Saturday, September 5News That Matters

Gujarat

100મી ઓલ ઈન્ડિયા મેડિકલ કોન્ફરન્સ – IMA NATCON 2025 અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો

100મી ઓલ ઈન્ડિયા મેડિકલ કોન્ફરન્સ – IMA NATCON 2025 અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી-ગુજરાતી, અમદાવાદ      કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (ગુજરાત પ્રદેશ) દ્વારા આયોજિત 100મી ઓલ ઈન્ડિયા મેડિકલ કોન્ફરન્સ - IMA NATCON 2025 અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનો શપથવિધિ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, IMAના હોદ્દેદારો, દેશ-વિદેશના ડોક્ટર્સ, હેલ્થ એક્સપર્ટ, પોલિસી મેકર્સ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે યોજાયો. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી સહિતના મહાનુભાવોના વરદ્હસ્તે આ અવસરે IMAની '100 પગલાં સ્વાસ્થ્યના' પુસ્તકનું વિમોચન કરાયું. દેશમાં હોલિસ્ટિક વ્યૂ સાથે હેલ્થ ઇકોસિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે: કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લાં દાયકામાં આરોગ્ય ક્ષેત્રે અદ્યતન સુવિધાઓ, હેલ્થકેર માટેની લેટેસ્ટ ટેકનોલોજી તથા અનેક મોડર્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી આરોગ્ય સેવ...
કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યુ

કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યુ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ    કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ મહાનગરપાલિકાના ₹330 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ, ઈ-લોકાર્પણ, ગણેશજીની મૂર્તિનું અનાવરણ તથા વણઝરના પુનર્વસિત રહેવાસીઓને સનદ અર્પણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેરના પશ્ચિમ તથા દક્ષિણ-પશ્ચિમ વિસ્તારો માટે મહત્ત્વપૂર્ણ એવા વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું. વર્ષો જૂની માંગણીઓ સંવેદનશીલતાની સાથે પૂર્ણ થવાનું મુખ્ય કારણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાપિત કરેલી સંવેદનશીલ વિકાસની રાજનીતિ છેઃ કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી 2025નું વર્ષ અમદાવાદ માટે વિકાસની હેલી અને વિશ્વ કક્ષાએ ગૌરવનું વર્ષ સાબિત થયું છેઃ મુખ્યમંત્રી...
44th મી જુનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ 2025મા ભાગ લેવા માટે ગુજરાતની ટીમ વડોદરા રેલ્વે સ્ટેશન થી રવાના

44th મી જુનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ 2025મા ભાગ લેવા માટે ગુજરાતની ટીમ વડોદરા રેલ્વે સ્ટેશન થી રવાના

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી,     44મી જુનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ 2025 બેંગલુરુ, કર્ણાટક ખાતે યોજાનાર છે, જેમાં ગુજરાત ટીમના ખેલાડી ભાઈઓ અને બહેનો આજ રોજ વડોદરા રેલવે સ્ટેશનથી બેંગલુરુ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા રવાના થયા. AKFFG ના જનરલ સેક્રેટરી, સંતોષ ગરુડ દ્વારા જણાવાયું કે, 44મી જુનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ 2025 બેંગલુરુ, કર્ણાટક ખાતે તા. 31-12-2025 થી 04-01-2026 ના રોજ યોજાનાર છે, જેમાં ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી ૩૬ ટીમ આવવાની છે. આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો ખેલાડીઓ ભાગ લેવાના છે, જે ખુબ આનંદની લાગણી અનુભવાય છે. જેમાં ગુજરાત રાજ્યના ભાઈઓ અને બહેનો ખેલાડી પણ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાના છે. ગુજરાત રાજ્યના ખેલાડી ૩૦, અને કોચ-૨, મેનેજર-૨, physio-૧ આમાં ભાગ લેવા માટે વડોદરાથી રવાના થયા....
મહુડાના ફૂલોને મૂલ્યવર્ધન કરી ઔષધીય ગુણો સાથે લાડુ, ચોકલેટ, સાબુની બનાવટો મેળાની આદિવાસી અસ્મિતા

મહુડાના ફૂલોને મૂલ્યવર્ધન કરી ઔષધીય ગુણો સાથે લાડુ, ચોકલેટ, સાબુની બનાવટો મેળાની આદિવાસી અસ્મિતા

Gujarat
રાષ્ટ્રીય ઉદ્યોગ મેળો વસરાઈ હિન્દ ટીવી - ગુજરાતી, સુરત સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે યોજાઈ રહેલા રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો લોકલ ફોર વોકલ, સ્વદેશી અપનાવો નું સૂત્ર ખૂબ જ સાર્થક નીવડી રહ્યું છે. વિવિધ દેશી બનાવટોની વસ્તુઓના વેચાણ થકી આદિવાસીઓ માટે રોજગારીનો અવસર મળ્યો છે. ખાસ કરીને મહુડાના ફૂલોને ની મૂલ્યવર્ધિત બનાવટોએ આદિવાસી અસ્મિતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. આયુર્વેદમાં મહુવાના ઝાડ અને તેના ફૂલ આરોગ્યની દ્રષ્ટિએ અકસીર ગણાય છે. મહારાષ્ટ્ર પૂનાના ભાવના ઇલપાચી મહુડાના ફૂલોને મૂલ્યવર્ધન કરીને વિવિધ બનાવટો બનાવી રોજગારી મેળવી રહ્યા છે. તેઓ કહે છે કે, મહુડાના ફૂલનું મૂલ્યવર્ધિત તેલ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ ફાયદાકારક છે કમરદર્દ, ઘૂંટણના દુખાવામાં, સ્ત્રીઓને માસિક ધર્મ મુશ્કેલી દૂર કરે છે. મહારાષ્ટ્રમાં બધા સ્થળે મળે છે. મહુડાના ફૂલોના લાડુ, ચોકલેટ સ્વાદ ની સાથે આરોગ્યવર્ધક છે. ...
શિક્ષણ, સંસ્કૃતિ અને સ્વરોજગારનું સંગમ બન્યો રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો-૨૦૨૫: વિદ્યાર્થીઓની વારલી કલાને મળ્યો રાષ્ટ્રીય મંચ

શિક્ષણ, સંસ્કૃતિ અને સ્વરોજગારનું સંગમ બન્યો રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો-૨૦૨૫: વિદ્યાર્થીઓની વારલી કલાને મળ્યો રાષ્ટ્રીય મંચ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત    સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં આયોજિત ચાર દિવસીય રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા-૨૦૨૫નો પ્રારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો. આ મેળો માત્ર આદિવાસી ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ સુધી સીમિત ન રહી શિક્ષણ, સંસ્કૃતિ અને સ્વરોજગારને જોડતું એક પ્રેરણાદાયી મંચ બન્યો છે.          મેળામાં નવસારી જિલ્લાના મીયાંઝરી પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી વારલી પેઇન્ટિંગનો વિશેષ સ્ટોલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે વ્યવસાયિક કૌશલ્યનો અનુભવ અપાવવા માટે સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત દર શનિવારે ‘બેગલેસ ડે’ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં બાળકોને આનંદદાયી અને અનુભવજન્ય શિક્ષણ મળે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે....
ઉત્તરાયણ પર્વ દરમ્યાન પશુ-પક્ષીની લેવાની થતી કાળજી બાબતે જિલ્લા કલેકટર દ્વારા જાહેર જનતા માટે સંદેશ

ઉત્તરાયણ પર્વ દરમ્યાન પશુ-પક્ષીની લેવાની થતી કાળજી બાબતે જિલ્લા કલેકટર દ્વારા જાહેર જનતા માટે સંદેશ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, દાહોદ     પક્ષીઓને મુક્ત ગગનમાં ઉડવાનો અને જીવવાનો અધિકાર છે તેથી તા.૧૦ જાન્યુઆરી થી તા.૨૦ જાન્યુઆરી સુધી રાજ્યના સમગ્ર વિસ્તારને આવરી લઈ "કરૂણા અભિયાન-૨૦૨૬" કાર્યક્રમનું આયોજન હાથ ધરવા સરકારએ નિર્ણય લીધેલ છે. ઉત્તરાયણ પર્વ નિમિતે દાહોદ જીલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત જીલ્લા તેમજ તાલુકા કક્ષાએ પક્ષીઓને બચાવવા માટે જુદા-જુદા પશુ સારવાર કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવેલ છે.તેમજ માહિતીની આપ- લે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ પણ શરુ કરવામાં આવેલ છે. કરુણા અભિયાન અંતર્ગત દરેક તાલુકાઓમાં સવારે ૮:૦૦ કલાકથી રાત્રીના ૮:૦૦ કલાક સુધી તમામ ઘાયલ પક્ષીઓને વિના મુલ્યે સારવાર આપવામાં આવશે. તેથી દાહોદ જિલ્લાની તમામ જનતાને જણાવવાનું કે ઉતરાયણ પર્વ દરમ્યાન આપની આસપાસ જો ઘાયલ પશુ-પક્ષી જણાય તો નજીકના પશુ સારવાર કેન્દ્રો ખાતે પહોંચતા કરવા. પક્ષીઓ ઘાયલ થતા બચાવવા આટલું કરીએ વહેલી સવારે ...
નવસારી અને વલસાડ જિલ્લામાં સિંચાઈ સુવિધાઓના સુદ્રઢિકરણ માટે રૂ. ૨૦૦ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત સંપન્ન

નવસારી અને વલસાડ જિલ્લામાં સિંચાઈ સુવિધાઓના સુદ્રઢિકરણ માટે રૂ. ૨૦૦ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત સંપન્ન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, નવસારી રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ઉકાઈ-કાકરાપાર યોજના હેઠળ નવસારી અને વલસાડ જિલ્લાના નહેર આધુનિકીકરણ અને જળ સંચયના મહત્વકાંક્ષી કાર્યોનો 'ખાતમુહૂર્ત સમારોહ' ચીખલી તાલુકાના આમધરા ખાતે ભવ્ય રીતે આયોજિત હતો. દક્ષિણ ગુજરાતના ખેડૂતોની સુખાકારી માટે આ એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. ઉકાઈ-કાકરાપાર યોજના હેઠળ નવસારી અને વલસાડ જિલ્લામાં નહેર આધુનિકીકરણ અને જળ સંચયના કુલ ૧૫૪ કામોનું 'ખાતમુહૂર્ત અને ઈ તખ્તી અનાવરણ' આમધરા હાઈસ્કુલ ખાતે સંપન્ન થયું હતું. આ પ્રોજેક્ટ્સ પાછળ અંદાજિત રૂ. ૧૯૯.૪૨ કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેનાથી અંદાજે ૪૫૨૦.૧૭ હેક્ટર વિસ્તારની જમીનને સીધો લાભ મળશે. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી, જળ સંપતિ, પાણી પુરવઠા વિભાગ ઈશ્વરસિંહ પટેલના વરદહસ્તે ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ વિભાગ મંત્રી નરેશભાઈ પટ...
તા.૨૬થી ૨૯ ડિસેમ્બર દરમિયાન અંબિકા તાલુકાના વસરાઈ ખાતે નેશનલ ટ્રાઈબલ ટ્રેડ ફેર (NTTF-2025) યોજાશે

તા.૨૬થી ૨૯ ડિસેમ્બર દરમિયાન અંબિકા તાલુકાના વસરાઈ ખાતે નેશનલ ટ્રાઈબલ ટ્રેડ ફેર (NTTF-2025) યોજાશે

Gujarat
હિન્દ ટીવી-ગુજરાતી, સુરત     આદિવાસી કલા, સંસ્કૃતિ, સ્વરોજગાર અને ઉદ્યોગોને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવા તેમજ આદિવાસી કારીગરો અને વ્યવસાયિકોને પ્લેટફોર્મ આપી બજાર સાથે જોડવાના ઉદ્દેશ્યથી સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે દિશા ફાઉન્ડેશન દ્વારા રાજ્યમાં સૌપ્રથમવાર નેશનલ ટ્રાઈબલ ટ્રેડ ફેર (NTTF-2025) યોજાશે. સમસ્ત આદિવાસી સમાજ-ગુજરાત રાજ્ય અને સહયોગી સંસ્થાઓ દ્વારા આયોજિત ભારતના સૌથી મોટા આદિવાસી ઉદ્યોગ મેળા અને સાંસ્કૃતિક મહોત્સવનું ઉદ્દઘાટન તા.૨૬મીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટ્રેડ ફેરને ખુલ્લો મૂકવામાં આવશે, એમ આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે દ્વારા જણાવાયું છે....
કાલાવડ તાલુકા કક્ષાએ શિક્ષકોની તાલીમ યોજાઇ

કાલાવડ તાલુકા કક્ષાએ શિક્ષકોની તાલીમ યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, કાલાવડ      જી. સી. ઇ. આર. ટી. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર આયોજિત કાલાવડ તાલુકાની શિક્ષકોની તાલીમ તારીખ ૧૬ થી ૧૮ ડિસેમ્બર યોજાઇ.     આ તાલીમમાં શારીરિક શિક્ષણ, આનંદદાયી શનિવાર, યોગ તથા આપણી રમતો વિષય પર અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે શિક્ષકો અને તજજ્ઞો દ્વારા કામગીરી કરવામાં આવેલ. આ તાલીમમાં પ્રથમ દિવસે બાયસેગના માધ્યમથી રાજ્ય કક્ષાએથી માર્ગદર્શન આપવામાં આવેલ. સમગ્ર તાલીમ સમય દરમિયાન તમામ શિક્ષકો તથા તજજ્ઞોએ ઉત્સાહ પૂર્વક વિવિધ નાવિન્ય પૂર્ણ પ્રવૃત્તિઓ કરવામાં આવેલ.           આ તાલીમમાં વર્ગ સંચાલક તરીકે બીપીનભાઈ રાબડિયા, અલ્પેશભાઈ ફળદુ તથા શિવપાલસિંહ જાડેજાએ કામગીરી સંભાળી હતી. તાલીમના તજજ્ઞો તરીકે ધીરેનભાઇ પાટલિયા, જયેશભાઇ પુંભડિયા અને તેમની ટીમ દ્વારા પ્રેરણાદાયી અને ઉત્તમ કામગીરી કરવામાં આવેલ.     તમામ તાલીમાર્થ...
સ્વદેશી અભિયાન, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તથા આત્મનિર્ભર ભારત ત્રણેય ઉદ્દેશોને એક સાથે લઈ આગળ વધી રહેલા દહેગામના ખેડૂત હિતેશભાઈ પટેલ તથા તેમનો પરિવાર

સ્વદેશી અભિયાન, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તથા આત્મનિર્ભર ભારત ત્રણેય ઉદ્દેશોને એક સાથે લઈ આગળ વધી રહેલા દહેગામના ખેડૂત હિતેશભાઈ પટેલ તથા તેમનો પરિવાર

Gujarat
હિન્દ ન્યુઝ, ગાંધીનગર        ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સામેત્રી ગામે આવેલ રામભૂમિ ફાર્મ આજે પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં વિશિષ્ટ ઓળખ બનાવી રહ્યું છે. ફાર્મના સંચાલક હિતેષભાઈ પટેલ અને તેમનો સમગ્ર પરિવાર વર્ષોથી પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલો રહી આરોગ્ય, પર્યાવરણ અને સ્વાવલંબનનો સંદેશ આપી રહ્યા છે. અને આજ સંદેશ લઈ તેઓ ગાંધીનગર જિલ્લા ખાતે યોજાયેલા સ્ત્રી શક્તિ મેળામાં પરિવાર સહિત સહભાગી બન્યા છે. હિતેષભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક પદ્ધતિથી ઘઉંની વિવિધ દેશી જાતોનું ઉત્પાદન કરવામાં આવે છે. સાથે સાથે ગાય આધારિત ખેતીને કેન્દ્રમાં રાખીને ગાયના ગોબર, ગૌમૂત્ર અને માટીમાંથી અનેક ઉપયોગી અને આરોગ્યપ્રદ ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે. ફાર્મ ખાતે ગાયના ગોબર અને માટીમાંથી બનાવવામાં આવતી ધૂપ, કપ તથા અન્ય પ્રાકૃતિક ઉત્પાદનો લોકોમાં વિશેષ લોકપ્રિય બન્યા છે. આ ઉપરાંત, મકાન ક્ષેત્રમાં વરસાદી પાણીનું...