Sunday, February 15News That Matters

શહેરની વિવિધ નવ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજાઈ

હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ

            રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા તા. ૦૬-૦૩-૨૦૨૩ ના રોજ ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના ઉચ્ચ માર્ગદર્શન હેઠળ શહેરની વિવિધ હોસ્પિટલો જેવી કે (૧) ઓમ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ, લાખના બંગલા પાસે, ગાંધીગ્રામ મેઇન રોડ, (૨) સૌમ્ય હોસ્પિટલ, નિર્મલા રોડ (૩) શૈશવ હોસ્પિટલ પાણીના ઘોડા પાસે, પેડક રોડ (૪) આયુષ્માન હોસ્પિટલ, ૮૦ ફૂટ રોડ, (૫) નેનો હોસ્પિટલ, દેવપરા શાક માર્કેટ પાસે, કોઠારિયા રોડ, (૬) કોરોના વોર્ડ, સિવિલ હોસ્પિટલ, મોચી બજાર, (૭) જેઠવાણી હોસ્પિટલ, ૫ – જંકશન પ્લોટ, (૮) સ્મિત મધુરમ હોસ્પિટલ, કુવાડવા રોડ, (૯ ) આર.બી.કોઠારી, વિદ્યાનગર મેઇન રોડ, રાજકોટ ખાતે ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું.

        ઉપરોક્ત મોકડ્રીલ દરમ્યાન વિવિધ ૯ (નવ) હોસ્પિટલોમાં ડોકટર તથા નર્સીંગ સ્ટાફ તેમજ અન્ય સ્ટાફને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસરએચ પી ગઢવી, આર એ વિગોરા, એફ આઇ લુવાની, એમ.કે.જુણેજા, એ.કે.દવે, એ.એસ.બારૈયા, એ.બી.ઝાલા, આર.એ.જોબણ, ઈ.સ્ટેશન ઓફિસર આર.પી.જોષી તથા લીડીંગ ફાયરમેન અને ફાયરમેન સહિતના સ્ટાફ દ્વારા હોસ્પિટલમાં આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેનાં સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસર નો ઉપયોગ કેવી રીતે કરવો અને દર્દીઓને કઇ રીતે બચાવવા તે અંગે મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *