Wednesday, February 18News That Matters

વન વર્લ્ડ ટીબી સમીટમાં ઝળક્યું ગીર સોમનાથ, રાષ્ટ્રીય કક્ષાએ મળ્યો સિલ્વર મેડલ

હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ

વિશ્વ ક્ષય દિન નિમિતે વારાણસી ખાતે વન વર્લ્ડ ટીબી સમીટનું આયોજન થયુ હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લાનાં વર્ષ ૨૦૧૫થી વર્ષ ૨૦૨૨ દરમિયાન ટીબીના નવા કેસોમાં ૩૦ ટકા જેવો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો જેને અનુલક્ષી ગીર સોમનાથ જિલ્લાએ નેશનલ કક્ષાએ સિલ્વર મેડલ કેટેગરીમાં સમાવેશ કરી સિલ્વર મેડલ મેળવ્યો છે.

આ કામગીરી હેઠળ તા.૨૬/૧૨/૨૦૨૨થી તા.૧૩/૦૨/૨૦૨૩નાં સમયગાળા દરમિયાન ગીર સોમનાથ જિલ્લાનાં ૯ ગામોમાં/ સુત્રાપાડા વોર્ડ ૦૧ વિસ્તારમાં સબ નેશનલ સર્ટીફીકેટ અંતર્ગત ઘરે ઘરે સર્વેલન્સ કરવામાં આવેલ. જેમાં ૧૦૦૦૦ ઘરનું સર્વેલન્સ કરવામાં આવેલ અને ૧૯૧ સ્પુટમ સેમ્પલ કલેકશન કરવામાં આવેલ. જેને અતિ આધુનિક જીન એક્સપર્ટ મોલેક્યુલર ટેસ્ટ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં ૦૭ નવા કેસ નોંધાયેલ હતા.

આ સમગ્ર હકિકતને અનુલક્ષી સેન્ટ્રલ ટીબી ડીવીઝન દ્વારા ધારાધોરણને પૂર્તતા કરતા હોય અને આ સમગ્ર કામગીરીનું સુપરવિઝન અને મોનીટરીંગ તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારી અને ડબ્લ્યુએચઓનાં કન્સલ્ટન્ટનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું. આ તમામ કામગીરી ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર રાજદેવસિંહ ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

આ તકે ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીજિલ્લા ક્ષય અધિકારી, પ્રોગ્રામ ઓફિસર, તમામ તાલુકા આરોગ્ય અધિકારીમેડીકલ ઓફિસરકોમ્યુનીટી હેલ્થ ઓફિસરશ્રીસુપરવાઈઝરજિલ્લા ક્ષય કેન્દ્ર સ્ટાફતાલુકા કક્ષાના ટીબી સુપરવાઈઝરટીબી હેલ્થ વિઝીટરમલ્ટી પર્પઝ હેલ્થ વર્કરફીમેઇલ હેલ્થ વર્કરઆશા બહેનો વેગેરેના અથાગ પરીશ્રમનો ફળ સ્વરૂપે આ મેડલ મળેલ છે. આ તકે તમામના સહયોગનો આરોગ્ય વિભાગે હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *