Wednesday, February 18News That Matters

એસ.આર.પી.ગ્રુપ – ૧૩ના આપદા મિત્રોને તેમજ બોમ્બે સિલ્વર એપાર્ટમેન્ટના સ્થાનિક રહેવાસીઓને અને ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફિસ ખાતે ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ

રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે (૧) તા.૨૭/૦૩/૨૦૨૩ ના રોજ બોમ્બે સિલ્વર એપાર્ટમેન્ટ, સેટેલાઇટ ચોક, મોરબી રોડ, રાજકોટ (૨) એસ.આર.પી.કેમ્પ ગ્રુપ – ૧૩ આપદા મિત્રો, ઘંટેશ્વર, રાજકોટ (૩) ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફીસ, રેસકોર્ષ રીંગ રોડ, રાજકોટ ખાતે ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા સ્વેચ્છીક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આવશે.

ઉપરોક્ત ફાયર સેફટીની તાલીમ દરમ્યાન તા.૨૭/૦૩/૨૦૨૩ ના રોજ (૧) બોમ્બે સિલ્વર એપાર્ટમેન્ટ, સેટેલાઇટ ચોક, મોરબી રોડ, રાજકોટ ખાતે મોકડ્રીલમાં અંદાજે ૨૦ થી ૨૫ રહેવાસીઓ (૨) ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફીસ, રેસકોર્ષ રીંગ રોડ, રાજકોટના અંદાજે ૫૦ જેટલા અધિકારી/કર્મચારીઓ મોકડ્રીલમાં તથા (૩) એસ.આર.પી.કેમ્પ ગ્રુપ – ૧૩ આપદા મિત્રો, ઘંટેશ્વર, રાજકોટ જેટલા ૬૦ આપદા મિત્રો તાલીમ તથા મોકડ્રીલમાં જોડાયેલ. જે મોકડ્રીલમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના તા.૨૭/૦૩/૨૦૨૩ ના રોજ (૧) બોમ્બે સિલ્વર એપાર્ટમેન્ટ, સેટેલાઇટ ચોક, મોરબી રોડ, રાજકોટ (૨) એસ.આર.પી.ગ્રુપ – ૧૩ આપદા મિત્રો, ઘંટેશ્વર, રાજકોટ ખાતે ઈ.સ્ટેશન ઓફિસર આર.પી.જોષી ફાયરમેન વિપુલભાઈ, જગદીશભાઈ, કિશોરભાઈ, ડ્રાઈવર મહેશભાઈ (૩) ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફીસ, રેસકોર્ષ રીંગ રોડ, રાજકોટ ખાતે સ્ટેશન ઓફિસર આર.એ.જોબણ, સામત મોઢવાડિયા, ડ્રાઈવર સંજય મઠિયા તથા ટ્રેનર સહિતના સ્ટાફ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસર નો ઉપયોગ કેવી રીતે કરવોજાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો  તે અંગે તાલીમનું આયોજન કરવામા આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *