હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ
દિવ્યાંગ વ્યકિતઓના કલ્યાણ માટે પારિતોષિક વર્ષ-૨૦૨૩ માટે જુદી જુદી કેટેગરીમાં રાજયકક્ષાના દિવ્યાંગ પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. જેમા નોકરી કરતા દિવ્યાંગ કર્મચારીઓ અને સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓને દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને નોકરીએ રાખતા નોકરીદાતાઓ અને દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને પ્લેસમેન્ટ અપાવતા પ્લેસમેન્ટ ઓફિસર “રાજય કક્ષા” ના પારિતોષિક માટેની અરજી નિયત નમૂનામાં અલગ -અલગ રજૂ કરવાની રહેશે. તેમજ દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નમૂનો ખાતાની વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in ઉપરથી અથવા નજીકના જિલ્લાની રોજગાર કચેરીઓ ગીર સોમનાથ માંથી “વિના મૂલ્યે” તા.૨૪/૧૧/૨૦૨૩ સુધીમાં મળી શકશે .અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસની અંદરનું દાકતરી પ્રમાણપત્ર અને અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્રો, દિવ્યાંગતા દર્શાવતા પોસ્ટ કાર્ડ સાઈઝના ફોટા સહિત બિડાણમાં સામેલ રાખવાના રહેશે. નોકરીદાતા તેમજ પ્લેસમેન્ટ ઓફિસરે પણ ફોર્મમાં દર્શાવેલ કૉલમ મુજબની પૂરેપુરી વિગતો જણાવવી તેમજ તેને સંબંધિત જરૂરી બિડાણી અચૂક સામેલ કરવાના રહેશે. ભરેલા અરજી પત્રકો સાધનિક દસ્તાવેજોસહિત બે નકલમાં સંબંધિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગીર સોમનાથમાં મોડામાં મોડા તા.૨૪/૧૧/૨૦૨૩ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે.
તદુપરાંત અધૂરી વિગતવાળી નિયત સમય મર્યાદા બાદની આવેલ અરજી જીલ્લા રોજગાર કચેરી ગીર સોમનાથ ખાતે સ્વીકારવામાં આવશે નહીં. વધુ માહિતી માટે જરૂર જણાય તો નજીકની જિલ્લા રોજગાર કચેરી ગીર સોમનાથ નો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.
