Saturday, February 14News That Matters

શેરબજારમાં બ્લેક ફ્રાઈડે

નવા વેરિયન્ટના ભયથી સેન્સેક્સમાં 1688 અંકનો કડાકો, નિફ્ટી 17026 પર બંધ; ઈન્ડસઈન્ડ બેન્ક, મારુતિ સુઝુકીના શેર ઘટ્યા

  • ​ડો.રેડ્ડી લેબ્સ, નેસ્લે, સિપ્લા, TCS, ડેવિસ લેબ્સના શેર વધ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 1688 અંક ઘટી 57107 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 510 અંક ઘટી 17026 પર બંધ રહ્યો હતો.

ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, મારૂતિ સુઝુકીના શેર ઘટ્યા
સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, મારૂતિ સુઝુકી, બજાજ ફાઈનાન્સ, NTPC સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 6.21 ટકા ઘટી 899.50 પર બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ 5.36 ટકા ઘટી 1110.80 પર બંધ રહ્યો હતો. જોકે ડો.રેડ્ડી લેબ્સ, નેસ્લે સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ડો.રેડ્ડી લેબ્સ 3.35 ટકા વધી 4746.50 પર બંધ રહ્યો હતો. નેસ્લે 0.35 ટકા વધી 19255.00 પર બંધ રહ્યો હતો.

ઘટાડાના ત્રણ કારણ
1. નવો કોવિડ વેરિયન્ટ
દક્ષિણ આફ્રિકામાં કોરોનાવાઈરસનો નવો વેરિયન્ટ મળ્યો છે. વેરિયન્ટ બહાર આવ્યા પછી ભારત સરકારના સ્વાસ્થ્ય સચિવે નિર્દેશ બહાર પાડ્યો છે કે ભારત આવતા તમામ ઈન્ટરનેશનલ મુસાફરોની સઘન કોરોના તપાસ કરવામાં આવે.

2. FII સેલિંગ
NSEની પાસે ઉપલબ્ધ આંકડાઓ મુજબ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર(FPI)એ ઘરેલુ સ્ટોક્સમાં 2300.65 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું છે. આ વેચાણ ડોમેસ્ટિક ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સની ખરીદીથી વધુ છે. વેચાણે રોકાણકારોના ઉત્સાહને પણ ઘટાડ્યો છે.

3. એશિયન માર્કેટ્સના નબળા સંકેત
તમામ એશિયન માર્કેટમાં પણ ઘટાડાનું વલણ છે, જેની અસર ઘરેલુ બજાર પર પણ જોવા મળી રહી છે. SGX નિફ્ટી, નિક્કેઈ, સ્ટ્રેટ ટાઈમ્સ, હેંગસેંગ, તાઈવાન વેટેડ, કોસ્પી, શંઘાઈ કમ્પોઝિટ તમામમાં 1-2 ટકાનો ઘટાડો છે.

એશિયાઈ બજારોમાં પણ ઘટાડો
એશિયાઈ બજારોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. નિક્કેઈ 225માં 2 ટકાથી વધુ નબળાઈ છે. સ્ટ્રેટ ટાઈમ્સ અને હેંગસેંગમાં 1 ટકાથી વધુ ઘટાડો છે. તાઈવાન વેટેડ, કોસ્પી અને શંઘાઈ કમ્પોઝિટમાં પણ નબળાઈ જોવા મળી રહી છે. અમેરિકાનાં બજાર ગુરુવારે બંધ હતાં, જોકે આગામી દિવસમાં આવનારા મોંઘવારી ડેટા પર સૌની નજર છે.

ગુરુવારે સેન્સેક્સ 454 અને નિફ્ટી 121 અંક વધ્યો હતો
ભારતીય શેરબજારો ગુરુવારે વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ 454 અંક વધી 58795 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 121 અંક વધી 17536 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર રિલાયન્સ, ITC, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, કોટક મહિન્દ્રા સહિતના શેર વધીને બંધ રહ્યા હતા. રિલાયન્સ 6.10 ટકા વધી 2494.40 પર બંધ રહ્યો હતો. ITC 1.49 ટકા વધી 231.30 પર બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક, મારુતિ સુઝુકી, ICICI બેન્ક, HUL, એક્સિસ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 1.27 ટકા ઘટી 959.10 પર બંધ રહ્યો હતો. મારુતિ સુઝુકી 1.23 ટકા ઘટી 7569.95 પર બંધ રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *