Monday, September 7News That Matters

Gujarat

માત્ર રૂ. ૫/-ના નજીવા દરે પૌષ્ટિક ભોજન પૂરું પાડીને ગુજરાતના શ્રમયોગીઓની ક્ષુધા સંતોષતી “શ્રમિક અન્નપૂર્ણા યોજના”

માત્ર રૂ. ૫/-ના નજીવા દરે પૌષ્ટિક ભોજન પૂરું પાડીને ગુજરાતના શ્રમયોગીઓની ક્ષુધા સંતોષતી “શ્રમિક અન્નપૂર્ણા યોજના”

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ આગામી સમયમાં નવા ૧૦૦ ભોજન વિતરણ કેન્દ્રો શરુ કરાશે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત • ગુજરાતમાં અત્યારે ૧૯ જિલ્લામાં કુલ ૨૯૦ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત • માત્ર એપ્રિલ-૨૦૨૪ થી અત્યાર સુધીમાં જ ૭૫.૭૦ લાખથી વધુ ભોજનનું વિતરણ કરાયું • નજીવા દરે ભોજન પૂરું પાડવા રાજ્ય સરકાર પ્રતિ ભોજન ચૂકવે છે રૂ. ૩૭/-ની સબસીડી • યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ. ૧૫૦ કરોડથી વધુના ખર્ચે કુલ ૨.૯૩ કરોડથી વધુ ભોજનનું વિતરણ કરાયું...
ડાંગ જિલ્લાના આહવા ખાતે જિલ્લા કક્ષાનો ૪૮ મું ‘બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન’ યોજાયું

ડાંગ જિલ્લાના આહવા ખાતે જિલ્લા કક્ષાનો ૪૮ મું ‘બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન’ યોજાયું

Gujarat
હિન્દ ન્યુઝ, ડાંગ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરીષદ, ગાંધીનગર. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઇ, જિલ્લા પંચાયત શિક્ષમ સમિતિ, આહવા. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને સરકારી માધ્યમિક અને ઉચ્ચ્ત્તર માધ્યમિક શાળા આહવાના સંયુક્ત ઉપક્રમે આહવા ખાતે આજરોજ ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇનના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ૪૮ મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જે તારીખ ૯ થી ૧૧ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. ભારત દેશ આજે ટેક્નોલોજી ક્ષેત્રે દુનિયામાં નામ રોશન કરી રહ્યો છે. સ્વદેશી ડિઝાઇન ધરાવતું તેજસ જેટ ફાઇટર વિમાન જે ભારતમાં જ તૈયાર થયેલ છે. ત્યારે ભવિષ્યમાં દેશના ભાવી વૈજ્ઞાનિકો બનાવવા માટે બાળ વિજ્ઞાન મેળાઓ બાળકોને ખુબ જ ઉપયોગી સાબીત થશે તેમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈને આ પ્રંસગે જણાવ્યું હતું. જિલ્લાના બાળ વૈજ્ઞાનિકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓ...
ઉમરગામમાં તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ૧૬૦૦ લીટર જીવામૃતનું નિઃશૂલ્ક વિતરણ કરાયુ

ઉમરગામમાં તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ૧૬૦૦ લીટર જીવામૃતનું નિઃશૂલ્ક વિતરણ કરાયુ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના અંકલાસ ગામમાં જંગલ મોડલ ફાર્મ આધારિત પ્રાકૃતિક ખેતી કરતા હસમુખભાઈ ભંડારી દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ખેડૂતો રાસાયણિક ખાતરથી થતી ઝેરયુક્ત ખેતી છોડી ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે ખેડૂતોને વખતોવખત નિઃશૂલ્ક જીવામૃતનુ વિતરણ કરી રહ્યા છે. ઉમરગામના ધોડીપાડા ખાતે સાંસ્કૃતિક ભવનની બાજુના મેદાન પર યોજાયેલા રવિ કૃષિ મહોત્સવમાં પ્રથમ દિવસે ૮૦૦ લીટર અને બીજા દિવસે પણ ૮૦૦ લીટર જીવામૃતનું નિઃશૂલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો પ્રથમ દિવસે ૪૦૦ ખેડૂતો અને બીજા દિવસે ૩૫૦ ખેડૂતોએ લાભ લીધો હતો. એક ખેડૂત દીઠ ૧૦ થી ૫૦ લીટર સુધીનું જીવામૃતનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે ખેડૂતોને જીવામૃતથી થનારા ફાયદા અને જીવામૃત કેવી રીતે બનાવવુ તે અંગેનું માર્ગદર્શન પણ પ્રગતિશીલ ખેડૂત હસમુભા...
સુરત જિલ્લા ઓલપાડ તાલુકાના કરંજ ગામે ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત લીધી

સુરત જિલ્લા ઓલપાડ તાલુકાના કરંજ ગામે ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત લીધી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત રાજ્યના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો અંગે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન મળે તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાયકારી યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા કક્ષામાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો. જેમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે બંને દિવસો દરમિયાન ઓલપાડ તાલુકાના કરંજ ગામે મનહરભાઈ લાડના પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત ખેડુતોએ લીધી હતી. આ ફાર્મમાં ખેડુત મનહરભાઈ લાડે પ્રાકૃતિક ખેતી મોડેલ બનાવીને અનેકવિધ ફળફળાદિ પોતાના ખેતરમાં ઉગાડીને અન્યોને પ્રેરણા પુરી પાડી હતી. આ ઉપરાંત જીવામૃત, ધનજીવામૃત, દશપર્ણીઅર્ક, બ્રહમાસ્ત્ર જેવા દવાઓ ઘર બેઠા બનાવીને છંટકાવ કરવાથી રોગ જીવાત નિયંત્રણ અંગે ખેડુતોને પોતાના અનુભવો વર્ણવ્યા હતા. અને વધુમાં વધુ ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરવા માટેની પ્રેરણા પુરી પાડી હતી....
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય લાંચ – રૂશ્વત વિરોધી દિવસ યોજાયો: ગૃહમંત્રીની ઉપસ્થિતિ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય લાંચ – રૂશ્વત વિરોધી દિવસ યોજાયો: ગૃહમંત્રીની ઉપસ્થિતિ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર  પોતાના હક્કની બહારનું વધારાનું મેળવવાના શોર્ટકટ શોધનારા નૈતિકતા ગુમાવી ભ્રષ્ટ - આચારથી ભ્રષ્ટાચારને પોષે છે  આવું વાતાવરણ તોડવા મજબૂતી અને મક્કમતા નિર્ધાર થી ભ્રષ્ટાચાર સામેની લડાઈ વધુ તે જ બનાવીએ  ટીમવર્કથી અને ક્યાંય કોઈ ખચકાટ વિના કરપ્શન સામેની લડાઈ લડવામાં પાછા ના પડશો. રાજ્ય સરકાર તમારી પડખે રહેશે - ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી  લાંચ રૂશ્વત એટલે માત્ર એક શબ્દ નહીં, પરંતુ તે આપણાં સમાજમાં વિકાસના માર્ગ ઉપર રહેલું એક મોટું અવરોધ છે  સમાજના ગરીબ અને સામાન્ય વર્ગના નાગરિકોને ન્યાય અપાવવાનું અને માનવતાનો ધર્મ અદા કરવાનું કાર્ય એસીબી કરી રહી છે...
રાજ્યમાં નાર્કોટીક્સ અને મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ આચરતા રીઢા ગુનેગારોને નિયંત્રણમાં લાવવા અમલી કરેલા ‘મેન્ટર પ્રોજેક્ટ’ને પરિણામે મિલકત વિરૂધ્ધના ગુનાઓમાં ૨૨ ટકાનો થયો ઘટાડો

રાજ્યમાં નાર્કોટીક્સ અને મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ આચરતા રીઢા ગુનેગારોને નિયંત્રણમાં લાવવા અમલી કરેલા ‘મેન્ટર પ્રોજેક્ટ’ને પરિણામે મિલકત વિરૂધ્ધના ગુનાઓમાં ૨૨ ટકાનો થયો ઘટાડો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર  • છેલ્લા પાંચ વર્ષમાં બે કે તેથી વધુ મિલકત વિરૂધ્ધના ગુનામાં પકડાયેલા આરોપીઓ અને એક કે તેથી વધુ નાર્કોટીકસના ગુનામાં પકડાયેલા આરોપીઓનો આ પ્રોજેકટમાં સમાવેશ • મેન્ટર પ્રોજેકટ અન્વયે નિમણૂક પામેલા પોલીસ મેન્ટર્સને દરેક જીલ્લાઓમાં અસરકારક તાલીમ અપાઇ • આરોપી ફરીથી કોઇ ગુનો ન કરે તે સતત વોચ રાખવી અને આ આરોપીઓ ગુનાનો રસ્તો છોડી સકારાત્મક પ્રવૃત્તિમાં જોડાય તેવા પ્રયત્નો કરવાની મેન્ટરની મુખ્ય જવાબદારી...
સરકારી વિનયન કૉલેજ તિલકવાડા દ્વારા બે દિવસીય “પ્રકૃતિ શિક્ષણ શિબિર” યોજાઈ

સરકારી વિનયન કૉલેજ તિલકવાડા દ્વારા બે દિવસીય “પ્રકૃતિ શિક્ષણ શિબિર” યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ કોઈપણ વ્યક્તિના જીવનમાં ઉચ્ચ શિક્ષણ પુરૂં પાડવાનું કાર્ય કરતી કોલેજ એ માત્ર શૈક્ષણિક સંસ્થા જ નથી, પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું મહત્વનું કેન્દ્ર પણ છે. આજે સમગ્ર વિશ્વમાં જ્યારે પર્યાવરણ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી રહી છે ત્યારે પ્રકૃતિકનું જતન અને પ્રાકૃષિ ખેતી એક ઉત્તમ વિકલ્પ બની રહ્યો છે. જંગલોના સંવર્ધન અને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે કોલેજો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. સરકારી વિનયન કૉલેજ તિલકવાડા અને સામાજિક વનીકરણ વિભાગ-તિલકવાડા રેંજના સંયુક્ત ઉપક્રમે કૉલેજનાં આચાર્ય ડૉ.એમ.એમ. ડામોરના માર્ગદર્શન હેઠળ તા. ૦૬ અને ૭મી ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન બે દિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજાઈ હતી. શિબિરના પ્રથમ દિવસે અગર નમો વડ વન અને વજેરીયા પ્રકૃતિ શિક્ષણ શિબિર કેન્દ્રની સૌએ મુલાકાત લીધી હતી. જ્યાં RFO જે.એ. સોલંકીએ વિદ્યાર્થીઓને વન અને...
રાજકોટ ઝોનનો ‘ભૂલકા મેળો-૨૦૨૪’ તેમજ ‘માતા યશોદા એવોર્ડ-૨૦૨૧-૨૨’ વિતરણ સમારોહ તથા ‘પૂર્વ પ્રાથમિક શિક્ષણ સંબંધિત બાળ ઉપયોગી પ્રદર્શન’

રાજકોટ ઝોનનો ‘ભૂલકા મેળો-૨૦૨૪’ તેમજ ‘માતા યશોદા એવોર્ડ-૨૦૨૧-૨૨’ વિતરણ સમારોહ તથા ‘પૂર્વ પ્રાથમિક શિક્ષણ સંબંધિત બાળ ઉપયોગી પ્રદર્શન’

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતિ ભાનુબહેન બાબરીયાની અધ્યક્ષતામાં 'પા પા પગલી પ્રોજેક્ટ' અંતર્ગત રાજકોટ ઝોનનો ‘ભૂલકા મેળો-૨૦૨૪’ તેમજ ‘માતા યશોદા એવોર્ડ-૨૦૨૧-૨૨’ વિતરણ સમારોહ તથા ‘પૂર્વ પ્રાથમિક શિક્ષણ સંબંધિત બાળ ઉપયોગી પ્રદર્શન’ – એમ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છ મહિલાઓને માતા યશોદા એવોર્ડ, ભૂલકા મેળાની વિજેતા કૃતિઓ તથા ટી.એલ.એમ. (ટીચીંગ વિથ લર્નિંગ મટિરિયલ) નિદર્શનના વિજેતાઓને ઈનામ તથા વિવિધ યોજનાકીય સહાયનું વિતરણ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ભૂલકા મેળાના કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ ઝોનના ૧૨ જિલ્લાની વિવિધ આંગણવાડીઓનાં બાળકોની ટીમો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ સાથે રાજકોટ ઝોનના ૧૨ જિલ્લાની આઈ.સી. ડી. એસ.ની ટીમો દ્વારા ટી.એલ.એમ. (લર્નિંગ વિથ ટીચિંગ મટીરીયલ) પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મં...
જસદણ શહેર ખાતે વિવિધ વિકાસકામોનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહુર્ત કરાયું

જસદણ શહેર ખાતે વિવિધ વિકાસકામોનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહુર્ત કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જસદણ ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણ શહેરના રૂ. ૭૦૧.૦૫ લાખના ખર્ચે નિર્માણ પામનારા વિવિધ વિકાસકામોનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહુર્ત કરાયું હતું. ઉલ્લેખનીય છે કે શહેરી સડક યોજના અંતર્ગત રૂ. ૩.૪૮ કરોડના ખર્ચે ચિતલીયા રોડ પહોળો / વાઈડનીંગ કરીને વિવિધ સ્ટ્રકચર સાથે નવો બનાવવાના કામ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ રૂ. ૧.૨૦ કરોડના ખર્ચે જસદણના જુદા-જુદા વિસ્તારમાં રોડ રીસર્ફેસીંગ - વરસાદથી નુકશાન પામેલા ડામર રોડના સમારકામ, નિર્મળ ગુજરાત ૨.૦ યોજના અન્વયે રૂ. ૪૭.૧૬ લાખના ખર્ચે જસદણ નગરપાલિકામાં આટકોટ ગેટથી નવા બસ સ્ટેન્ડ સુધીના રોડને આઈકોનીક રોડ તરીકે વિકસાવવાના કામ તથા શહેરના એપ્રોચ રોડની સફાઈ કરવાના કામ તેમજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ...
૧૦ ડિસેમ્બરે મોરબીમાં બેટી બચાઓ, બેટી પઢાઓ અંતર્ગત મિશન ખાખી કાર્યક્રમ યોજાશે

૧૦ ડિસેમ્બરે મોરબીમાં બેટી બચાઓ, બેટી પઢાઓ અંતર્ગત મિશન ખાખી કાર્યક્રમ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી,  મોરબી પોલીસ સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી દીકરીઓને પ્રોત્સાહિત કરાશે મોરબીમાં ૧૦ ડિસેમ્બરના રોજ પોલીસ સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી દીકરીઓને માર્ગદર્શન આપવાના હેતુથી મિશન ખાખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા રાજ્યમાં 'બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં રાજ્યની દીકરીઓ તથા મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક બને શારીરિક રીતે સંપન્ન અને તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત બેટી બચાઓ, બેટી પઢાઓ હેઠળ દીકરીઓ પોલીસ કોન્સ્ટેબલ, પોલસી સબ ઇન્સ્પેક્ટર તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેઓ માટે ‘મિશન ખાખી’ અન્વયે તા.૧૦/૧૨/૨૦૨૪, મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે GMERS મેડીકલ કોલેજ ...