Saturday, February 14News That Matters

ફિલ્મ 83નું ટીઝર રિલીઝ:

મેકર્સે ટીઝરમાં કપિલનો મેજિકલ કેચ દેખાડ્યો, જાણો કઈ રીતે કપિલ દેવના તે કેચે અપાવ્યો હતો પહેલો વર્લ્ડ કપ.

https://www.youtube.com/watch?v=ThKNjV723yI

  • 24 ડિસેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ 83માં કપિલ દેવનો રોલ રણવીર સિંહ ભજવી રહ્યો છે.

1983 વર્લ્ડ કપ જીતની વાત લઈને આવી રહેલી ફિલ્મ ’83’નું ટીઝર શુક્રવારે રિલીઝ થયું છે. આ ટીઝર રિલીઝ થયાને થોડાં જ કલાકોમાં લગભગ 6 લાખ લોકોએ જોઈ લીધું છે. ટીઝરમાં કપિલ દેવનો તે મેજિકલ કેચ દેખાડવામાં આવ્યો છે, જેનાથી મેચમાં ઐતિહાસિક ટર્ન જોવા મળ્યો અને ભારત પહેલો વર્લ્ડ કપ જીતવામાં સફળ થયું. આ મેચમાં મોહિંદર અમરનાથે 26 રન બનાવ્યા હતા અને માત્ર 12 રન આપીને 3 વિકેટ લીધી હતી. મોહિંદર અમરનાથને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યા હતા. વાંચો, આ કેચની સંપૂર્ણ કહાની…

ફાઈનલમાં ઈન્ડિયાની પોઝિશન શું હતી?
વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ ભારતે 183 રન બનાવ્યા હતા. ટીમ તરફથી સૌથી વધુ રન બનાવ્યા હતા કે. શ્રીકાંતે. તેને 57 બોલમાં 7 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 38 રન બનાવ્યા હતા. દિગ્ગજ બેટ્સમેનથી સજ્જ એવી વેસ્ટઈન્ડિઝની ટીમ સામે ભારતીય ટીમનો સ્કોર સાવ સામાન્ય હતો.

ચેઝ દરમિયાન વેસ્ટઈન્ડિઝની સ્થિતિ શું હતી?
વેસ્ટઈન્ડિઝની શરૂઆત સારી ન હતી. પહેલી વિકેટ ગોર્ડન ગ્રિનિઝ તરીકે માત્ર 5 રનમાં જ પડી હતી, પરંતુ તે બાદ આવેલા લિજેન્ડ વિવિયન રિચર્ડ્સ અને ડેસમંડ હેન્સની સાથે મળીને 45 રનની ભાગીદારી કરી હતી. જે બાદ હેન્સ આઉટ થતાં ક્રીઝ પર કેપ્ટન ક્લાઈવ લોઈડ અને રિચર્ડ્ઝ ક્રીઝ પર હતા.

ભારતની સામે શું મુશ્કેલી હતી?
વિવિયન રિચર્ડ્સ 7 ચોગ્ગા લગાવીને 33 રન પર રમી રહ્યાં હતા અને તેની સાથે ક્લાઈવ લોઈડ. તે સમયે એવું લાગતું હતું કે વેસ્ટઈન્ડિઝની ટીમ સહેલાયથી રન ચેઝ કરી લેશે, કેમકે રનરેટ પણ સાડા ત્રણથી ઓછી હતી.

વિવિયનની વિકેટ અને મેચમાં આવ્યો ટર્નિંગ પોઈન્ટ
કેપ્ટન કપિલ દેવે મદન લાલને ઓવર આપી. મદન લાલે ઓફ સ્ટમ્પ પર ગુડલેન્થમાં બોલ ફેંક્યો, જે ઈન સ્વિંગ થયો હતો. વિવિયને મિડ વિકેટ ઉપર પુલ શોટ મારવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ બેટમાં યોગ્ય રીતે ન આવ્યો અને મિડ વિકેટ પર ઊભેલા કપિલે પાછળની તરફ દોડતાં કેચ પકડ્યો હતો. જે બાદ વેસ્ટઈન્ડિઝના બેટ્સમેન ભારતીય બોલર્સ સામે ટકી શક્યા ન હતા અને આખી ટીમ 52 ઓવરમાં 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

 

કેમ ટોપ ક્લાસનો ગણાય છે કપિલનો તે કેચ?
વિવિયનનો શૉટ હવામાં ઘણો જ ઉપર ગયો હતો. કપિલ ઊંધો દોડતા દોડતા લગભગ 20 ગજ સુધી દોડીને કેચ પકડ્યો હતો. આ કેચ ઘણો જ મુશ્કેલ હતો જે કપિલ પાજીના જુસ્સાથી આસાન બન્યો હતો. લગભગ 20 ગજ સુધી ઊંધા દોડીને કપિલે આ કેચ પકડ્યો તે દરમિયાન તેઓએ બોલ પરથી પોતાની નજર એક ક્ષણ માટે પણ હટાવી ન હતી.

કપિલની સ્પીચ- જેને ટીમમાં જુસ્સો ભરી દીધો
ફાઈનલ મુકાબલામાં સૌથી વધુ રન બનાવનાર પૂર્વ ભારતીય ઓપનર શ્રીકાંતે અનેક વખત પોતાના ઈન્ટરવ્યૂમાં કપિલની મોટિવેશનલ સ્પીચનો ઉલ્લેખ કર્યો છે. શ્રીકાંતે કહ્યું હતું કે 193 રન પર સમેટાયેલી ભારતીય ટીમને જીતની કોઈ આશા જ ન હતી. વેસ્ટઈન્ડિઝની ટીમની સામે તો ક્યારેય નહીં. જે બાદ કપિલે પોતાની ટીમ સાથે વાત કરી. કપિલે એમ તો ના કીધું કે ભારત આ મેચ જીતશે, પરંતુ તેઓએ કહ્યું હતું- ભલે જ આપણે 183 રનમાં આઉટ થઈ ગયા પરંતુ આ મેચમાં હાર માનવાની બદલે આપણે લડી લઈશું.

શ્રીકાંતે કહ્યું હતું કે કપિલ દેવના આ શબ્દ ભારતીય ટીમમાં જુસ્સો ભરવા માટે પુરતા હતા. આ શબ્દ ભારતીય ક્રિકેટ અને ભારતીયો માટે ટર્નિંગ પોઈન્ટ બની ગયા. તે પણ તે સમયે જ્યારે ક્રિકેટમાં વેસ્ટઈન્ડિઝ, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો દબદબો હતો.

રણવીર ભજવી રહ્યો છે કપિલ દેવનો રોલ
24 ડિસેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ 83માં કપિલ દેવનો રોલ રણવીર સિંહ ભજવી રહ્યો છે. તેમની પત્નીની ભૂમિકામાં દીપિકા પાદુકોણ છે. તાહિર રાજ ભસીન ગાવસ્કર, શાકિબ સલીમ મોહિંદર અમરનાથ, હાર્ડી સંધૂ મદન લાલ, બોમન ઈરાની ફારુખ એન્જિનિયર, પંકજ ત્રિપાઠી ટીમ મેનેજરની ભૂમિકામાં છે.

તસવીરોમાં જુઓ 1983ના વર્લ્ડ કપની જીત…

વિવિયન રિચર્ડ્સનો કેચ પકડ્યા બાદ કપિલ દેવને અભિનંદન આપવા દર્શક પણ મેદાનમાં ધસી આવ્યા હતા.
વિવિયન રિચર્ડ્સનો કેચ પકડ્યા બાદ કપિલ દેવને અભિનંદન આપવા દર્શક પણ મેદાનમાં ધસી આવ્યા હતા.
રોજર બિન્નિને વિકેટની શુભેચ્છા આપવા માટે આખી ટીમ ભેગી થઈ ગઈ હતી.
રોજર બિન્નિને વિકેટની શુભેચ્છા આપવા માટે આખી ટીમ ભેગી થઈ ગઈ હતી.
જીત પછી ફાઈનલ મેચના સ્ટમ્પ્સ ઉખેડતા ભારતીય ટીમના ખેલાડી.
જીત પછી ફાઈનલ મેચના સ્ટમ્પ્સ ઉખેડતા ભારતીય ટીમના ખેલાડી.
ફાઈનલ જીત્યા બાદ સ્ટેન્ડમાં બેઠેલા દર્શકો ગ્રાઉન્ડમાં દોડી આવ્યા હતા.
ફાઈનલ જીત્યા બાદ સ્ટેન્ડમાં બેઠેલા દર્શકો ગ્રાઉન્ડમાં દોડી આવ્યા હતા.
પ્રૂડેન્શિયલ વર્લ્ડ 1983ની ટ્રોફી જીત્યાં બાદ લોર્ડ્સની બાલકનીમાં ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવ.
પ્રૂડેન્શિયલ વર્લ્ડ 1983ની ટ્રોફી જીત્યાં બાદ લોર્ડ્સની બાલકનીમાં ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવ.
ટ્રોફીની સાથે કપિલ દેવ અને મોહિન્દર અમરનાથ.
ટ્રોફીની સાથે કપિલ દેવ અને મોહિન્દર અમરનાથ.
વર્લ્ડ કપ જીત્યા બાદ સેલિબ્રેશન કરતી કપિલ એન્ડ ટીમ.
વર્લ્ડ કપ જીત્યા બાદ સેલિબ્રેશન કરતી કપિલ એન્ડ ટીમ.
1983નો વર્લ્ડ કપ ભારતને અપાવનાર ઈન્ડિયન ટીમ
1983નો વર્લ્ડ કપ ભારતને અપાવનાર ઈન્ડિયન ટીમ
1983નો વર્લ્ડ કપ જીત્યા બાદ તે સમયના ભારતના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કપિલ અને તેમની ટીમને અભિનંદન આપ્યા હતા.
1983નો વર્લ્ડ કપ જીત્યા બાદ તે સમયના ભારતના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કપિલ અને તેમની ટીમને અભિનંદન આપ્યા હતા.

Source by @divybhaskar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *