ઉમરપાડાના ચિતલદા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલે રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત
રાજ્યમાં કૃષિ ઉત્પાદનને વધારવા, નવીન કૃષિ તકનીકો ખેડૂત સુધી પહોંચાડવા અને ખેતી ખર્ચ ઘટાડી ખેડૂતોની આવક વધારવાના આશયથી રાજ્યભરમાં આયોજિત બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત ઉમરપાડા તાલુકાના ચિતલદા ગ્રામ પંચાયત પરીસર ખાતેથી જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલે તાલુકા કક્ષાના બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો.
મહાનુભાવોએ કૃષિ વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને રોકડ સહાય, સાધન સહાય તેમજ મંજૂરી હુકમોનું વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર આપી બહુમાન કર્યું હતું. ખેડૂતોએ ઉમરપાડા તાલુકાના શામપુરા ગામના અમરસિંગભાઈ વસાવાના મોડેલ કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી અને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રેરિત થયા હતા. આ પ્રસંગે ભાવિનીબેન પટેલે ખેડૂતોની આવક વધારવા રવિ કૃષિ મહોત્સવ અને રાજ્ય સરકારની કિસાનહિતલક્ષી યોજનાઓ મહત્વપૂર્ણ બની છે એમ જણાવી તેમણે ખેતીમાં ટ...









