Monday, September 7News That Matters

Gujarat

વેરાવળની ક્રિસ્ટલ સ્કૂલ ખાતે ‘બંધારણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી

વેરાવળની ક્રિસ્ટલ સ્કૂલ ખાતે ‘બંધારણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ ડાયરેક્ટરેટ ઓફ પ્રોસિક્યુશન, ગાંધીનગર અને ગીર સોમનાથ જિલ્લા સરકારી વકીલશ્રીની કચેરી દ્વારા‌ આજે ૭૫ માં બંધારણ દિવસની ઉજવણી વેરાવળની ક્રિસ્ટલ સ્કૂલ ખાતે કરવામાં આવી હતી. બંધારણ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં બંધારણના આમુખનું સૌએ વાંચન કર્યું હતું. કાયદાના તજજ્ઞો દ્વારા બંધારણ અને તેના સિધ્ધાંતો, નાગરિકના મૂળભૂત અધિકારો અને ફરજો અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ પી.એસ.ગઢવીએ ભારતના બંધારણના પાયાના સિધ્ધાંતોને સ્તંભ ટકાવી રાખવા તેમજ સમાજ ઘડતર માટે બંધારણની જરુરિયાત વિશે વિસ્તૃત સમજ આપી હતી. તેમણે વાણી-સ્વતંત્રતા સહિતના મૌલિક અધિકારો વિશે પણ વાત કરી હતી. વેરાવળની ક્રિસ્ટલ સ્કૂલ ખાતે યોજાયેલ 'બંધારણ દિવસ'ની ઉજવણીના અવસરે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ સુકાન્તકુમાર સેનાપતિએ અધ્યક્ષીય સંબોધન કરતાં જણાવ્યું હતું કે, બ...
ગાંધીનગર ખાતે આયોજીત ગ્રીપ સમીટમાં એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ જામનગર દ્વારા આરોગ્યને લગતા શ્રેષ્ઠ અને નવીન અભ્યાસો રજૂ કરાયા

ગાંધીનગર ખાતે આયોજીત ગ્રીપ સમીટમાં એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ જામનગર દ્વારા આરોગ્યને લગતા શ્રેષ્ઠ અને નવીન અભ્યાસો રજૂ કરાયા

Gujarat
હિન્દ ન્યુઝ, જામનગર  સંભાળની દિશામાં નવીનતા અને વિવિધ પ્રકારની આરોગ્ય સંભાળને સુદ્રઢ બનાવવા અને તેનો વ્યાપ વધારી બહોળા જન સમુદાયને લાભાન્વિત કરવા SHSRC દ્વારા ગત તા.૧૪-૧૧-૨૦૨૪ના રોજ બીજી ગ્રીપ સમિટ 2024નું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ.  જે સમિટમાં શ્રી એમ.પી. શાહ સરકારી મેડીકલ કોલેજના અનુભવી અને પ્રતિભાશાળી ફેકલ્ટીઓ દ્વારા આરોગ્યને લગતા વિવિધ પ્રકારના શ્રેષ્ઠતમ અભ્યાસો અને સંસોધનો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંના સર્વશ્રેષ્ઠ ૨ અભ્યાસોને પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમીટમાં શ્રી એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ જામનગર તરફથી ડો.નંદિની બહારી, ડો.કે.ડી.મહેતા, ડો.દિનેશ પરમાર, ડો.અનુપમા સુખલેચા, ડો.વિરલ શાહ, ડો.પ્રતિક્ષા મોદી, ડો.બલભદ્રસિંહ જાડેજા મુખ્ય પ્રસ્તુતકર્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત ડો. દિપક તિવારી, ડો. નરેશ મકવાણા અને ડો. શમીમ શેખે પણ તેમની શ્રેષ્ઠ અ...
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઐતિહાસિક પહેલ કરીને ભારતના સ્વર્ણિમ યુગની શરૂઆત કરી છે :  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઐતિહાસિક પહેલ કરીને ભારતના સ્વર્ણિમ યુગની શરૂઆત કરી છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, ભાવનગર ભારતના ખેડૂતો, ભારતની ભૂમિ, ભારતના પર્યાવરણ અને ભારતના નાગરિકોના આરોગ્યના કલ્યાણ માટે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઐતિહાસિક પહેલ કરીને ભારતના સ્વર્ણિમ યુગની શરૂઆત કરી છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મળીને પ્રાકૃતિક કૃષિને મિશન મોડમાં દેશવ્યાપી બનાવવા બદલ તેમનો અંતઃકરણ પૂર્વક આભાર માન્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક પહેલ ભારતના ખેડુતો અને કૃષિ ક્ષેત્રને નવી દિશા આપશે. આ મહત્ત્વના નિર્ણય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો હૃદયપૂર્વક આભાર માનતાં તેમણે કહ્યું કે, આ યોજના પ્રધાનમંત્રીના દુરંદેશીભર્યા નેતૃત્વને કારણે જ શક્ય બની છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કૃષિ અને ખેડૂત કલ્ય...
વલસાડ તાલુકા માં વાહન વ્યવહાર માટે બંધ કરી ડાયવર્ઝન અંગેનું જાહેરનામુ

વલસાડ તાલુકા માં વાહન વ્યવહાર માટે બંધ કરી ડાયવર્ઝન અંગેનું જાહેરનામુ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ વલસાડ તાલુકા પંચાયત કચેરીનું મકાન તોડી આ જ જગ્યા પર તાલુકા પંચાયત કચેરીનું નવુ મકાન બનાવવા માટે વલસાડ તાલુકા પંચાયત કચેરીથી જિલ્લા પંચાયત કચેરીના પાછળના દરવાજા સુધીના રસ્તાને વાહન વ્યવહાર માટે બંધ કરી ડાયવર્ઝન અંગેનું જાહેરનામુ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.આર.જ્હા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.  ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ (૨૨માં)ની કલમ ૩૩ ની પેટા કલમ-૧ (બી) અન્વયે મળેલી સત્તાની રૂએ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધી વલસાડ તાલુકા પંચાયત કચેરીથી જિલ્લા પંચાયત કચેરીના પાછળના દરવાજા સુધીના રસ્તા પરથી તમામ પ્રકારના વાહનોના આવન-જાવન માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેથી વાહન ચાલકો હવે ડાયવર્ઝન તરીકે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનથી તાલુકા પંચાયત કચેરી થઈ ડોક્ટર હાઉસ તરફથી જઈ શકશે અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનથી વલસાડ ધરમપુર રોડ થઈ કલ્યાણ બાગ તરફ થઈ જઈ શકશે....
વલસાડ જિલ્લાના તત્કાલિન કલેકટર આર.આર.રાવલની પસંદગી થતા રાજ્ય સરકાર દ્વારા રૂ. ૪૦ લાખની પ્રોત્સાહક ગ્રાંટનો ચેક આપવામાં આવ્યો

વલસાડ જિલ્લાના તત્કાલિન કલેકટર આર.આર.રાવલની પસંદગી થતા રાજ્ય સરકાર દ્વારા રૂ. ૪૦ લાખની પ્રોત્સાહક ગ્રાંટનો ચેક આપવામાં આવ્યો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ      રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીઓએ કરેલી પ્રશંસનીય કામગીરી બદલ રૂ. ૪૦ લાખની પ્રોત્સાહક ગ્રાંટ ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી હતી. જે અનુસંધાને વર્ષ ૨૦૨૦-૨૧માં વલસાડ જિલ્લાના તત્કાલિન કલેકટર આર.આર.રાવલની પસંદગી થતા રાજ્ય સરકાર દ્વારા રૂ. ૪૦ લાખની પ્રોત્સાહક ગ્રાંટનો ચેક આપવામાં આવ્યો હતો. આ ચેક રાવલે વલસાડ જિલ્લાના કલેકટરશ્રી નૈમેષ દવેને જિલ્લાના વિકાસકીય કાર્યો માટે અર્પણ કર્યો હતો....
તાપી જિલ્લાના વનસ્થલી આશ્રમશાળાના ૪૨ વિધાર્થીઓએ મહુવા તાલુકાના વડીયાના પંચસ્તરીય પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી

તાપી જિલ્લાના વનસ્થલી આશ્રમશાળાના ૪૨ વિધાર્થીઓએ મહુવા તાલુકાના વડીયાના પંચસ્તરીય પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, તાપી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે સરકાર દ્વારા સક્રીયપણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના વડીયા સ્થિત પંચસ્તરિય બાગબાની મોડેલની તાપી જિલ્લાના વનસ્થલી આશ્રમશાળા કણજોડના ધો.૧૦ના ૪૨ વિદ્યાર્થીઓ સાથે આચાર્યશ્રી ભરતભાઈ તથા શિક્ષકો સહિતના સ્ટાફગણે મુલાકાત લીધી હતી. અભ્યાસ વિષય પર તાલીમ સાથે જીવામૃતનો લાઈવ ડેમા સાથે ખેડુત પ્રકાશભાઈ પટેલે નિદર્શન કર્યું હતું. આજના અભ્યાસ કરતા યુવાનોને પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મળવાથી ભવિષ્યમાં સ્વસ્થ સમાજનું નિર્માણ થશે.તાપી જિલ્લાના વનસ્થલી આશ્રમશાળાના ૪૨ વિધાર્થીઓએ મહુવા તાલુકાના વડીયાના પંચસ્તરીય પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે સરકાર દ્વારા સક્રીયપણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના વડીયા સ્થિત પંચસ્તરિય બાગબાની મોડેલની તાપી જિલ્લાના વનસ્થલી આ...
રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આજે સમાપન

રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આજે સમાપન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભગવાન સોમનાથના સાનિધ્યમાં યોજાયેલ રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આજે સમાપન કરાવ્યું હતું.     મુખ્યમંત્રીએ રાજ્યમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી વહીવટી સુધારણા અને જનહિતકારી યોજનાઓના અમલમાં વધુ ગતિ તથા પારદર્શિતા લાવવા તથા સેચ્યુરેશન એપ્રોચ સાકાર કરવા AI ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી હતી. આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે ચિંતન શિબિરના કાયમી લોગોનું ડિજિટલ અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી દ્વારા વર્ષ 2019 થી 2024 દરમિયાન ઉત્કૃષ્ટ પ્રશાસનિક સેવાઓ બજાવનાર 20 જેટલા સનદી અધિકારીઓનું 'કર્મયોગી પુરસ્કાર'થી સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં વર્ષ 2003થી શરૂ થયેલી ચિંતન શિબિરની જ્વલંત સફળતાને પગલે અનેક એડમિનિસ્ટ્રેટિવ રિફોર્...
રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી

રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ સોમનાથ ખાતે આયોજિત ૧૧મી ચિંતન શિબિરમાં રમત-ગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં રમત-ગમતના વિકાસ માટેની ચર્ચામાં ભાગ લેતાં જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભમાં આજે ૬૫ લાખ જેટલાં ખેલાડીઓની નોંધણી થઈ ચૂકી છે.  મંત્રી સંઘવીએ રાજ્યમાંથી ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા માટે માળખાકીય સુવિધા સાથે સ્પોર્ટ્સ કલ્ચર ઊભું કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકાને ખૂબ મહત્વની ગણાવી હતી.  તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે, જિલ્લાના વહીવટી અધિકારીઓ સમયાંતરે ડી.એલ.એસ.એસ. કે સ્પોર્ટ્સ સ્કૂલની આકસ્મિક મુલાકાત લઈને સમીક્ષા કરીને ખેલાડીઓ તથા કોચને પ્રોત્સાહિત કરે તે જરૂરી છે. ...
જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ સ્વચ્છતા અભિયાનની બેઠક યોજાઇ

જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ સ્વચ્છતા અભિયાનની બેઠક યોજાઇ

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, વલસાડ     વડોદરા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા જળ સ્વચ્છતા અભિયાનની બેઠક યોજવામા આવી હતી. સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજના અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસ - ૨૦૨૪ની ઉજવણી અને हमारा शौचालय : हमारा सम्मान તા.૧૯ નવેમ્બરથી તા.૧૦ ડિસેમ્બર સુધીના અભિયાનનો શુભારંભ જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ કરાવ્યો હતો. વિશ્વ શૌચાલય દિવસને ધ્યાને રાખીને વ્યક્તિગત શૌચાલયના લાભાર્થીઓને પ્રશસ્તિપત્રો જિલ્લા વિકાસ અધિકારીના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં શ્રીમતિ મમતા હિરપરાએ ઉપસ્થિત અધિકારીઓને આ અભિયાનમાં વ્યક્તિગત, સામુહિક, આંગણવાડી, શાળાઓ અને અન્ય જાહેર શૌચાલયોની કામગીરી વિશેષ ધ્યાન રાખવા માટે જરૂરી સૂચનો કર્યા હતા.. આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ જણાવ્યું હતું કે, ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયે તારીખ ૧૯ મી ન...
સોનગઢ તાલુકામાં ખાસ ઈ કેવાયસી કેમ્પનું આયોજન કરીને કુલ ૧૧૩૧ રેશનકાર્ડ ધારકોના e-KYC ની કામગીરી

સોનગઢ તાલુકામાં ખાસ ઈ કેવાયસી કેમ્પનું આયોજન કરીને કુલ ૧૧૩૧ રેશનકાર્ડ ધારકોના e-KYC ની કામગીરી

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, તાપી     તાપી જિલ્લા કલેકટર ડો. વિપિન ગર્ગ અને જિલ્લા પુરવઠા અધિકારી ના માર્ગદર્શન હેઠળ સોનગઢના ઇન્ચાર્જ મામલતદાર સહદેવસિંહ વનાર તથા સોનગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર ધર્મેશભાઈ ગોહિલ દ્વારા તા. ૧૬મી નવેમ્બર, ૨૦૨૪ ના રોજ સોનગઢ નગરપાલિકા ખાતે સોનગઢ તાલુકાના ટી.એલ.ઈ. તથા ગ્રામપંચાયતના V.C.E. ના સહયોગથી ખાસ e-KYC કેમ્પ રાખી કુલ ૧૧૩૧ રેશનકાર્ડ ધારકોના e-KYC ની કામગીરી કરવામાં આવી હતી.  હાલ રેશનકાર્ડ ધારકોની ખરાઈ બાબતે e-KYC કરવા ફરજીયાત હોય ઇન્ચાર્જ મામલતદાર દ્વારા સોનગઢ તાલુકાના તમામ રેશનકાર્ડ ધારકો જેઓનો રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા અંતર્ગત સમાવેશ થતો હોય કે ન થતો હોય પરંતુ રેશનકાર્ડ ધરાવતા હોય તો e-KYC કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. જે e-KYC નીચે મુજબ ૪ (ચાર) રીતે કરી શકાય છે. ઘરબેઠા "My Ration" મોબાઇલ એપ્લિકેશનથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઈ શકે છે. ગ્રામ્ય સ્તરે ઈ-ગ્ર...