Tuesday, September 8News That Matters

Gujarat

તા.૨૮ જૂનનાં રોજ આઇ.ટી.આઇ. સિહોર ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦3 એકમ (કંપની)માં મશીન ઓપરેટર, VMC ઓપરેટર, એન્જીનીયર, ટ્રેનીંગ કેન્દ્ર મેનેજર વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં આઈ.ટી.આઈ. (ફીટર/વેલ્ડર/ડીઝલ મિકેનિક), ડીપ્લોમા મિકેનિકલ VMC ઓપરેટરનો કોઇપણ કોર્સ/અનુભવ, ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૨૮/૦૬/૨૦૨૩ (બુધવાર), સમય: સવારે ૧૦:3૦ કલાકે,આઈ. ટી. આઈ. શિહોર, જિ.ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 3 (ત્રણ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવેલ છે....

રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૧૯/૦૬/૨૩ થી તા.૨૫/૦૬/૨૩) દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ                ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. મચ્છર જન્ય રોગો અઠ...

આણંદના ત્રણોલમાં ઇન્દિરા આવાસના રહેણાક મકાનમાં ગેરકાયદેસર મદ્રેસા ઊભી કરતા સ્થાનિકો ભડક્યા, અટલ હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા ડીડીઓને રજૂઆત કરાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ             આણંદના ત્રણોલ જેવા નાનકડા ગામમાં એક વિધર્મી રહીશે સરકારી આવાસ રહેણાક મકાનમાં મઝાર અને મદ્રેસા ઊભી કરી દેતા આસપાસના વિસ્તારોમાં આક્રોશ ફેલાયો છે. વિધર્મી કટ્ટરવાદી તત્વોની વધતી જતી ગુનાહિત પ્રવુતિઓએ બહુમતી હિન્દુ સમાજ આક્રોશિત થયો છે અને સમગ્ર પંથકમાં કોમી વાતાવરણ તંગ બન્યું છે. આ અંગે અટલ હિન્દુ રક્ષક સમિતિ ના સંસ્થાપક અને ભાજપ યુવા નેતા પિંકલ ભાટિયાની આગેવાનીમાં જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ગ્રામ્ય સ્તરે ગેરકાયદેસર રીતે વધતી જતી કટ્ટર ઇસ્લામિક ગતિવિધિ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ઉગ્ર માંગ કરી છે. ચરોતર પંથક માં ગ્રામ્ય સ્તરે વિધર્મી તત્વો કટ્ટર ગતિવિધિઓ પગપેસારો કરી રહી છે.જીલ્લામાં લવજેહાદ, લેન્ડજેહાદના કિસ્સા વધી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી જિલ્લામાં ક્યાંકને ક્યાંક કોમી છમકલાંને પગલે બહુમતી નાગરિક સામાજમાં અશાંતિ ફેલાઈ રહી છે...

જન સંપર્ક અભિયાન રથનુ ઓડમા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી,આણંદ            માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વના સુશાસન કાર્યકાળના ૯ વર્ષ પૂર્ણ થતાં ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અઘ્યક્ષ મયંકભાઈ નાયક બક્ષીપંચ મોરચા દ્વારા દરેક લોકસભા બેઠક પર બક્ષીપંચ મોરચા જન સંપર્ક અભિયાન રથ શરૂ કરવામા આવેલ છે, જેમા દરેક ગલીએ ગલીએ અને ગામડે ગામડે ફરી ને સરકારની યોજનાના લાભાર્થીઓની મુલાકાત કરવામાં આવે છે, અને લોકો ને મોદી સરકારના વિકાસના કામોની વાતો કરવામા આવે છે. આજરોજ જન સંપર્ક અભિયાન રથ ઓડ શહેરમાં આવેલ અને ઓડ શહેર ભાજપ બક્ષી પંચ મોરચા દ્વારા તેનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ જન સંપર્ક અભિયાન રથ માં આણંદ જિલ્લા લોકસભાના પ્રચારક પધારેલ ભદ્રેશભાઈ રાણા,આણંદ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ દીનેશભાઈ પઢિયારનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમા ઉપસ્થિત ઓડ શહેર બક્ષીપંચ મોરચા પ્રમુખ બાબુભાઈ ખાલોટીયા,ઓડ શહેર સંગઠન પ્રમુખ ભ...

સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે યોજાશે જિલ્લા કક્ષા યુવા મહોત્સવ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ            ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત વિભાગ નવી દિલ્હી અંતર્ગત જિલ્લા યુવા અધિકારીઓની કચેરી,નેહરુ યુવા કેન્દ્ર,જુનાગઢ દ્વારા સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળ ખાતે તા.૨૮-૦૬- ૨૦૨૩ના રોજ ૧૪ થી ૨૯ વર્ષના ભાઈઓ/બહેનો માટે જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ વક્તૃત્વ સ્પર્ધા, મોબાઈલ ફોટોગ્રાફી, કાવ્ય લેખન, ચિત્ર સ્પર્ધા તથા પ્રાચીન રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. સ્પર્ધાના નિયમો તથા વધુ વિગત માટે મોબાઈલ નંબર ૭૦૪૩૭૧૫૧૯૦ સવારે ૧૦ થી ૫ વાગ્યા સુધીમાં સંપર્ક કરવો.           આ તમામ સ્પર્ધાઓમાં રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર દ્વારા વિજેતાઓનું બહુમાન કરવામાં આવશે. ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ તા.૨૬-૦૬-૨૦૨૩ સુધીમાં સાંજે ૪ વાગ્યાની સમયમર્યાદામાં સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળ ખાતે આધારકાર્ડની નકલ તથા પાસપોર્ટ ફોટો સાથે રૂબરૂ આવીને ફૉર્મ ભરવાનું રહેશે....

ગીર સોમનાથ ઉમરેઠી પાટીયાથી તાલાળા-કેનાલ પુલીયા સુધીના અનધિકૃત દબાણ હટાવવા સૂચના

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ             રાવળથી તાલાળા જતાં રસ્તામાં ઉમરેઠી પાટીયાથી તાલાળા – કેનાલ પુલીયા સુધી રસ્તાની બન્ને બાજુ અનઅધિકૃત બાંધકામ જેવા કે, દુકાન, કાચી દિવાલ, છાપરા વગેરે વધતુ અટકાવવું ખુબ જ જરૂરી હોય અને વરસાદી પાણીનો પણ યોગ્ય રીતે નિકાલ કરી શકાય તેવી વ્યવસ્થા સારૂ રસ્તાની બન્ને બાજુ રસ્તાના મધ્યબિંદુથી હાલ પૂરતુ ૩૦ ફુટ જેટલી જગ્યા ખુલ્લી કરવા જણાવવામાં આવે છે. જેથી વરસાદી પાણીનો કાચી ગટર કરીને યોગ્ય જગ્યાએ નિકાલ કરી શકાય. જો આ દબાણ ૩૦ દિવસમાં દૂર કરવામાં નહિ આવે તો સરકારના નિયમ મુજબ પોલીસની મદદ મેળવી જે તે વ્યકતિના ખર્ચે અને જોખમે દૂર કરવામાં આવશે. જેની તમામ લાગુ પડતા વ્યક્તિએ નોંધ લેવી એવું નાયબ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન પેટા વિભાગ વેરાવળની યાદીમાં જણાવવામાં આવેલ છે....

જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ              જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને ઈણાજ જિલ્લા સેવા સદન ખાતે રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં માર્ગ સલામતીના ધોરણોનું અપગ્રેડેશન, ગતિમર્યાદાને કારણે થતાં અકસ્માત નિવારણ તેમજ કાળજીના પગલા તરીકે સ્પીડબ્રેકર મૂકવા જેવા સ્થળોની સમીક્ષા કરવામાં આવી હતી સાથે જ કલેક્ટરશ્રીએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ અકસ્માતના કિસ્સામાં કારણ ઓળખી મિનિમમ રિસ્પોન્સ ટાઈમમાં પરિણામ મેળવવા તેમજ અતિભયજનક વળાંક પર માર્કિંગ કામગીરી અને જિલ્લામાં બ્લેકસ્પોટ ઓળખી કાર્યવાહી કરવા જેવા ટ્રાફિક નિયમન અને રોડ સેફ્ટી અંગેના પગલાઓ અંગે સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓને સૂચનાઓ આપી માર્ગદર્શિત કર્યા હતાં.          જ્યારે રોડ સેફ્ટી અંતર્ગતની આ બેઠકમાં સહાયક પ્રાદેશિક વાહન ...

સ્માર્ટ સિટી એરિયામાં રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વોર્ડ નં.૬માં ગોવિંદબાગ શાક માર્કેટ પાસે બની રહેલ અદ્યતન લાયબ્રેરી અને રૈયાગામ પાસેના વોંકળાની કામગીરીની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર આનંદ પટેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ         રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુખ સુવિધાઓમાં ક્રમશઃ વધારો કરતા રહેવા વિવિધ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવી રહ્યા છે. સ્માર્ટ સિટી એરિયામાં રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વોર્ડ નં.- ૬માં ગોવિંદબાગ શાક માર્કેટ પાસે બ્રાહ્મણીયા પરા ત્રાસીયા રોડ પર અદ્યતન લાયબ્રેરી બનાવવાની કામગીરી અને અને બિપરજોય વાવાઝોડા બાદ થયેલ કામગીરી અંગે રૈયાગામ પાસેના વોંકળાની તા. ૨૩-૦૬-૨૦૨૩ના રોજ મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલે સમીક્ષા કરી હતી તેમજ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટેની બુકો અને રેર બુક્સનો પર્યાપ્ત માત્રામાં જથ્થો જળવાઈ રહે તેમજ સ્માર્ટ સિટી એરિયામાં ચાલતી કામગીરી તાકીદે પૂર્ણ કરવા અંગે સંબંધિત અધિકારીની સુચના આપી હતી.         મ્યુનિ. કમિશનરએ વિઝિટ દરમ્યાન જણાવ્યું હતું કે, સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મદદરૂપ થઇ શકે તેવી બુકોનો પર્યાપ્ત માત્રા જથ્થો જળવ...

33 જેટલી બહેનોએ RSETI સંસ્થા ખાતે સંપૂર્ણ પણે વિનામુલ્યે રહેવા અને જમવાની સુવિધા સાથે ૩૦ દિવસની તાલીમ મેળવશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત            બૅન્ક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત તથા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI)ના સહયોગથી બહેનો માટે વિના મુલ્યે બ્યુટી પાર્લર મેનેજમેન્ટની તાલીમનો પ્રારંભ - 33 જેટલી બહેનોએ RSETI સંસ્થા ખાતે સંપૂર્ણ પણે વિનામુલ્યે રહેવા અને જમવાની સુવિધા સાથે ૩૦ દિવસની તાલીમ મેળવશે - તાપી જિલ્લાના બૅન્ક ઓફ બરોડા દ્વારા સંચાલિત RSETI ઇન્દુ ગામ ખાતે બહેનો માટે બ્યુટી પાર્લર મેનેજમેન્ટ તાલીમ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર. એચ. રાઠવાના હસ્તે તથા તાપી જિલ્લા લીડ ડિસ્ટ્રીક મેનેજર રસિકભાઈ જેઠવા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યો હતો. અધ્યક્ષસ્થાનેથી આર. એચ. રાઠવાએ બહેનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી હતી. આ સાથે RSETI સંસ્થાની કામગીરી અંગે સરાહના કરતા વધુમાં ઉમેર્યું હતું ...

ભાવનગર જિલ્લામાં રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં મકાન-એકમો ભાડે આપવાની નોંધણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર શહેર તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ જાહેર સુરક્ષા અને સલામતી માટે ગુન્હાઓ બનતા અટકાવવા અને જો બને તો તે બનાવને અંજામ આપનાર ઈસમ સુધી પહોંચવા માટે અને તેની ઓળખ મેળવવા માટે પોલીસ અધિક્ષક, ભાવનગરનાં પત્રથી રાજ્ય/જિલ્લા બહારનાં મજૂરો, કડિયા કામ, ઈંટોના ભઠ્ઠા, હોટેલ, ધાબા, રેસ્ટોરન્ટ, ફેક્ટરી, કારખાના, નાની- મોટી ખાણીપીણીની દુકાનો, લારીઓ તથા કલરકામ કરતાં કારીગરો તથા ખેત મજૂરોને રોજગારીઓ આપી રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં મકાન એકમો ભાડે રાખી રહેતા હોય તેવા વ્યક્તિઓ માટે નિયત ફોર્મ સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે તેની નોંધણી અથવા તે અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા બાબતની તથા પોલીસ અધિક્ષક, ભાવનગરના પત્રથી હોટેલ ગેસ્ટ હાઉસ, મોટા રેસ્ટોરન્ટ, બેન્કિંગ સંસ્થાઓ, એ.ટી.એમ., સેન્ટરો, મલ્ટિપ્લેક્સ, થિયેટર, લોજીંગ, બોર્ડિંગ, ધર્મશાળો, આંગડિયા પ...