આંતરરાષ્ટ્રીય સ્તરે કિક બોક્સિંગમાં ગુજરાતની પ્રથમ દિકરી કુ. મનીષા વાળા ભારતનું પ્રતિનિધિત્વ કરશે
હિન્દ ટીવી- ગુજરાતી, ગીર-સોમનાથ
આંતરરાષ્ટ્રીય સ્તરે કિક બોક્સિંગમાં ગુજરાતની પ્રથમ દિકરી કુ. મનીષા પ્રાંચીબેન વાળા ભારતનું પ્રતિનિધિત્વ કરશે. મૂળ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની મનીષા ૭મી ઈન્ટરનેશનલ તુર્કિસ ઓપન કિક બોક્સિંગ વર્લ્ડ કપમાં રમતી જોવા મળશે. આ માટે મનીષા એ આજે તુર્કીના ઈસ્તાંબુલ જવા માટે દિલ્હીથી ઉડાન ભરી હતી.
આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં દુનિયાભરના ૪૮ દેશો ભાગ લઈ રહ્યા છે. જેમાં ભારતના નવ જેટલા ખેલાડીઓ ભાગ લેવા જઈ રહ્યા છે તેમાં ગુજરાતની એકમાત્ર મનીષા વાળા છે, ભારે સંઘર્ષ બાદ આગળ આવેલી મનીષા કહે છે કે, કોઇપણ ખેલાડીનું દેશને રિપ્રેઝન્ટ કરવાનું સ્વપ્ન હોય છે. તેમ આજે મારુ સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યું છે. પણ હજુ ઘણી જ સફર ખેડવાની બાકી છે તેમ જણાવતા મનીષા એ કહ્યું કે, તે આ ટુર્નામેન્ટમાં મારુ શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે તમામ પ્રયાસો કરીશ. તેમજ મને જે આ આંતરરાષ્...



