નિર્મળતા અને નિર્ણાયકતા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જનસેવા યાત્રાના ર૦૦ દિવસ ક્રાંતિકારી નિર્ણયો-અનેરી ઉપલબ્ધિઓ-નવતર પહેલસભર યાત્રા
હિન્દ ટીવી ગુજરાતી, ગાંધીનગર
નવતર પહેલસભર યાત્રા - ૬૧,૦૦૦ કિલોમીટરનો રાજ્યવ્યાપી પ્રવાસ કરીને લોકો વચ્ચે-લોકો સાથે – લોકો માટે સતત અવિરત કર્તવ્યરત રહી પ્રજાજીવનના પ્રશ્નો-સમસ્યાનું ત્વરિત નિવારણ - સાલસ સ્વભાવ અને સતત પ્રવૃત્ત રહેવાની ધગશ ધરાવતા ભૂપેન્દ્ર પટેલની મૃદુ પણ મક્કમ છબિ એ જન માનસમાં સ્થાન મેળવ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગુજરાતે રાષ્ટ્રીય માપદંડોમાં ખરા ઊતરી સિદ્ધિઓ નોંધાવી
ગુજરાતની સાડા છ કરોડ જનતા જનાર્દનના હિતમાં મહત્વના નિર્ણયો થયાં
યુવા કૌશલ્યને નિખાર આપતી SSIP 2.0 સ્પોર્ટસ પોલિસી-આઇ.ટી પોલિસી અને બાયોટેક્નોલોજી પોલિસીની ભેટ રાજ્યને આપી
નવી ૧૧ યુનિવર્સિટીઓની મંજૂરી સાથે રાજ્યમાં વૈશ્વિક જ્ઞાન પિરસતી કુલ-૧૦ર યુનિવર્સિટી
રાસાયણયુકત ખેતીથી મુક્તિ આપવા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે પ્રાકૃતિક ખેતી વિકાસ બોર્ડની રચના
આદિજાતિ વિસ્તારોમાં મોબાઇલ નેટવર્...


