Tuesday, February 17News That Matters

Author: Admin Admin

શહેરની હાઇરાઇઝ બિલ્ડીંગ સંસ્કાર સીટીમાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ અને તાલીમ અપાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ        રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૨૧/૦૨/૨૦૨૩ ના રોજ સંસ્કાર સીટી એ + બી + સી + ડી, મવડી બાય પાસ, રાજકોટ ખાતે ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા સ્વેચ્છીક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આવશે. ઉપરોક્ત ફાયર સેફટીની તાલીમ દરમ્યાન સંસ્કાર સીટી એ + બી + સી + ડી, મવડી બાય પાસ, રાજક...

શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૫૪૭ પશુઓ પકડવામાં આવ્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ મહાનગરપાલીકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા. ૦૨/૦૨/૨૦૨૩ થી તા. ૧૯/૦૨/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો મોચીનગર મેઈન રોડ, શીતલપાર્ક, ઉગતાપોરની મેલડીમાં મેઈન રોડ, અક્ષરનગર, ભારતીનગર મેઈન રોડ, ગોવીંદપાર્ક, ગાંધિગ્રામ મેઈન રોડ્ તથા આજુબાજુમાંથી ૨૭ (સત્યાવીસ) પશુઓ, રૈયાધાર સ્લમ એરિયા, શાસ્ત્રીનગર, રૈયાગામ, વિશ્વકર્મા સોસાયટી, નાણાવટી ચોક, આવાસ ક્વાર્ટર, ગોપાલ ચોક, શાંતીનગર ગેટ પાસે, વૈશાલી ચોક, ગાધીગ્રામ, એચ.કે. ચોક વિગેરે વિસ્તારમાંથી ૩૦ (ત્રીસ) પશુઓ, કૈલાશપાર્ક, સોમનાથ સોસાયટી,નટરાજનગર, RMC આવાસ, ભીડભંજન સોસાયટી, પાટીદાર ચોક, રવિરત્ન પાર્ક મેઈન રોડ, ધરમનગર મેઈન રોડ, ગાર્બેજ સ્ટેશન, દ્વારકાધીશ પંપ સામે, ભવાની ચોક, નાગેશ્વર, હરીનગર સોસાયટી, જલારામ સોસાયટી, નારાયણનગર મેઈન રોડ વિગેરે વિસ્તારમાંથી ૫૨ ...

શહેરની હાઇરાઇઝ બિલ્ડીંગ તનિષ્ક ફલેટમાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ અને તાલીમ અપાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ         રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૨૦/૦૨/૨૦૨૩ ના રોજ તનિષ્ક ફલેટ એ + બી, HDFC બેન્ક સામે, જીલ્લા લાયબ્રેરી પાસે માલવીયા ચોક, યાજ્ઞિક રોડ, રાજકોટ  ખાતે ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા સ્વેચ્છીક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આવશે. ઉપરોક્ત ફાયર સેફટીની તાલીમ દરમ્યાન તનિષ્ક ફલ...

વોર્ડ નં. ૧૦ની વોર્ડ ઓફિસ ખાતે વિવિધ મુદ્દાઓ અંગે રીવ્યુ મીટિંગ કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ         રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવિધાપ્રદ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સતત સ્થળ મુલાકાત કરવામાં આવે છે, જે અંતર્ગત મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ તા. ૨૧-૦૨-૨૦૨૩ના રોજ વોર્ડ નં. ૧૦ વોર્ડ ઓફિસ ખાતે વિવિધ કામગીરી અંગે રીવ્યુ મીટિંગ કરી હતી તેમજ મોબાઈલ ટેક્સ કલેક્શન વ્હીકલ, One Time Installment Scheme ઉપરાંત બાંધકામ, આરોગ્ય, ફરિયાદોના નિરાકરણ, આંગણવાડી, કોર્પોરેશનની શાળા, સ્વચ્છતા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, ટેક્સ સહિતની બાબતોએ રીવ્યુ મીટિંગ કરવામાં આવી. મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ વોર્ડ ઓફિસ રીવ્યુ દરમ્યાન One Time Installment Scheme, વિવિધ આરોગ્ય લગત યોજનાઓનો લોકો લાભ લે, મોબાઈલ વાન વિગેરે બાબતો અંગે સંબંધિત અધિ...

સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.૩નાં વિવિધ માર્ગો પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી

Gujarat
“વન વીક, વન રોડ” ઝુંબેશ હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ            રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર “વન વીક, વન રોડ” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં તા. ૨૧-૦૨-૨૦૨૩ના રોજ સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.૩નાં વિવિધ માર્ગો પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, જાહેરમાં કચરો ફેલાવતા / કચરાપેટી ન રાખતા / પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા દંડની કાર્યવાહી ક...

સેન્ટમેરી હાઈસ્કૂલ પ્રભાસ પાટણ ખાતે યોજાશે સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ગીર સોમનાથ દ્વારા તા.૨૨/૨૩-૦૨-૨૦૨૩ના રોજ સેન્ટ મેરી હાઈસ્કૂલ, પ્રભાસપાટણ સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા કલા મહાકુંભ ૨૦૨૨-૨૩ યોજાશે. તા.૨૨-૦૨-૨૦૨૩ના સવારે ૮.૩૦થી ૯.૩૦ દરમિયાન યોજાનાર આ કલામહાકુંભમાં સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષાની સમૂહગીત, એકપાત્રીય અભિનય, દુહા, છંદ, ચોપાઈ, ચિત્રકલા વગેરે સ્પર્ધાઓ જ્યારે તા.૨૩-૦૨-૨૦૨૩ના રોજ હાર્મોનિયમ, વાયોલિન, કુચીપુડી જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે ...

ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડના હસ્તે તાલાલાનાં બોરવાવમાં નવનિર્મિત આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ  તાલાલા તાલુકામાં બોરવાવ ગામે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજાના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન નાથાભાઈ વાજાની ઉપસ્થિતિમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડના વરદ હસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું અને બોરવાવ પીએચસી લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેન્દ્ર અંદાજીત રૂ.૭૦ લાખનાં ખર્ચે તૈયાર કરવામાં આવ્યુ છે તેમજ સંપૂર્ણ સુવિધાથી સજજ આરોગ્ય કેન્દ્ર કાર્યરત થતાં તાલાલા વિસ્તારના ગ્રામિણ લોકોને ઓ. પી. ડી. ,સગર્ભા બહેનોની તપાસણી, લેબોરેટરી, ઇન્ડોર રૂમ સહિતની અગત્યની જરૂરી સવલતો  પ્રાપ્ત થશે. આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અરૂણ રોય દ્વારા ઉપસ્થિત લોકોનુ અભિવાદન કરી સ્વાગત પ્રવચન તેમજ જિલ્લા એપિડેમી મેડિક્લ ઓફિસર ડો. દિવ્યેશ ગોસ્વામી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ તકે આરોગ્ય વિભાગના અધ...

વેરાવળ-પાટણ નગરપાલિકા દ્વારા કરવેરામાં વ્યાજ માફીની યોજનાનો લાભ લેવા અનુરોધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ      વેરાવળ-પાટણ નગરપાલિકા દ્વારા જાહેર જનતાને જાહેર અપીલ કરવામાં આવે છે કે, રાજ્ય સરકારશ્રી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના લાગુ કરવામાં આવેલ છે. જેમાં કરદાતાઓ કરવેરાની તમામ રકમ એટલે કે મિલકતવેરો/શિક્ષણ ઉપકર/સફાઈવેરો/પાણીવેરો/લાઈટવેરો તા.૩૧/૦૩/૨૦૨૩ સુધી ભરપાઈ કરી આપશે તેને ચડત વ્યાજ ૧૦૦% માફ કરી આપવામાં આવશે. જે મિલકત ધારકોને માંગણા બીલો કે નોટીસ મળેલ ન હોય તેવા મિલકત ધારકોએ કરવેરા શાખામાં જૂનું માંગણા બીલ/નોટિસ સાથે લઈ નગરપાલિકા કચેરીનો સંપર્ક કરી હાલના માંગણા મુજબ ટેક્સ ભરપાઈ કરી જવા અને વ્યાજ માફીની યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. વ્યાજ માફી યોજનાનો લાભ તા.૩૧/૦૩/૨૦૨૩ સુધીમાં લઈ વહેલાસર ટેક્સ ભરપાઈ કરી જવા વેરાવળ-પાટણની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે. વધુમાં વર્ષ ૨૦૨૩-૨૪ના નાણાંકિય વર્ષમાં વેરાની રકમ એડવાન્સ ટેક્સ તા...

તા.૨૪/૦૨/૨૦૨૩ના રોજ સંત વિરાબાપાની જગ્યા ડોળાસા એપીએમસી માર્કેટયાર્ડ, કાજલી ખાતે યોજાશે મિલેટ(તૃણધાન્ય) મહોત્સવ-૨૦૨૩

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ           ભારત સરકાર દ્વારા સંયુકત રાષ્ટ્ર સંઘ સમક્ષ વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે જાહેર કરવા પ્રસ્તાવ રજૂ કરેલ હતો. જે અન્વયે સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ (તૃણ ધાન્ય) વર્ષ તરીકે જાહેર કરેલ છે.  આંતરરાષ્ટ્રીય મિલેટ (તૃણ ધાન્ય) વર્ષ-૨૦૨૩ ઉજવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ગૌણ ધાન્ય જેવા કે બાજરો, રાગી, નાગલી, જુવાર, કોદરા, મોરયો, કાંગ, સામો વગેરેનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવી તેમજ માનવ આરોગ્ય, પર્યાવરણ અને ખેડૂતોની આવકમાં વધારો તથા જન સામાન્યમાં જાગૃતતા લાવવાનો અને ભારતને આંતરરાષ્ટ્રીય મિલેટ (તૃણ ધાન્ય) બજારમાં કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવાનો છે.      જેના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન– ન્યુટ્રી સીરીયલ યોજના હેઠળ ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત, ગીર સોમનાથ દ્વારા તા.૨૨/૦૨/૨૦૨૩નાં રોજ એપીએમસી માર્કેટયાર્ડ, કાજલી ખા...

કુંભણના ઇનોવેટિવ શિક્ષક દંપતી શીતલબેન ભટ્ટી અને રમેશભાઈ બારડ દ્વારા વિશ્ચ માતૃભાષા દિવસ ઉજવાયો

Gujarat
"વાત મારી જેને સમજાતી નથી તે ગમે તે હોય ગુજરાતી નથી" હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર         મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળાના ઇનોવેટિવ શિક્ષક દંપતિ રમેશભાઈ બારડ અને શીતલબેન ભટ્ટીએ નાના બાળકો સાથે પોતાની કાકલુદી ભાષામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરી હતી. શાળામાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યું હતું ત્યારબાદ નાના બાળકોને ગુજરાતી ભાષાના શબ્દોની શબ્દાક્ષરી રમત રમાડવામાં આવી હતી. શીતલબેન ભટ્ટી એ બાળકોને ગુજરાતી બાળગીતો બાળકોને ગવડાવ્યા હતા. રમેશભાઈ બારડ એ બાળકોને મુળાક્ષરની રમત રમાડી હતી. નાના બાળકોના માનસમાં ગુજરાતી ભાષા સમૃદ્ધ થાય તેવી જુદી જુદી આનંદની પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી. આમ, આપણી માતૃભાષાની મીઠાશ તો જુઓ ખારાં નમક ને પણ મીઠું કહીએ છીએ. આવી અનોખી રીતે વિશ્ચ માતૃભાષા દિવસની ઉજવણી કુંભણ કેન્દ્રવર્તી શાળામાં કરવામાં આવી હતી....