Sunday, February 15News That Matters

દબાણ હટાવ શાખાની તા. ૧૬-૦૫-૨૦૨૩ અને તા. ૧૭-૦૫-૨૦૨૩ દરમ્યાન કરવામાં આવેલ કામગીરી

હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ

           રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા. ૧૬/૦૫/૨૦૨૩ અને તા. ૧૭/૦૫/૨૦૨૩ સુધીની  રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન,  અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

રસ્તા પર નડતર રૂપ ૧૪ રેકડી/કેબીન તે નંદનવન રાણી ટાવર ચોક,કાલાવડ રોડ આત્મિય કોલેજ પાસે,હાથીખાના ચોક,જ્યુબેલી માર્કેટ,ગાયત્રીનગર, આનંદ બંગલા ચોક,લાખાજીરાજ રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી  અન્ય ૧૦૯ પરચુરણ ચીજ વસ્તુઓ  જે કાલાવડ રોડ આત્મિય કોલેજે પાસે,બાલાજી મંદીર પાસે કરણસિંહજી રોડ,જંકશન રોડ,હોસ્પિટલ ચોક,ગાયત્રીનગર મેઈન રોડ,આનંદ બંગલા ચોક,કેનાલ રોડ,ગુંદાવાડી મેઈન રોડ,બાપુનગર મેઈન રોડ,એરપોર્ટ રોડ,હોસ્પિટલ ચોક,ઢેબર રોડ,જ્યુબેલી રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી, ૧૫૫ કી.ગ્રા. શાકભાજી-ફળો તે જ્યુબેલી,આંનદ બંગલા ચોક,લક્ષ્મિનગર નાલુ,હોસ્પિટલ ચોક,પારેવડી ચોક માથી જપ્ત કરવામાં આવ્યા હતા, રૂ.૨૬,૨૫૦/-મંડપ કમાન છાજલી ચાર્જ તે મવડી મેઈન રોડ,નંદનવન,સ્પિડવેલ પાર્ટી પ્લોટ,લાખાજીરાજ રોડ પાસેથી વસુલ કરવામાં આવ્યો હતા, રૂ.૪૦૦૦/- વહિવટી ચાર્જ તે મવડી મેઈન રોડ,નંદનવન કલેક્ટર ઓફિસ રોડ,જુમ્મા મસ્જિદ, ઢેબર રોડ પરથી વસુલ કરવામાં આવ્યો હતો, અને ૨૬૧ બોર્ડ-બેનર તે રૈયા રોડ,જ્યોતીનગર,નંદનવન મેઈન રોડ,ભાવનગર રોડ,ભગવતી પરા,કોઠારીયા રોડ પરથી જપ્ત કરવામા આવ્યા હતા.

                                                        

વિગત સંખ્યા/રકમ
રેકડી/કેબીન ૧૪
પરચુરણ માલ-સામાન ૧૦૯
શાકભાજી/ફળ ૧૫૫
મંડપ-કમાન છાજલી રૂ.૨૬,૨૫૦/-
વહિવટી ચાર્જ રૂ.૪૦૦૦/-
બોર્ડ-બેનર ૨૬૧

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *