Tuesday, February 17News That Matters

ધોળકા ખાતે આંતરરાષ્ટ્રીય મિલેટસ્ વર્ષ 2023 અંતર્ગત તાલુકા કક્ષાનો મિલેટસ્ મેળો યોજાયો

હિન્દ ટીવી – ગુજરાતી, ધોળકા

       ધોળકા સ્વામીનારાયણ મંદિર મુકામે ખેતીવાડી શાખા દ્વારા આંતરરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષ 2023 અંતર્ગત તાલુકા કક્ષાનો મિલેટસ્ મેળો તથા પ્રાકૃતિક ખેતી અનુસંધાને પરિસંવાદ યોજાયો. જેમાં મુખ્ય અતિથિ તરીકે ધોળકા નાં ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, એપીએમસીના ચેરમેન પ્રવિણસિંહ ડાભી, જિલ્લાના આરોગ્ય સમિતિના ચેરમેન ગોવિંદભાઈ મકવાણા તેમજ તાલુકા અને નગરપાલીકાના હોદેદારો, ખેતીવાડી નિયામક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક હિનાબૈન દ્વારા ખુબ સરસ વક્તવ્ય આપ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે ભગીરથ પ્રયત્નો કરવામાં આવ્યા.

રિપોર્ટર : વિજય સોલંકી, ધોળકા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *