Saturday, September 5News That Matters

Gujarat

વલસાડ ખાતે 108 ની સફળ કામગીરી ને બિરદાવી 

વલસાડ ખાતે 108 ની સફળ કામગીરી ને બિરદાવી 

Gujarat
હિન્દ ટીવી-ગુજરાતી, વલસાડ      વલસાડ પાસે ગામમાંથી એક ત્રાહિત વ્યક્તિએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવ્યું હતું કે એક ૭૫ વર્ષના વૃદ્ધા એકલાં છે અને તેમની માનસીક સ્થિતિ સારી નથી. તેઓ અવાર નવાર ઘરેથી નિકળી જાય છે. તેથી તેમને મદદ કરવા અનુરોધ કરતા અભયમ ટીમ વલસાડે તેમના સાવકા દિકરાને અસરકારક વાતચીત કરી વૃદ્ધ માજીની કાળજી લેવા સંમત કર્યાં હતાં જેથી સોસાયટીના રહીશોએ અભયમની કામગીરી બિરદાવી હતી.    માહિતી મુજબ પતિના મૃત્યુ બાદ વૃદ્ધા એકલાં રહેતાં હતાં અને પતિનું જે પેન્શન આવે તેમાંથી જીવન ગુજારતા હતાં. પરતું વધતી ઉંમરની સાથે વૃદ્ધાવસ્થામાં એકલતા લાગે છે અને ચિંતિત હતાં કે આગળ હું એકલી કેવી રીતે રહી શકીશ. બીમારીમાં મારી કોણ કાળજી રાખશે આવી ચિંતામાં તેઓએ માનસીક સંતુલન ગુમાવ્યું અને વારંવાર ઘરેથી નીકળી જતાં હતા. તેથી સોસાયટીના રહીશો તેમને સમજાવી પાછા ઘેર લાવતા પરતુ તેઓની માનસિક સ્થિતિ વધુ બગ...
ભાવનગર જિલ્લાના હણોલ ગામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખેડૂતોની મુલાકાતે

ભાવનગર જિલ્લાના હણોલ ગામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખેડૂતોની મુલાકાતે

Gujarat
હિન્દ ટીવી-ગુજરાતી, ભાવનગર      ભાવનગર જિલ્લાના હણોલ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ખેડૂત કેન્દ્રિત પ્રેરક મુલાકાત, સરકારી શાળામાં સાદગીપૂર્ણ રાત્રિ રોકાણથી લઈ પ્રભાત ફેરી, સ્વચ્છતા અભિયાન અને ગૌ સેવા દ્વારા જીવંત સંદેશ આપવાની સાથે-સાથે ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધ્યો. રાજ્યપાલએ હણોલ ગામે ગાય દોહી તેમજ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનું મહત્ત્વ જણાવ્યું, સાથે જ ફિટ ઈન્ડિયા અભિયાન અંતર્ગત સાઈકલ રેલીનું પ્રસ્થાન કરાવી આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપ્યો. તાલુકા કક્ષાએ પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના વેચાણ માટે અલગ બજાર ઊભું કરવા રાજ્યપાલશ્રીનો અનુરોધ કર્યો....
સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશવા પર પ્રતિબંધ

સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશવા પર પ્રતિબંધ

Gujarat
હિન્દ ટીવી-ગુજરાતી, ભુજ    જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ, કચ્‍છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્‍તાર જેવા કે જિલ્‍લા કલેક્ટર કચેરી, જિલ્‍લા ન્‍યાયાલયની કચેરી, જિલ્‍લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલી સરકારી કચેરીઓ, ગાંધીધામ મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્‍યવહારની કચેરીઓ વગેરેમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે. તાજેતરમાં કેટલાક બનાવો પરથી આ તમામ કચેરીની આસપાસ તથા નજીકના સ્‍થળે કેટલાક વ્યક્તિઓ એકલા અથવા ટોળી બનાવીને જાહેર જનતાની છેતરપીંડી કરી પૈસા પડાવે છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી ઉલટી સીધી વાતો કરી જાહેર જનતાને ભોળવીને કે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતા અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઈરાદો રાખતા આવા વ્યક્તિ, ઈસમો પ્રવૃતિ કરી રહેલા હોવાનું જણાઈ આવેલું છે.  કચ્છના અધિ...
કચ્છમાં વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓના વેચાણ સામે સર્ચ ઓપરેશન ચલાવી કડક કામગીરી હાથ ધરાઈ

કચ્છમાં વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓના વેચાણ સામે સર્ચ ઓપરેશન ચલાવી કડક કામગીરી હાથ ધરાઈ

Gujarat
કરુણા અભિયાન – ૨૦૨૬ હિન્દ ટીવી-ગુજરાતી, ભુજ      દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે તેમજ પક્ષીઓને બચાવવા માટે જનજાગૃતિ લાવવા ૨૦ જાન્યુઆરી સુધી કરૂણા અભિયાનનું આયોજન વન વિભાગ, વિવિધ એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભચાઉ, નખત્રાણા તથા અંજાર રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓના વેચાણ સામે સર્ચ ઓપરેશન ચલાવી ઝુંબેશથી કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી.   ભચાઉ, નખત્રાણા અને અંજાર રેન્જના કાર્ય વિસ્તારમાં શહેર કે ગામના પતંગ અને દોરાના વેપારીઓની દુકાનની મુલાકાત લઈ, ચાઇનીઝ તેમજ પક્ષીઓને નુકશાન પહોંચે તેવી તુક્કલ દોરીનું વેચાણ ન થાય તેની ચકાસણીની કરાઇ હતી. ભચાઉ રેન્જના ક્ષેત્રીય સ્ટાફ અને ભચાઉ વિસ્તરણ રેન્જના સ્ટાફ દ્વારા શહેરમાં સંયુક્ત રેલી યોજી ચકાસણી કરવામાં આવી હતી. પતંગ અને દોરાના વેપારીઓને પક્ષીઓને ન...
કરૂણા અભિયાન અંતર્ગત દરેક નાગરિક સંવેદનશીલતા સાથે જીવદયા માટેની પહેલમાં સામેલ થાય

કરૂણા અભિયાન અંતર્ગત દરેક નાગરિક સંવેદનશીલતા સાથે જીવદયા માટેની પહેલમાં સામેલ થાય

Gujarat
હિન્દ ટીવી-ગુજરાતી, ભુજ      ગુજરાત રાજ્ય તેના વૈવિધ્યસભર તહેવારો, ઉત્સવો અને પર્વોથી દેશભરમાં સુવિખ્યાત છે. જેમાં ઉત્તરાયણના પર્વનું અનેરૂ મહત્વ છે. ઉત્તરાયણ પર્વના ઉમંગ અને ઉત્સાહમાં આકાશમાં મુક્તપણે વિચરતા પક્ષીઓ ઘાયલ થવાના તથા મોતને ભેટવાના બનાવો બને છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઘાયલ પક્ષીઓની સમયસર સારવાર તથા બચાવ માટે કરૂણા અભિયાન ચલાવવા સાથે નાગરિકોમાં જાગૃતિ આવે તે કાર્યક્રમો યોજવામાં આવે છે. આ જાગૃતિ અભિયાન અંતર્ગત પતંગ ઉડાડવા દરમિયાન નાગરિકો જો સંવેદનશીલ બનીને જીવદયાને ધ્યાને રાખી કેટલીક તકેદારી રાખે તો અબોલ પક્ષીઓને બચાવી શકાશે.   દરેક નાગિરેક ઉત્તરાયણ પ્રસંગે ચાઈનીઝ દોરી, ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્નનો ઉપયોગ ન કરવા સંકલ્પબધ્ધ થવા સાથે ચાઇનીઝ દોરી વેચાણ કરતા કોઇ ધ્યાને આવે તો તરત જ સ્થાનિક પોલીસ કે વન વિભાગને જાણ કરવા જાગૃત બનવું . દરેક નાગરિક આટલું કરે:-...
ભુજ વર્તૂળ કચેરી પીજીવીસીએલનો ઉત્તરાયણ પર નાગરિકોને સાવચેતી અને સલામતી જાળવવા અનુરોધ

ભુજ વર્તૂળ કચેરી પીજીવીસીએલનો ઉત્તરાયણ પર નાગરિકોને સાવચેતી અને સલામતી જાળવવા અનુરોધ

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, ભુજ      પીજીવીસીએલ ભુજ દ્વારા જનતાના હિત માટે આગામી પતંગ મહોત્સવ નિમિત્તે સાવચેતીના ભાગરૂપે જરૂરી પગલા લેવા જણાવવામાં આવ્યું છે.  જેમાં વીજળીના તૂટેલા તારથી બાળકોને દૂર રાખવા, ખુલ્લા વીજળીના તારને અડકવું નહિ, તાર પર ચડેલ પતંગ લેવા લંગર નાખવું નહિ, વીજ વપરાશના સાધનો, ઉપકરણો બળી જવાની સંભાવના રહેલી છે તેથી ઘરની આજુબાજુ કોઈપણ જગ્યાએ થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે લાકડી કે લોખંડ સળિયા વડે તેને કાઢવાના પ્રયાસો કરવા નહિ. ધાતુના તારથી વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માત સર્જવાની સંભાવના રહે છે તેથી ધાતુના તાર બાંધીને પતંગ ઉડાવવા નહીં. મેગ્નેટિક ટેપ, સિન્થેટીક દોરી કે વીજવાહક માંજા તથા અન્ય વાયરોનો ઉપયોગ ટાળવો કારણ કે તેનાથી પાવરની જાહેર લાઈન કપાઈ જતાં અંધારપટ છવાઈ જવાની તેમજ વીજ અકસ્માત થવાની શક્યતા રહે છે. જેથી સર્તકતા અને સલામતી જાળવીને તહેવાર મનાવવા ...

પાલીતાણાના હણોલમાં આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શાનદાર પ્રારંભ કરાવતાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ

Gujarat
હિન્દ ટીવી-ગુજરાતી, ભાવનગર  મોટાભાગના ખેલાડીઓ ગામડાઓ-નાના શહેરોમાંથી આવે છે તેમાંનામાં લડવાની અને જીતવાની ભાવના છે : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ હણોલ ગામ આસપાસના ગામો, શહેરો અને દેશ માટે પ્રેરણારૂપ :સાંસદ અરુણ ગોવિલ ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવના હસ્તે હણોલ ગામની ક્રિકેટ એકેડમીના ડ્રેસકોડનું અનાવરણ કરાયું મેક્સિકો,મોરેસિયસ સહિતના દેશો તેમજ વિભિન્ન રાજ્યોમાંથી આવેલાં પતંગબાજોએ અવનવાં અને આકર્ષક પતંગોના કરતબો રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા...
‘પ્રભુ શ્રી રામ અને માતા શબરી મિલન દિવસ’ ની ઉજવણી નિમિત્તે પંપા સરોવરથી શબરીધામ સુધીની “શ્રી રામ આગમન મહોત્સવ” ની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

‘પ્રભુ શ્રી રામ અને માતા શબરી મિલન દિવસ’ ની ઉજવણી નિમિત્તે પંપા સરોવરથી શબરીધામ સુધીની “શ્રી રામ આગમન મહોત્સવ” ની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

Gujarat
હિન્દ ટીવી-ગુજરાતી, ડાંગ     રામાયણ જેવા મહાકાવ્યની રચના સહિત સમગ્ર રામકથામાં આદિવાસી સમાજના યોગદાનનો ઉલ્લેખ કરી કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે, શબરી ધામ અને પંપા સરોવરનું મહત્વ વર્ણવ્યું હતું. પ્રભુ શ્રી રામ-શબરી મિલનની ગાથા વર્ણવતા મંત્રીએ રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યો સહિત પુરાણોમાં વર્ણિત આદિવાસી પાત્રોની ક્ષમતાનો પરિચય આપ્યો હતો.  મકર સંક્રાંતિના પવન પર્વે શબરીધામ ખાતે આદિવાસી સમાજને હજારો વર્ષોની પરંપરા મુજબ સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે અનેકવિધ પગલાંઓ રાજ્ય અને કેન્દ્ર સરકાર લઈ રહી છે. તેમ જણાવતા મંત્રીએ, ચાલુ વર્ષે સરકાર દ્વારા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે જનજાતિય ગૌરવ યાત્રા યોજવામાં આવી. જેમાં આદિજાતિ લોકો માટે સરકારની યોજનાઓને ઉજાગર કરવામાં આવી હતી તેમ કહ્યું હતું. દેશના વડા પ્રધાન નરેદ્ર મોદી દ્વારા આદિવાસી સમાજ માટે અનેક યોજનાઓ લાગુ કરી છે. જેનો લાભ લ...
“હિન્દ રક્ષક સંઘ” દ્વારા ૩૧મી ડિસેમ્બર નાં રોજ ‘ગૌ સેવા પર્વ’ ની ઉજવણી

“હિન્દ રક્ષક સંઘ” દ્વારા ૩૧મી ડિસેમ્બર નાં રોજ ‘ગૌ સેવા પર્વ’ ની ઉજવણી

Gujarat
હિન્દ ટીવી-ગુજરાતી, કાલાવડ        કાલાવડ ખાતે "હિન્દ રક્ષક સંઘ"દ્વારા ૩૧મી ડિસેમ્બર નાં રોજ 'ગૌ સેવા પર્વ'ની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય પશ્ચિમી દેશોના તહેવાર નાં અનુકરણને છોડી દર વર્ષે ૩૧મી ડિસેમ્બરના રોજ આપણે સૌ સનાતનીઓ “ગૌ સેવા પર્વ” ની ઉજવણી કરીશું.        આ કાર્યક્રમમાં શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર નાં પૂજારી શ્રી જીકાબાપુ, શ્રી શક્તિસિંહ જાડેજા (ગિરનારીબાપુ - ભંગડા), જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી અભિષેકભાઈ પટવા, કાલાવડ શહેર ભાજપ પ્રમુખ શ્રી નીરવભાઈ ભટ્ટ, પૂર્વ શહેર પ્રમુખ શ્રી હસુભાઈ વોરા, કાલાવડ ભાજપ પદાધિકારીઓ અને શ્રી દિલીપભાઈ ચિકાણી, શ્રી જેન્તીભાઈ કામાણી, શ્રી સચિનભાઈ આસરા, શ્રી નંદાભાઈ, શ્રી કિરીટભાઈ તેમજ મોટી સંખ્યામાં સનાતની ભાઈ-બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.           રાત્રિ દરમિયાન રોડ પર અવરનવર ગૌવંશ સાથે થતાં અકસ્માત નાં રક્ષણ હેતુ રસ...
અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત ભવ્ય મહાસંમેલન

અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત ભવ્ય મહાસંમેલન

Gujarat
હિન્દ ટીવી-ગુજરાતી, અમદાવાદ       અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત ભવ્ય મહાસંમેલન અને નવનિયુક્ત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમજ રાજ્ય મંત્રીમંડળના સાથી મંત્રીઓના સન્માન સમારોહમાં સહભાગી થવાનો અવસર મળ્યો.  સમાજની એકતા અને સંગઠન શક્તિ જ્યારે રાષ્ટ્રના ઉત્થાન માટે એક થાય છે, ત્યારે તે પ્રગતિનો એક નવો અને મજબૂત પથ પ્રશસ્ત કરે છે. આ સંમેલન અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના એકતાના મંત્રની સાથે સમાજમાં સેવા, સમર્પણ અને સામાજિક સમરસતાની ભાવનાને વધુ દ્રઢ બનાવનારું છે. સરદાર સાહેબના આદર્શોને અનુસરીને આજે સમાજ શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ઉત્તરદાયિત્વના કાર્યો દ્વારા નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે અને તેની યુવાશક્તિ અને સંગઠિત ઊર્જાનો ઉપયોગ લોકકલ્યાણ માટે કરી રહ્યો છે તે પ્રેરણારૂપ છે.     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં સરકા...