Tuesday, September 8News That Matters

ભાવનગર જિલ્લામાં ગત વર્ષે સરસ્વતી સાધના યોજના અંતર્ગત કુલ ૬,૬૨૩ કન્યાઓને સાયકલ સહાય અપાઇ

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

       આજના સમયમાં લોકોની જીવન શૈલી આરામદાયી બની છે. જે સ્વાસ્થ માટે હાનિકારક છે. ટેકનોલોજીના ઉપયોગ વધ્યો છે તો વાહનોનો ઉપયોગ પણ દિવસે દિવસે વધી રહ્યો છે તેનાથી સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે તેમજ બેઠાડું જીવનશૈલીને લીધે અનેક બીમારીઓ પણ ઘર કરી રહી છે

આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા વાહનોના ઉપયોગથી પર્યાવરણ પણ પ્રદૂષિત થઈ રહ્યું છે. શરીરને સ્વસ્થ રાખવા માટે સાયકલ ચલાવવી શ્રેષ્ઠ છે. સાયકલ ચલાવવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ માટે દર ૩ જૂને વિશ્વ સાયકલ દિવસ જૂની ઉજવવામાં આવે છે.

સ્કૂલે જતી કન્યાઓને શાળાએ જવામાં અગવડતા પડે નહીં એ હેતુથી સરસ્વતી સાધન સહાય યોજના હેઠળ સાયકલ આપવામાં આવે છે.

ભાવનગર જિલ્લામાં ધોરણ – ૯ માં પ્રવેશ મેળવતી કન્યાઓને વિકસતી જાતી કલ્યાણ ખાતા તરફથી વર્ષ -૨૦૨૨-૨૩ માં કુલ-૬૦૭૪ અને અનુસૂચિત જતી કલ્યાણ ખાતા દ્વારા એસ. સી. ની કન્યાઓને ૫૪૯ સાયકલ સહાય વિતરણ કરવામાં આવી છે. આ યોજના થકી શાળાએથી દુર રહેતી દિકરીને શિક્ષણ મેળવવામાં અગવડતા રહે નહીં અને શાળાએ અવર જવર કરવા માટે અનુકુળતા રહે છે. તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

વિશ્વ સાયકલ દિવસની ઉજવણી પાછળ ઘણા હેતુઓ છે. જેનો મુખ્ય હેતુ સાયકલથી આરોગ્યની સાથે સાથે પર્યાવરણને થતા ફાયદાઓ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે. ઓછી આવક ધરાવતા લોકોના કિસ્સામાં મોટું વાહન ખરીદવાને બદલે સાયકલ તેમના માટે પરિવહનનું સાધન બની જાય છે.


દુનિયાભરમાં પર્યાવરણ-પ્રદૂષણની સમસ્યા અને લોકોના આરોગ્ય સામે જોખમ વધી રહ્યા છે. તેવા સમયમાં ‘સાયકલ’ ફાયદાકારક છે. સાયકલમાં ડીઝલ અને પેટ્રોલની જરૂર પડતી ન હોવાથી ઈંધણનો ખર્ચ પણ બચી જાય છે. સાયકલ ચલાવવાથી આરોગ્યલક્ષી ઘણા શારીરિક અને માનસિક ફાયદા થાય છે. સાયકલ પર્યાવરણ અને આરોગ્ય બંને માટે ફાયદાકારક છે.

ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *