કોડીનાર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજાના અધ્યક્ષસ્થાને યોજાયો આયુષ મેળો
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર અંતર્ગત નિયામક આયુષની કચેરી દ્વારા પ્રેરિત, જિલ્લા આયુર્વેદ શાખા ગીર સોમનાથ દ્વારા છારા જાપા ગ્રાઉન્ડ, કોડીનાર ખાતે આયુષ મેળો યોજાયો. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજાના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું. જેમાં અતિથી વિશેષ તરીકે ધારાસભ્ય ડૉ.પ્રદ્યુમન વાજા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આયુષમેળામાં શહેરીજનોએ વિવિધ પદ્ધતિઓ દ્વારા સારવાર, યોગ અંગેનું માર્ગદર્શન, પંચકર્મ, અગ્નિકર્મ ચિકિત્સા ઉપરાંત યોગ-વાનગી પ્રદર્શન સહિત આયુર્વેદની વિવિધ સેવાઓનો લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા આયુર્વેદ અધિકારી વિજયસિંહ ગોહિલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને આયુષમેળાનો મુખ્ય હેતુ શું છે તે વિશે વિગતવાર માહિતી આપી હતી. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે તેમજ ધારાસભ્ય અને ઉપસ્થિત મહાનુભાવોએ જુદા-જુદા ૧૫ સ્ટોલની મ...
