Saturday, September 5News That Matters

Gujarat

જામનગરમાં જીલ્લા કક્ષાની માનસિક ક્ષતિગ્રસ્ત કેટેગરીની એથલેટીક્સ સ્પર્ધા યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર ગુજરાત રાજ્ય સરકારનાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર ગ્રામ્ય દ્વારા સંચાલીત દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ અંતર્ગત જિલ્લાકક્ષાની MR (માનસીક ક્ષતીગ્રસ્ત) કેટેગરીની એથ્લેટીક્સ સ્પર્ધાનું આયોજન શ્રી સત્યસાંઇ વિદ્યાલય ખાતે જિલ્લા રમત ગમત અધિકારી - જામનગર ગ્રામ્ય દ્વારા કરવામાં આવ્યુ હતુ. તમામ વજૂથની આ સ્પર્ધામાં કુલ ૪૫૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં વિજેતા ખેલાડીઓ રાજ્યકક્ષાએ ભાગ લેશે અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ટીમને ઇનામરૂપે રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તેમ જીલ્લા રમત ગમત અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે....

રસાયણો અને રોગોથી મુક્તિ અપાવી તંદુરસ્ત જીવનશૈલી પ્રદાન કરતી પ્રાકૃતિક ખેતી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ                  પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કર્યા વગર કુદરતી ખાતરો અને જૈવિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીમાં પ્રકૃતિના નિયમોનું પાલન કરીને અને કુદરતી રીતે ઉપલબ્ધ સંશાધનોનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવતી હોવાથી આ ખેતી પર્યાવરણને નુકસાન પહોંચાડતી નથી અને તેના દ્વારા ઉત્પાદિત ખોરાક આરોગ્યપ્રદ અને પૌષ્ટિક હોય છે.             પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત ખોરાકમાં રાસાયણિક રસાયણોનો અભાવ હોય છે, જેથી તેના દ્વારા ઉત્પાદિત ખોરાક સ્વાસ્થ્યવર્ધક અને પોષણક્ષમ હોય છે. પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ન થતો હોવાથી, તે પર્યાવરણની જાળવણીમાં પણ ઉપયોગી બને છે તેમજ આ ખેતીમાં કુદરતી ખાતરો અને જૈવિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તે જમીનની ફળદ્રુપતા જાળવે છ...

આણંદ તાલુકામાં “સ્ટોપ ધ પ્લાસ્ટિક ફલડ” થીમ અંતર્ગત પ્લાસ્ટિક પ્રદુષણ સામે જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ                  આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી શ્રી મયુર પરમાર દ્વારા આણંદ તાલુકાની શાળાઓમાં બાળકોને તથા તેમના વાલીઓને સાથે લઈને "સ્ટોપ ધ પ્લાસ્ટિક ફલડ" થીમ અંતર્ગત પ્લાસ્ટિક પ્રદુષણ સામે જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું છે. જે અંતર્ગત સમગ્ર તાલુકાની ૩૫૦ થી વધુ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ૫૦ હજારથી વધુ પ્લાસ્ટિક બોટલોનું કચરા સ્વરૂપે કલેક્શન કરવામાં આવ્યું છે. આ કલેક્શન ૧ લાખ પ્લાસ્ટિક બોટલો સુધી લઈ જવાનું લક્ષ્યાંક છે. આ અભિયાનના ઉદ્દેશ્યને સાર્થક કરવાં પ્લાસ્ટિક પ્રદૂષણને કારણે પૃથ્વીનો સર્વનાશ થતો અટકાવવાની જવાબદારી આપણા સર્વની છે, તે બાબતને વૈજ્ઞાનિક રીતે, ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા વગેરેના માધ્યમોથી હજારો વિદ્યાર્થીઓ સમજાવામાં આવી હતી. વધુમાં બાળકોએ આજીવન પ્રદૂષણની સામે લડવા માટેની મક્કમ તૈયારી બતાવ...

વિશ્વ કેન્સર દિવસ: ગુજરાતમાં કેન્સરના દર્દીઓ માટે PMJAY-MA યોજના વરદાનસ્વરૂપ, છેલ્લા છ વર્ષોમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીઓને મળી નિ:શુલ્ક સારવાર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર              વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ગરીબ અને મધ્યમ વર્ગ માટે એક વરદાન સાબિત થઇ રહી છે. દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવાતા કેન્સર દિવસના ઉપલક્ષ્યમાં આપણે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે કેવી રીતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કેન્સર જેવા ગંભીર રોગની સારવાર અને નિદાનમાં દર્દીઓ માટે એક સંજીવની બનીને ઉભરી છે. નોંધપાત્ર છે કે વિશ્વ કેન્સર દિવસ, લોકોમાં કેન્સર વિશે જાગરૂકતા, તેની સારવાર, અટકાયત અને નિદાનના મહત્વને ઉજાગર કરવા માટે સમર્પિત છે. સાથે જ, આ દિવસ વૈશ્વિક સ્તર પર કેન્સરથી પ્રભાવિત લોકોનો અવાજ ઉઠાવવા અને સસ્તી, સુલભ સ્વાસ્થ્ય સેવાઓની જરૂરિયાતને પણ દર્શાવે છે. આ વર્ષે આ દિવસને ‘યુનાઇટેડ બાય યુનિક’ થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. વિશ્વ કેન્સર દિવસના પ્રસંગે ગુજરાતમાં કેન્સરના દર્દીઓને મળી રહેલી ...

ડ્રોન દીદી: મહિલાઓના હાથમાં હવે ડ્રોન ટેકનોલોજીની કમાન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ             ભારતમાં ખેત પદ્ધતિઓને ટેક્નોલોજીના સહારે સમૃદ્ધ બનાવીને દેશનો ખેડૂતો વધુ આવક મેળવતો થાય તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ નવતર પહેલ કરી છે. ખેડૂતોની સાથે-સાથે જ ગ્રામ્ય વિસ્તારની બહેનો પણ પગભર થઈને સ્વનિર્ભર બની શકે તેવા શુભ આશય સાથે વડાપ્રધાનએ “નમો ડ્રોન દીદી યોજના”ની પ્રેરણા આપી હતી. નમો ડ્રોન દીદી યોજના એ મહિલા સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની એક મહત્વકાંક્ષી પહેલ છે. જેનો લાભ મેળવીને આજે ગ્રામ્ય વિસ્તારની અનેક મહિલાઓ “ડ્રોન દીદી” બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દરેક ક્ષેત્રે અગ્રેસર રહેતું ગુજરાત રાજ્ય “નમો ડ્રોન દીદી યોજના”ની અમલવારીમાં પણ અગ્રીમ હરોળના રાજ્ય પૈકીનું એક છે. ગુજરાતમાં અત્યારે સખી મંડળો સાથે જોડાયેલી ગ્રામ્ય વિસ્તારની ૫૮ મહિલાઓએ ડ્રોન દીદી બનીને પોતાની આવકનો નવો સ્ત્રોત ...

તાલાલાના પીખોર ગામની હાઇસ્કુલમાંથી રક્તપિત્ત સ્પર્શ લેપ્રસી અવરનેશ અભિયાનનો પ્રારંભ કરાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ              રક્તપિત્ત નાબૂદી માટે ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગ ખડેપગે કામગીરી કરી રહ્યું છે. જિલ્લામાં રક્તપિત્ત નાબૂદી માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ જિલ્લાની વિવિધ ૯૩ શાળાઓમાં રક્તપિત્ત સ્પર્શ લેપ્રસી અવરનેશ અભિયાન શરૂ કરવામાં આવશે. જેમાં તાલાલા તાલુકાના પીખોર ગામની હાઇસ્કુલમાંથી રક્તપિત્ત સ્પર્શ લેપ્રસી અવરનેશ અભિયાનનો પ્રારંભ આવ્યો છે. જિલ્લા ક્ષય અધિકારી ડો.શીતલ રામે જણાવ્યું હતું કે, રક્તપિત્ત નાબૂદી અભિયાન માટે જિલ્લાની વિવિધ ૯૩ જેટલી શાળાઓમાં રક્તપિત્ત સ્પર્શ લેપ્રસી અવરનેશ અભિયાન શરૂ કરવામાં આવશે. જેમાં આજે તાલાલાના પીખોર ગામની હાઇસ્કુલમાંથી આ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રક્તપિત્ત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અભિયાન દ્વા...

સૈયદ રાજપરા ખાતે નુક્કડ નાટકના માધ્યમથી આરોગ્યલક્ષી સમજ અપાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ           આરોગ્ય વિભાગના સાંસ કેમ્પેઇન અંતર્ગત રેકીટ ડેટોલ બનેગા સ્વસ્થ ઈન્ડીયા અને પ્લાન ઈન્ડીયાના સંયુક્ત ઉપક્રમે “સેલ્ફ કેર ફોર ન્યૂ મોમ્સ એન્ડ કિડ્સ અન્ડર ફાઈવ” કાર્યક્રમ દ્વારા ઉના તાલુકાની સૈયદ રાજપરા પ્રાથમિક શાળા ખાતે આરોગ્યલક્ષી સ્વચ્છતાનો સંદેશો આપતું નુક્કડ નાટક ભજવવામાં આવ્યું હતું. નુક્કડ નાટકમાં અભિનય દ્વારા વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનના સાત સૂત્ર અને ઓ.આર.એસ. બનાવવાની સાચી રીત, હાથ ધોવાની સાચી રીત અને ઝાડા વ્યવસ્થાપન વિશેની માહિતી સાથે ઝાડા વ્યવસ્થાપનના સાત મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ સાથે જ ન્યુમોનિયાના લક્ષણો, ન્યુમોનિયાથી બચવા માટે શું ધ્યાન રાખવુ વગેરેની સમજ આપવામાં આવી હતી. નાટક દરમિયાન કોમ્યુનીટી હેલ્થ વર્કર હેતલ મકવાણા દ્વારા હાથ ધોવાના રીત, નિર્જલીકરણ વગેરેનું ડેમોન્સ્ટ્રેશન કરી સમજ આપવામાં આવી હતી. મહિલાઓ અને...

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ કર્યો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી હતી. અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું સુદઢ આયોજન કરવામાં આવ્યું છે. હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ચાલી રહેલ ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં અત્યાર સુધી ૫૧૦૦ ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી છે. બાકી રહેલા ખેડૂતોની મગફળીની ખરીદીની કામગીરી ચાલુ છે. એક ખાતેદાર ખેડૂત પાસેથી સરકાર દ્વારા ૨૦૦ મણ મગફળી ખરીદવામાં આવે છે. અને બજાર ભાવો કરતા એક મણના ૩૦૦થી ૩૫૦ રૂપિયા વધુ આપવામાં આવતા ખેડૂતો ખુશ છે. અને ખરીદ પ્રક્રિયાથી સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. જગતના તાતને તેના પા...

જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી લોકોની રજૂઆતો સાંભળતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઇ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી.તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મંત્રીશ્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા,તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રી સમક્ષ મૂકી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,કૃષિમંત્રીશ્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ પ્રકારના લોક સંપર્કનું દર અઠવાડિયે શહેરના લાલ બંગલા સ્થિત સર્કિટ હાઉસ ખાતે આયોજન કરવામાં આવે છે.જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી પોતાના પ્રશ્નો તથા રજૂઆતો બાબતે રૂબરૂ ચર...
તાલાલા ચોકડી ખાતે આવેલ આઈ.આર.એમ.એનર્જી ગેસપંપ ખાતે ગેસ લીકેજની મોકડ્રિલ યોજાઈ

તાલાલા ચોકડી ખાતે આવેલ આઈ.આર.એમ.એનર્જી ગેસપંપ ખાતે ગેસ લીકેજની મોકડ્રિલ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, તાલાલા      ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે વેરાવળ-સોમનાથ તાલાલા બાયપાસ પર આવેલા સી.એન.જી ગેસપંપ ખાતે ગેસ લીકેજ અંગેની મોકડ્રિલ યોજાઈ હતી. આઈ.આર.એમ. એનર્જીના તાલાલા ચોકડી પર આવેલા ગેસપંપ ખાતે ગેસ લીકેજનો મેસેજ પાસ થતાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર હરકતમાં આવ્યું હતું અને આ ગેસ લીકેજને તાત્કાલિક ધોરણે અટકાવવા માટે સુરક્ષાના અટકાયતી પગલાનું નિદર્શન કર્યું હતું.   ભવિષ્યમાં ગેસ લીકેજની દુર્ઘટના બને ત્યારે જાનમાલની ખુવારી અટકાવી શકાય અને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે ડિઝાસ્ટર તંત્ર દ્વારા સમયાંતરે આ પ્રકારની મોકડ્રિલ યોજવામાં આવતી હોય છે. આ પ્રકારની મોકડ્રિલને કારણે જિલ્લામાં થનારા સંભવિત અકસ્માતને અટકાવવા સાથે સુરક્ષાના પગલા લેવાની સજ્જતા પણ કેળવી શકાય છે. આજે ગેસપંપ ખાતે ગેસ ઓપરેટરને ગેસ...