Thursday, June 4News That Matters

Health

PC & PNDT એકટ અંતર્ગત જિલ્લા એડવાઈઝરી કમિટિની બેઠક મળી

PC & PNDT એકટ અંતર્ગત જિલ્લા એડવાઈઝરી કમિટિની બેઠક મળી

Health
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત        ગર્ભસ્થશિશુના જાતિ પરીક્ષણ અટકાવવા, સમાજમાં પુરૂષ અને સ્ત્રીનું પ્રમાણ સંતુલન જળવાય રહે તે હેતુથી સરકાર દ્વારા PC & PNDT એકટ-૧૯૯૪ અમલમાં છે, જે અન્‍વયે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા એડવાઇઝરી કમિટિની બેઠક ડો.વીણાબેન દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને મળી હતી. બેઠકમાં ૧૪ અરજીઓને બહાલી આપવામાં આવી હતી. PC & PNDT એકટ હેઠળ જમા થતી રજિસ્‍ટ્રેશન ફી ની નાણાકીય સમીક્ષા કરવામાં આવી હતી.          આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડૉ.અનિલ પટેલ, નવી સિવિલના બાળરોગ વિભાગના વડા અને પ્રોફેસર ડો.જિગીષા પાટડીયા, નવી સિવિલના માઈક્રોબાયોલોજી વિભાગના હેડ અને પ્રોફેસર ડો.સુમૈયા મુલ્લા, ડો.વર્ષા ઠક્કર, ડો.અજય શ્રીવાસ્તવ ઉપસ્થિત રહયા હતા....

જન્માષ્ટમીના તહવારોને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ સાથે સર્વેલન્સ ચેકિંગ

Health
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ        જન્માષ્ટમી તહવારોને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતા, ફૂડ સેફ્ટી ઓફિસર કે.એમ.રાઠોડ, કે.જે.સરવૈયા, આર.આર.પરમાર તથા ફૂડ વિભાગની ટીમ સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અશોક ગાર્ડન પાસે, ઉમાકાંત પંડિત, ઉદ્યોગનગર. લક્ષ્મીનગર મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ સંજયભાઈ ટાંકની માલિકી પેઢી "શ્રીરામ ગૃહ ઉદ્યોગ" (વિમલ નમકીન) ની સ્થળ તપાસ કરવામાં આવેલ. સદરહુ ઉત્પાદક પેઢીમાં વિવિધ પ્રકારના ફરસાણ, મીઠાઇનું ઉત્પાદન -સંગ્રહ કરી વેચાણ કરતાં હોવાનું માલૂમ પડેલ. તપાસ કરતાં પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ પેક્ડ નમકીન- ફરસાણ પેકિંગ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે ઇંગ્રેડિયન્ટસ લોટ કોર્ડ બેચ નંબર એકપાયરી ડેટ કે ઉત્પાદન અંગેની કોઈ પણ વિગતો છાપેલ ન હોવાનું માલૂમ પડેલ તેમજ સાથળ પર ફરસાણમાં વપરાશમ...

પવિત્ર શ્રાવણ માસ તથા તહેવારોને અનુલક્ષીને ફરાળી વાનગીઓ તથા મીઠાઇઓનું વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં ફૂડ વિભાગ દ્વારા ચકાસણી

Health
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ  · પવિત્ર શ્રાવણ માસ તથા તહેવારોને અનુલક્ષીને ફરાળી વાનગીઓ તથા મીઠાઇઓનું વ્યાપક પ્રમાણ માં વેચાણ થતું હોય રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નીચે મુજબની વિગતે તપાસ કુલ ૩5 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 06 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તથા સ્થળ પર કુલ 40 કિ.ગ્રા. અખાદ્ય વાસી ચીજોનો નાશ કરવામાં આવેલ. તેમજ ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ 26 નમૂના લેવામાં આવેલ. · નમુનાની કામગીરી :        ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ 26 નમૂના લેવામાં આવેલ :- 1. સાબુદાણા ચેવડો (લુઝ): સ્થળ- ધારેશ્વર ફરસાણ, ભક્તિનગર સર્કલ, રાજકોટ. 2. રાજગરાનો ચેવડો (લુઝ): સ્થળ- ગોરધનભાઈ ગોવિંદજી ચેવડાવાળા, રિધ્ધિ સિધ્ધી કોમ્પ્લેક્ષ, ગીતાનગર મેઇન રોડ, રાજકોટ. 3. ફરાળી પેટીશ (લુઝ):...
ઘોઘા ICDS દ્વારા તાલુકા કક્ષાની મિલેટસ-૨૦૨૩ સ્પર્ધાનું આયોજન કરાયું

ઘોઘા ICDS દ્વારા તાલુકા કક્ષાની મિલેટસ-૨૦૨૩ સ્પર્ધાનું આયોજન કરાયું

Health
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર  આજ રોજ ઘોઘા ICDS પરિવાર દ્વારા ઘોઘા તાલુકા કક્ષાની મિલેટસ-૨૦૨૩ સ્પર્ધાનું ઘટક કક્ષાનું આયોજન ઘોઘા જુનું તાલુકા પંચાયત માં ઘટક ઓફિસમાં આઈ.સી.ડી.એસ. ઘોઘા સી.ડી.પી.ઓ. અને ઓફીસ સ્ટાફ દ્વારા ખુબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિવધ મીલેટસમાથી બનાવેલ વાનગીઓ જેવી કે, કોદરી માંથી બનેલ વેજીટેબલ ખીચડી, બાજરીનાં લોટ અને સરગવાનાં પાન માંથી બનાવેલ મુઠીયા, સરમિયા, ભજીયા, શીંગભજીયા, ભડકું, મોરિયાનાં ઉત્ત્તાપમ, રાજગરાની ભાખરી, સામામાંથી બનેલ ખીચડી, રવાનાં ગુલાબ જાંબુ, રાગીનો સિરો, રાગી અને રવાનાં ઢોકળા સહિતની વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી. તેમાંથી ત્રણ આંગણવાડી વર્કર બહેનો વિજેતા બન્યા હતા તેમને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ઘોઘા ઘટકના ઇન્ચાર્જ CDPO મીનાબેન પંડ્યા, આંકડા મદદનીશ ઉર્મિલાબેન સોલંકી, મુક્યસેવિકા હસ્તીબેન હ...

આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ 2023 પ્લાસ્ટિક બેગના વિકલ્પ તરીકે શું વાપરી શકાય ? ચાલો જાણીએ

Health
હિન્દ ટીવી - ગુજરાતી , અમદાવાદ             વિશ્વભરમાં ત્રીજી જુલાઈ 'આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે વિશ્વભરમાં પ્લાસ્ટિક બેગોના વપરાશથી પર્યાવરણને થતા નુકસાન સામે લોકોને માહિતગાર કરીને પ્લાસ્ટિક બેગોનો વપરાશ અટકે તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે તો આ તબક્કે એવો સવાલ થાય કે રોજિંદા જીવનના ભાગ સમાન બનેલી પ્લાસ્ટિક બેગ ન વાપરવી હોય તો તેના સ્થાને બીજું શું વાપરી શકાય ? તો ચાલો આજે જાણીએ સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગ(પોલી ઇથીલીન અથવા પોલીથીન બેગ્સ) ના એવા વિકલ્પો વિશે જે પર્યાવરણ માટે પણ ફાયદારૂપ છે અને પ્લાસ્ટિક બેગ જેટલા જ ઉપયોગી છે. 1) રી-યુઝેબલ કોટન બેગ્સ - બાયોડિગ્રેડેબલ - રી-યુઝેબલ (પુનઃ વપરાશ કરિશકાય તેવી) - નેચરલ અને રીન્યુએબલ સોર્સમાંથી બનાવી શકાય - પર્યાવરણ માટે લાભદાયી - ગ્રોસરી, શાકભાજી સહિત ઘરગથ્થુ વપરાશ માટે ઉપયોગી સ્લીવ સાથેની કોટન બેગ્સ બો...

‘વિશ્વ યોગ દિવસ’ નિમિત્તે આજે ભાવનગર શહેર અને જિલ્લો ખરા અર્થમાં ‘યોગમય’ બન્યો

Health
વિશ્વ યોગ દિવસે ભાવેણુ બન્યું 'યોગમય' હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક સ્થળોએ યોગ દિવસની ઉજવણીમાં અનેક લોકો સહભાગી થયા તે સૌ માટે પ્રેરણારૂપ છે તેમ, આજે ૯ મા વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે ભાવનગરમા જિલ્લા કક્ષાની ઉજવણી સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને નગરપાલિકા કક્ષાની ઉજવણી મોર્ડન સ્કુલ સિદસર ખાતે કરવામાં આવી હતી 'વિશ્વ યોગ દિવસ' નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો યોગ વિશેનો વીડિયો સંદેશ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સુરત ખાતેથી વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંબોધનનું પણ જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યું હતું. ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા તમામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની શાળાઓ, અમૃત સરોવર બોરતળાવ, પરશુરામ પાર્ક સુભાષનગર, તખ્તેશ્વર મહાદેવ મંદિર, વિક્ટોરિયા નેચરલ પાર્ક, સરદારબાગ (પીલ ગાર્ડન), તમામ વ...

યોગ પહેલા, દરમિયાન અને યોગ બાદ ધ્યાન માં રાખવા જેવી અનેક બાબતો નું વિશ્લેષણ

Health
આંતરરાષ્ટ્રીય યોગ દિન હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર            આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિન નિમિતે દેશભરમાં યોગ ઉત્સાહીઓ યોગ થી થતા પ્રત્યક્ષ ફાયદા નું પ્રસ્તુતીકરણ કરશે ત્યારે યોગ કરતા પહેલા, યોગ દરમિયાન અને યોગ બાદ ધ્યાનમાં રાખવાની અનેક બાબતો વિષે જાણકાર હોવું જરૂરી છે. ત્યારે આ વિષે શિક્ષણ આપતા અષ્ટાંગયોગ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક જાનવી પ્રતિભા મહેતા નીચે મુજબ ઉલ્લેખિત મુદ્દાઓ ઉપર ધ્યાન આપવાનું જણાવે છે. જાનવી પ્રતિભા મહેતા પ્રમાણે યોગ વર્ગ માં જતાં પહેલા આટલું ધ્યાન રાખવું જોઈએ : (૧) યોગાસન ખાલી પેટ અથવા હળવા પેટે કરવું આવશ્યક છે. યોગાભ્યાસના ત્રણ કલાકથી ઓછા સમય પહેલા કોઈપણ ભારે ભોજન ન લેવું. જો કે પ્રેક્ટિસના એક કલાક પહેલા સુધી થોડું ફળ સ્વીકાર્ય છે. (૨) યોગ વર્ગ સુધી લઈ જતા દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવો. વ્યાયામ કરતા પહેલા પેટ અને મૂત્રાશયને ભરવાથી અસ્વસ્થતા ઉત્પન્ન થઈ શકે છે...

રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૧૨/૦૬/૨૩ થી તા.૧૮/૦૬/૨૩) દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી

Health
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ             ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે.મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે.રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. મચ્છર જન્ય રોગોઅઠવાડિક પોઝિટિવ કેસની...

સાંસદ મિતેષભાઈ પટેલની ઉપસ્થિતિમાં વાસદ ખાતે સીટી સર્વેનો માર્ગદર્શન કેમ્પ યોજાયો

Health
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ આણંદ જિલ્લાના જનસામાન્યને તેમના પ્રશ્નોનું ગામમાં જ નિરાકરણ મળી રહે તે માટે સાંસદ મિતેષભાઈ પટેલની સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટની કચેરી, આણંદને કરવામાં આવેલી રજુઆત થકી વાસદ ગ્રામ પંચાયત ખાતે સીટી સર્વે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ આણંદના વાસદમાં વર્ષ 2001-02માં સિટીસર્વે સર્વેયર દ્વારા ક્ષતિપૂર્ણ સર્વે થયો હતો.જને કારણે નાગરિકોની મિલકતોના માલિકી હકોમાં મોટા ફેરફારો નોંધાયા હતા.વખતો વખત આ પ્રશ્નો અને ક્ષતિઓના નિરાકરણ માટે છેલ્લા બે દાયકાથી નાગરિકો પીડાતા હતા. ગાંઠના ખર્ચે સરકારી કચેરીઓના ઘક્કે ચઢી ધન અને સમયનો ખૂબ વ્યય થતો હતો.આ બાબતે સાંસદને વારંવાર રજૂઆતો થઈ હતી પરંતુ કેસ ની સંખ્યા પણ મોટી હોઈ સાંસદ દ્વારા કલેકટર અને અન્ય સંબંધિત વિભાગ સાથે આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી હતી અને જે મુજબ વાસદ ગ્રામ પંચાય...

સુરતના શિક્ષક રક્તદાતા શ્રીધરભાઈ ૨૦૬ વાર સિંગલ ડોનર પ્લેટલેટ્સ, આઠ વાર પ્લાઝમા અને ૨૫ વખત રક્તદાન કરી સમાજ માટે બન્યા પ્રેરણાસ્ત્રોત

Health
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત            કાર્લ લેન્ડસ્ટેઇનરના સન્માનમાં તા.૧૪મી જૂને વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી થઈ હતી. આ વર્ષની વિશ્વ રક્તદાન દિવસની થીમ ‘ગીવ બ્લડ, ગીવ પ્લાઝ્મા, શેર લાઈફ, શેર ઓફન’ છે, ત્યારે સુરતના આવા જ એક શિક્ષક રક્તદાતા શ્રીધરભાઈ કોન્ટ્રાક્ટર સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. રક્તદાતા શ્રીધરભાઈએ જણાવ્યું કે, ૨૦૦૫માં પિતાને એક સાથે આઠ યુનિટ જરૂર પડતા રક્તનું સાચું મૂલ્ય જાણવા મળ્યું, ત્યાર પછી સુરતની વિવિધ બ્લડ બેન્કમાં અને રક્તદાન કેમ્પમાં અત્યાર સુધી ૨૦૬ વાર સિંગલ ડોનર પ્લેટલેટ્સ, આઠ વાર પ્લાઝમા અને ૨૫ વખત રક્તદાન કર્યું છે. સિંગલ ડોનર પ્લેટલેટ્સ એ આપણી મરજી મુજબના સમયે આપી શકતા નથી, એટલે જે તે બ્લડ બેંકમાં સ્વૈચ્છિક રક્તદાન માટે દાતાએ નામ નોંધણી કરાવવી જોઈએ. શ્રીધરભાઈએ વધુમાં કહ્યું હતું કે, શિક્ષક હોવાના નાતે વિદ્યાર્થીઓ સાથે સતત સંપર્કમાં રહેતા હોવાથી કોલેજ ...