Monday, February 16News That Matters

ભાવનગરમાં એમ. જે. કોલેજ ઓફ કોમર્સ ખાતે તા. ૨૦ મે ના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૫ એકમ (કંપની) માં, માર્કેટીંગ એક્જેક્યુટીવ, ઓફીસ એક્જેક્યુટીવ, ટેલિકોલર(ડીજિટલ ઓફિસર), ટ્રેઈની કેન્દ્ર મેનેજર, સેલ્સ પ્રમોટર, સ્ટોર એક્ઝીક્યુટીવ, આઇ.ટી.આઇ ઓપરેટર, કમ્પ્યુટર ઓપરેટર વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે.

જેમાં ૧૦ પાસ, ૧૨ પાસ, આઇટીઆઈ, ડિપ્લોમાં, ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૨૦/૦૫/૨૦૨૩ (શનિવાર), સમય: સવારે ૧૦:3૦ કલાકે, એમ. જે. કોલેજ ઓફ કોમર્સ, વિદ્યાનગર, જિ. ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૫ (પાંચ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક(રોજગાર)ની યાદીમાં જણાવવામાં આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *