨૦૨૩’ના ભવ્ય ઉદ્ઘાટન સમારોહ બાદ પહેલા દિવસે કલાકારોએ પોતાની વિવિધ ભાતીગળ નૃત્યકલાથી ઉપસ્થિત તમામને મંત્રમુગ્ધ કર્યા હતાં. ઉદ્ઘાટન સમારોહની તકે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું અને કલાકારોના ઉત્સાહને બીરદાવ્યો હતો જ્યારે જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણાએ ઉપસ્થિત તમામ મહાનુભાવો તેમજ કાર્યક્...

“રૂપા તે રંગની રેતી વેરાયેલી, પાસે વહે છે વહેણ વાંકડુ જી રે….” રેતશિલ્પ કલાકારોના કાંડાનું કૌવત નિહાળી આશ્ચર્યમાં ગરકાવ થયાં પ્રવાસીઓ

Gujarat
રેતશિલ્પ મહોત્સવ- ૨૦૨૩ હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ રૂપા તે રંગની રેતી વેરાયેલી, પાસે વહે છે વહેણ વાંકડુ જી રે.... કવિશ્રી બાલમુકુંદ દવેએ ભાઈ-બહેનનો પ્રેમ દર્શાવતી આ કવિતામાં રેતીને રૂપાના રંગની ઉપમા આપી છે. ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, ગાંધીનગર દ્વારા આયોજીત રેતશિલ્પ-2023 મહોત્સવમાં આવી જ રૂપેરી રેતીને લઈ કલાકારોએ મહાશિવરાત્રિ નિમિત્તે શિવના સાન્નિધ્યમાં ઘૂઘવતા દરિયાકિનારે પોતાના કાંડાનું કૌવત દાખવી શિવનું સૌમ્ય સ્વરૂપ, જટાધારી રૂપ, સોમનાથ મંદિર, જી-૨૦ સમિટ વગેરે કૃતિઓ કંડારી હતી. રેતી વડે કંડારાયેલી આ તમામ કૃતિઓ નિહાળી મુલાકાતીઓ આશ્ચર્યમાં ગરકાવ થયા હતાં. પોરબંદરના રેતશિલ્પ કલાકાર હરિશભાઈ લાખાણીએ સરકારનો આભાર માનતાં કહ્યું કે, “આ ભૂમિમાં શિવત્વ છે અને હું નસીબદાર છું કે મને મહાશિવરાત્રિ પર ભોળાનાથના ચરણોમાં મારી કલા દર્શાવવાની તક મળી. હું ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્ક...