રાપર ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન હેઠળ કિશોરી મેળો યોજાયો
હિન્દ ટીવી ગુજરાત, ભુજ
તા.૦૭/૦૧/૨૦૨૩ના રોજ મહિલા અને બાળવિકાસ વિભાગ ગુજરાત રાજ્ય અને જિલ્લા પંચાયત કચ્છ-ભુજ આઇસીડીએસ ઘટક રાપર-૧ અને ૨ ના સંયુક્ત ઉપક્રમે ઠાકોર સમાજવાડી રાપર ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન હેઠળ કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી તેમજ કાર્યક્રમમાં હાજર રહેલા મહેમાનોનું શાલ ઓઢાડી તેમજ પુષ્પગુચ્છ દ્વારા કિશોરીઓના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સીડીપીઓ જે.કે.પરમારે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું તથા સંલગ્ન વિભાગનાં અધિકારી/કર્મચારીઓનું તેમજ કાર્યક્રમમાં હાજર આંગણવાડી વર્કર, કિશોરીઓનું શાબ્દિક સ્વાગત કરી મહિલા અને બાળવિકાસ વિભાગ ગુજરાત રાજય દ્વારા ચાલી રહેલ સશક્ત અને સુપોષિ...
