Tuesday, February 17News That Matters

ઝાંરખડ રાજ્યની મહિલાને પોતાના પરીવાર સાથે મિલન કરાવતુ ડાંગ સખી વન સ્ટોપ સેન્ટર

હિન્દ ટીવી – ગુજરાતી, સુરત 

          ઝાંરખડ રાજ્યની મહિલાને પોતાના પરીવાર સાથે મિલન કરાવતુ ડાંગ સખી વન સ્ટોપ સેન્ટર – આહવા તાલુકાના ધવલીદોડ ગામના બસ સ્ટેશન પરથી તા. 08 /03/2023 ના રોજ આશરે 42 વર્ષીય એક અજાણ મહિલા મળી આવી હતી. જે મહિલાને મહિલા અને બાળ વિકાસ અઘિકારી કચેરી આહવા-ડાંગ ના માર્ગદર્શન હેઠળ ચાલતા સખી વન સ્ટોપ સેન્ટર આહવા ખાતે લાવી આશ્રય આપવામા આવ્યો હતો. અહિ સેન્ટરના કાઉન્સેલર દ્વારા આશ્રિત મહિલાનુ કાઉન્સેલિંગ કરતા મહિલાએ પોતાનુ નામ કૌશલ્યારાણાબેન મનોજભાઈ મિસ્ત્રી, રહેવાસી ઝારખંડ રાજ્યના કોડેરમા જિલ્લાના વતની હોવાનુ જણાવેલ હતુ. આ મહિલા સાથે વધુ વિગતે વાતચીત કરતા જણાયુ કે તેઓનુ માનસિક સંતુલન બરાબર ન હોવાથી અન્ય બીજી કોઈ પ્રાથમિક માહિતી મળી ના સકી માટે તેને આશ્રિત તરીકે રાખવામા આવી હતી. તે ઉપરાંત મહિલાને આહવા જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે પણ રાખવામા આવી હતી.

આશ્રિત મહિલાનુ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી દ્વારા અવાર નવાર કાઉન્સેલિંગ કરતા મહિલાના પરિવારના સભ્યો વિશે, તેમના કામકાજ વિશે, તેમજ સગા-સંબંધીઓ વિશે વિસ્તૃત માહિતી એકત્રિત કરી સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક ચૌધરી સ્મિતાબેન દ્વારા ઝારખંડ રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસનો સંપર્ક કર્યો જે બાદ તેઓના તેમના સફળ પ્રયાસથી આશ્રિત મહિલાના પરિવારજનોની માહિતી મળી હતી. આશ્રિત મહિલા બિહાર રાજ્યના ગયા જિલ્લાના મોહનપુર તાલુકાના સિંધુગઢ અંબાતારી ગામના વતની હોવાનુ જાણવા મળ્યુ હતુ, ત્યારબાદ તેમના પરિવારજનોને ટેલિફોનિક સંપર્ક કર્યા બાદ મહિલાના પતી તેઓને લેવા માટે આવ્યા હતા. જે બાદ મહિલાના પતી સાથે સુખદ મિલન કરાવ્યુ હતુ. મહિલાના પતીએ આહવા ડાંગ જિલ્લાના વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ વિકાસ કચેરી અને સખી વન સ્ટોપ સેન્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *