Sunday, September 6News That Matters

Gujarat

ભાવનગરના રોજગારવાંચ્છુઓ માટે રોજગારી મેળવવાની ઉમદા તક

ભાવનગરના રોજગારવાંચ્છુઓ માટે રોજગારી મેળવવાની ઉમદા તક

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી, ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા તા.૧૦/૦૧/૨૦૨૫ને શુક્રવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે,જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ-૫/૬, બહુમાળી ભવન, ભાવનગર ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૨ એકમ(કંપની)માં આઇ.ટી.આઇ. ડિપ્લોમા(ઓટોમોબાઇલ), ૧૦ પાસ, ૧૨પાસ તથા સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સર્વિસ એડવાઇઝર, સેલ્સ એક્ઝિક્યુટિવ, ઓટો મિકેનિક, હેલ્પર, એજન્ટ વગેરે જગ્યાઓ ભરવાની છે. ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૨ નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા તેમજ નોકરીદાતા, જગ્યા અને જરૂરી લાયકાત અંગેની વિસ્તૃત માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીની ટેલિગ્રામ ચેનલ EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)ની મુલાકાત લેવી તેમ,રોજગાર અધિકારી (વ્ય.મા.), ભાવનગરની અખબારી યાદીમાં જણાવ્યું છ...
ભાવનગરમાં જી.એસ.ટી. એમનેસ્ટ સ્કીમ ૨૦૨૪ અંગે વિવિધ વેપારી એસોસીએશન સાથે તા. ૧૦ જાન્યુઆરીના રોજ સેમિનાર યોજાશે

ભાવનગરમાં જી.એસ.ટી. એમનેસ્ટ સ્કીમ ૨૦૨૪ અંગે વિવિધ વેપારી એસોસીએશન સાથે તા. ૧૦ જાન્યુઆરીના રોજ સેમિનાર યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર જી.એસ.ટી. એમનેસ્ટ સ્કીમ ૨૦૨૪ (GST AMNESTY SCHME-2024) ની ટાઈમલાઇન મુજબ સ્કીમના અમલીકરણ અસરકારકને વધુ અસરકારક બનાવવા માટે પ્રમુખ, ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, પ્રમુખ, સી.એ. એસોસીએશન, ભાવનગર અને પ્રમુખ, બાર એસોસીએશન, ભાવનગર તેમજ વિવિધ વેપારી વર્ગોને જાણ કરવા માટે તા.૧૦/૦૧/૨૦૨૫ ના રોજ બપોરે ૦૪-૦૦ કલાકે સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે. GST AMNESTY SCHME-2024 ની timeline મુજબ સ્કીમના અમલીકરણને અસરકારક બનાવવાના હેતુથી એસોસીએશનો તેમજ વેપારીઓને સમય માહિતગાર કરવા માટે તા. ૧૦/૧/૨૫ ને બપોરે ૪ કલાકે ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (મોટો મીટીંગ હોલ), ૩૧૫-ત્રીજો માળ, સાગર કોમ્પલેક્ષ, જશોનાથ સર્કલ પાસે, ભાવનગર ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે...
ખેડૂત તાલીમ કેન્દ્ર, ભાવનગર ખાતે તા.૧૦મી જાન્યુઆરીએ “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન”યોજાશે

ખેડૂત તાલીમ કેન્દ્ર, ભાવનગર ખાતે તા.૧૦મી જાન્યુઆરીએ “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન”યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર આત્મા પ્રોજેક્ટ દ્વારા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત ખેડૂત તાલીમ કેન્દ્ર, શામળદાસ કોલેઝ ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં, એમ.બી.એ. ભવનની પાછળ, ભાવનગર ખાતે તારીખ ૧૦મી જાન્યુઆરી, ૨૦૨૫ને શુક્રવારના રોજ સવારે ૯:૦૦ કલાકે “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન” યોજાશે. આ કૃષિ પરિસંવાદમાં ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ સારી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે. તેમ આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરએ જણાવ્યું છે....
જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩ જાન્યુઆરીના રોજ યોજાશે

જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩ જાન્યુઆરીના રોજ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર જિલ્લા કક્ષાનો જાન્યુઆરી-૨૦૨૫ નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૩/૦૧/૨૦૨૫ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી,ભાવનગર ખાતે યોજવામાં આવનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર,નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે રજુઆત કરવાની રહેશે, અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૧/૨૦૨૫ સુધીમા કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે....
ભાવનગર ખાતે જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર ખાતે જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર                    ભાવનગર જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેકટર આર.કે.મહેતાએ સુચનો કરતાં જણાવ્યું કે, જિલ્લામાં ફેટલ ડેથ થયાં હોય તેવી જગ્યાઓની જોઈન્ટ વિઝિટ કરી જરૂરી કાર્યવાહી કરવાની સાથે ખાસ કરીને બ્લેક સ્પોટ આસપાસ વાહન ચાલકોને ચેતવણીરૂપ યોગ્ય સાઈનેજીસ લગાવવા તેમજ ડાયવર્ઝન પહેલા દૂરથી જ વાહન ચાલકોને માર્ગદર્શન મળી જાય તેમજ ડાયવર્ઝન પાસેના રોડને સ્મૂધ બનાવી વાહન સરળતાથી પસાર થાય તે પ્રકારે આયોજન કરવા ખાસ સૂચના આપી હતી.  વાહન ચાલકો સીટબેલ્ટ તેમજ હેલ્મેટ પહેરે તે તેમની જ સુરક્ષા માટે જરૂરી હોઈ તમામ લોકો રોડ સેફટીના નિયમોનું પાલન કરે તે જોવાની સાથે જિલ્લા કલેક્ટર કચેરી સહિતની કચેરીઓમાં ડ્રાઇવ યોજવા સુચના આપી હતી. રોડ સેફટીની જાણકારી લોકો ...
તળાજા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. મુ.તળાજા, જિ.ભાવનગરની વ્યવસ્થાપક સમિતિના ચૂંટાયેલા સભ્યોના નામો પ્રસિધ્ધ

તળાજા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. મુ.તળાજા, જિ.ભાવનગરની વ્યવસ્થાપક સમિતિના ચૂંટાયેલા સભ્યોના નામો પ્રસિધ્ધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.મુ.તળાજાની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણીના પરિણામની જાહેરાત ચૂંટણી અધિકારી અને મામલતદાર-તળાજાએ તા.૩૦/૧૧/૨૦૨૪થી બિનહરીફ ચૂંટણીના પરિણામની જાહેરાત નિયમ- ૩૧ અન્વયે નમૂનો-૭માં પરિણામની જાહેર પ્રસિધ્ધિ કરતાં ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમિતિની ચૂંટણી બાબતના નિયમો-૧૯૮૨ના નિયમ-૬૮ અન્વયે તળાજાના નાયબ કલેકટર, નિર્દિષ્ટ સહકારી મંડળીઓ અને ચૂંટણી સત્તાધિકારી જે.આર.સોલંકીએ વ્યક્તિ પ્રતિનિધિ વિભાગ બિનહરીફ ઉમેદવારમાં ક્રમ (1) ભાવનાબેન જયવંતસિંહ જાડેજા મું.મણાર, તા. તળાજા, ક્રમ (2) પ્રેમજીભાઇ વાલજીભાઇ બારૈયા મું. દિહોર, તા.તળાજા અને ક્રમ (3) સુરેશભાઇ ભીખાભાઇ બારૈયા મુ.પીપરલા, તા.તળાજાના સર્વે ચૂંટાયેલ સભ્યો તરીકેના નામોની યાદી પ્રસિદ્ધ કરી છે.  ...
ગારીયાધાર તાલુકાના પચ્છેગામ અને સુરનગર ગામે પી.એમ.પોષણ યોજના સંચાલકની ભરતી માટે અરજીઓ મંગાવાઈ

ગારીયાધાર તાલુકાના પચ્છેગામ અને સુરનગર ગામે પી.એમ.પોષણ યોજના સંચાલકની ભરતી માટે અરજીઓ મંગાવાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ગારીયાધાર તાલુકાના પચ્છેગામ અને સુરનગર ગામે પી.એમ.પોષણ યોજના, સંચાલકની ખાલી પડેલ જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. ગારીયાધાર તાલુકાનાં પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો) ના કેન્દ્ર નં. ૧૯-પચ્છેગામ પ્રા.શાળા ખાતે એક(૧) તથા કેન્દ્ર નં-૪૧-સુરનગર પ્રા.શાળા ખાતે એક(૧) મ.ભો.યો કેન્દ્રો ઉપર સંચાલકની નિમણૂંક કરવાની હોય, જરૂરી લાયકાત ધરાવતા ધોરણ ૧૦ પાસ, ઉ.વ. ૨૦ થી ૬૦ ની હોય તેવા ઉમેદવારોએ નિયત નમુનામાં અરજી ફોર્મ મામલતદાર કચેરી, ગારીયાધાર પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો) શાખામાંથી વિનામુલ્યે તા. ૧૩/૦૧/૨૦૨૫ થી તા.૨૩/૦૧/૨૦૨૫ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમ્યાન અરજી ફોર્મ મેળવવા તથા રજૂ કરી શકશે. સ્થાનિક વિધવા મહિલાઓને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે તેમ ગારીયાધાર મમલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે...
આણંદ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના (lAS) વિદાય સમારંભ યોજાયો

આણંદ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના (lAS) વિદાય સમારંભ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ આણંદ જિલ્લાને નવા વર્ષમાં જ મહાનગરપાલિકાનો દરજ્જો મળતા જિલ્લાને પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે મિલિન્દ બાપના (lAS)ની નિમણૂક કરવામાં આવી છે. આણંદ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના (lAS)ની બદલી થતાં તેઓની નિમણૂક આણંદ મ્યુનિસિપલ કમિશનર તરીકે થતા તેઓનો વિદાય સમારંભ આણંદ જિલ્લા પંચાયત ખાતે યોજવામાં આવ્યો હતો. આ વેળાએ જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર આર.એસ.દેસાઈ ઉપપ્રમુખ, પંચાયતનાચેરમેન, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા પંચાયતની તમામ શાખા અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહીને શુભ કામનોઓ પાઠવી હતી....
જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષપદે સ્વાસ્થય પરિષદ યોજાઈ

જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષપદે સ્વાસ્થય પરિષદ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ આણંદ જિલ્લા કલેકટરપ્રવીણ ચૌધરીના અધ્યક્ષપણા હેઠળ સરકીટ હાઉસ ખાતે સ્વાસ્થ્ય પરિષદ યોજવામાં આવી હતી. આણંદ જિલ્લામાં માતામરણ,બાળમરણ અને કુપોષણમાં ઘટાડો થાય અને પાણીજન્ય રોગોને અટકાવવા માટેના સબંધિત પરિબળો અને તેને અસરકારક નિવારણ માટે જિલ્લા કક્ષાએ સુધારાજનક પરિણામો મળી રહે તે અંગેની બહુઆયામી દ્રષ્ટીકોણથી ચર્ચા કરીને નિરાકરણ માટે સ્વાસ્થ્ય પરિષદનું આયોજન હાથ ધરાયું હતુ. આણંદ જીલ્લામાં આરોગ્ય વિષયક કામગીરી સારી કરવામાં આવી રહી છે તેમાં ઉતરોત્તર પ્રગતિ થાય અને જનસમુદાયમાં જન ભાગીદારી વધે તે માટે ધારાસભ્યઓ, તમામ શાખાના અધિકારી,વર્લ્ડ બેન્કના સભ્ય, રાજ્યના સભ્યો, NGO વિગેરે મળીને માતા મરણ અને બાળમરણ થવાના કારણો,કુપોષણ થવાના કારણો, રોગચાળા વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી અને વધુ સારી કામગીરી થાય તેમાટે સૂચનો કરવામાં આવ્યા તેમજ તે અંગે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ ...

આણંદમાં જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આંકલાવ ખાતે કરાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાના ઉજવણી આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના સરદાર પટેલ સ્પોર્ટસ એસોશિએશન ગ્રાઉન્ડ ખાતે કરાશે. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આગામી ૨૬મી જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અંગે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટરશ્રીએ રાષ્ટ્રીય પર્વની ઉજવણી ગૌરવપૂર્ણ રીતે થાય તે માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સુચનો અને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં સુરક્ષા જવાનોની પ્લાટુનની પરેડ યોજવાની સાથે વિવિધ વિભાગોના ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રમાણપત્ર આપી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત સરકારી કચેરીઓને રોશનીથી શણગારવાનું આયોજન સાથે દેશભક્તિના ગીતો સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો તથા...