Monday, February 16News That Matters

Gujarat

ભરીને માણ્યા સાંસ્કૃતિક કાર્યક્રમો

ભરીને માણ્યા સાંસ્કૃતિક કાર્યક્રમો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર-સોમનાથ પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે કોડીનાર નગરપાલીકા સ્ટેડીયમ ખાતે વિવિધ શાળા કોલેજોનાં બાળકો દ્વારા પ્રસ્તુત થયેલ સાંસ્કૃતિક કાર્યક્રમોએ અનેરી જમાવટ કરી હતી.           સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણની બહેનોએ  સામુહિક યોગ નિદર્શન કર્યુ હતુ ત્યારબાદ શ્રી ભ.ભા.વિદ્યાલયનાં કોડીનારની બહેનોએ મોર બની થનગનાટ કરે લોકગીત પર રાસ કરીને  સૌને મંત્રમુગ્ધ કર્યા હતા, દેશ ભક્તિ ગીત તેરી મિટટીમે મિલજાવા વિરાટ નગર પ્રાથમિક શાળા કોડીનાર બહેનોએ દેશભક્તિસભર માહોલનું સર્જન કર્યું હતું. તેમજ આદિવાસી નૃત્ય કે.જી .બી.વી દેલવાડા બહેનોએ, સમુહ નૃત્ય જય જય ગરવી ગુજરાત  જવાહર નવોદય વિદ્યાલય કોડીનાર, પિરામિડ  માધ્યમિક શાળા અરણેજ, સ્ત્રી શસક્તિકરણ દર્શાવતી કૃતી માધ્યમિક શાળા સિધાંજ, દેશ ભક્તિ ગીત યે દેશ હે વિર જવાનોકા અને સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા મ્યુ .ગર્લ્સ હાઈસ્...
ગીર-સોમનાથમાં કોડીનાર ખાતે જિલ્લાકક્ષાનાં ૭૪માં “પ્રજાસત્તાક પર્વ” ની ગરીમાપૂર્વક ઉજવણી સંપન્ન

ગીર-સોમનાથમાં કોડીનાર ખાતે જિલ્લાકક્ષાનાં ૭૪માં “પ્રજાસત્તાક પર્વ” ની ગરીમાપૂર્વક ઉજવણી સંપન્ન

Gujarat
હિન્દ ટીવી, ગુજરાતી, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં નગરપાલિકા સ્ટેડીયમ, છારા ઝાપા રોડ,  કોડીનાર ખાતે ૭૪માં “પ્રજાસત્તાક પર્વ” ની જિલ્લાકક્ષાની ઉજવણી કરાઇ હતી. જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલએ દેશભક્તિસભર માહોલમાં ત્રિરંગાને આન, બાન અને શાન સાથે સલામી આપી હતી. તાલુકાના વિકાસકાર્ય માટે કલેક્ટરએ રૂ.૨૫ લાખનો ચેક જિલ્લા વિકાસ અધિકારીરવીન્દ્ર ખતાલેને અપર્ણ કર્યો હતો.             શિયાળાની સવારે ૯ કલાકે નગરપાલિકા સ્ટેડીયમ, કોડીનારમાં યોજાયેલ કાર્યક્રમમાં ધ્વજવંદન રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી અને કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જીપમાં પરેડનું નિરિક્ષણ કર્યું હતું. બાદમાં  માર્ચ પાસ્ટનું  અને ટેબ્લો નિદર્શન કર્યું હતું.        “પ્રજાસત્તાક પર્વ” ની શુભેચ્છા પાઠવી કલેક્ટરએ કહ્યું કે, આજે ૭૪ માં પ્રજાસત્તાક દિનની સમગ્ર દેશમાં આન, બાન અને સાન સાથે ઉજવણી થઈ છે. દેશને મળ...
જિલ્લા કક્ષાના ૭૪મા પ્રજાસતાક પર્વની તળાજા ખાતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ

જિલ્લા કક્ષાના ૭૪મા પ્રજાસતાક પર્વની તળાજા ખાતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર ખાતે જિલ્લા કક્ષાના ૭૪મા પ્રજાસત્તાક દિનની આઇ.ટી.આઇ., તળાજા ખાતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ત્રિરંગાને આન, બાન અને શાન સાથે સલામી આપી પ્રજાસત્તાક પર્વની ઉજવણીની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે મંત્રીએ પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે રાષ્ટ્રગીતના સમૂહગાન વચ્ચે ત્રિરંગો લહેરાવ્યો હતો. તેમણે પોલીસ પરેડનું પણ નિરીક્ષણ કર્યું હતું. દેશના મહાપુરૂષો એવાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરને યાદ કરી તેમના પ્રત્યેનો કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કર્યો હતો. ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરી તેમની દેશભક્તિને વંદન કરી મંત્રીએ જણાવ્યું હતું કે, દેશની આઝાદી માટે જેમણે પોતાનું પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યુ...
ભાવનગર ખાતે ૧૩ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

ભાવનગર ખાતે ૧૩ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર  જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી.કે.પારેખની અધ્યક્ષતામાં ૧૩માં રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનાં કોર્ટ હોલ ખાતે કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરએ રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું કે, લોકશાહીમાં આપણને ઉપલબ્ધ થયેલાં અમૂલ્ય એવાં મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને જીવંત રાખવી જરૂરી છે. આ અવસરે તેમણે જણાવ્યું કે, જિલ્લામાં મતદાનપાત્ર લોકોની નોંધણી માટે રવિવારના દિવસોએ પણ ઝૂંબેશરૂપે કાર્ય કરીને જિલ્લામાં અનેક નવાં યુવા મતદારોની નોંધણી કરવામાં આવી છે. સુદ્રઢ લોકશાહી માટે જાગૃત મતદાતા જરૂરી છે ત્યારે જિલ્લામાં મતપાત્ર તમામ વયજૂથના લોકોને ઓળખી તેમના ઘરે, કોલેજ પર તેમજ ઔદ્યોગિક વિસ્તાર હોય મતપાત્ર મતદાતા જ્યાં હોય ત્યાં જઇને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે. કલેક્ટરએ ચૂ...
કથાના ચોથા દિવસે સોમનાથ મહાદેવના સાનિધ્યે શિવ-શક્તિના માહાત્મય ના કથાકાર ડો.કૃણાલભાઇ જોષીએ ઉજાગર કરેલ, પ્રભાસમાં જ શિવ-શક્તિના પુજનનો સમજાવેલ કથાઅંશ 

કથાના ચોથા દિવસે સોમનાથ મહાદેવના સાનિધ્યે શિવ-શક્તિના માહાત્મય ના કથાકાર ડો.કૃણાલભાઇ જોષીએ ઉજાગર કરેલ, પ્રભાસમાં જ શિવ-શક્તિના પુજનનો સમજાવેલ કથાઅંશ 

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ       કથાના ચોથા દિવસે સોમનાથ મહાદેવના સાનિધ્યે શિવ-શક્તિના માહાત્મય ને કથાકાર ડો.કૃણાલભાઇ જોષીએ ઉજાગર કરેલ, પ્રભાસમાં જ શિવ-શક્તિના પુજનનો વિશેષ ભાવ સોમનાથ માં શા માટે વિશેષ રહ્યો છે, તે ઉપસ્થીત સર્વે ને સમજાવેલ કથાઅંશ.         સુરદાસજી જ્યારે મંદિરમાં જતા ત્યારે લોકો તેઓની ટીકા કરતા કે તમે મંદિરે શુકામ જાઓ છો, તમે કચડાઇ જશો.. તમે ક્યાં ભગવાનને જોઇ શકો છો. ત્યારે સુરદારજી સૌ ને કહેતા કે હું તો પ્રજ્ઞાચક્ષુ છુ, હું ભગવાનને જોઇ શકતો નથી, પણ ભગવાન તો અંતર્યામી છે એ તો મને જુએ છે... शिवस्य हृदयं विष्णुं विष्णोश्च हृदयं शिवः ||     ભગવાન શિવનું હ્રદય ભગવાન વિષ્ણુ છે, વિષ્ણુભગવાન નું હ્રદય ભગવાન શિવ છે. હરિ-હર ની નિકટતા ખુબ ગાઢ અને અનેરી છે.  ત્રણ ગુણો છે, સત્વગુણ-રજોગુણ-તમોગુણ. સત્વગુણ નો રંગ સફેદ છે. સત્વથી ભક્તિ પ્રેમ, કાર્યક્ષમતામાં વધારો, શક્તિ જાગૃત થા...
શ્રી સોમનાથ મંદિરના સમિપ વાઘેશ્વરી માતાજીના સાનિધ્યે દેવિભાગવત ના તૃતીય દિવસે ભુવનેશ્વરી માતાજી નું પ્રાગટ્ય,

શ્રી સોમનાથ મંદિરના સમિપ વાઘેશ્વરી માતાજીના સાનિધ્યે દેવિભાગવત ના તૃતીય દિવસે ભુવનેશ્વરી માતાજી નું પ્રાગટ્ય,

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ           પ્રભાસ ક્ષેત્રમાં આવેલ સોમનાથ તીર્થ જે હરિ-હર તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. આ સ્થાનમાં માતા ચંદ્રભાગા શક્તિપીઠ આવેલું છે. આ સ્થાનમાં શિવ-શક્તિ ની આરાધના પુણ્યકારી માનવામાં આવે છે. શ્રી સોમનાથ મંદિર સમીપ આવેલ પૌરાણીક વાઘેશ્વરી માતાજી મંદિર ના સાનિધ્યે શ્રી મદ્ દેવિ ભાગવત કથા ડો.કૃણાલભાઈ જોષીના વ્યાસાસને ચાલી રહેલ છે, આજરોજ કથા પ્રસંગમાં શ્રી ભુવનેશ્વરી માતાજી નો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો હતો. પુષ્પપાંખડી થી માતા નુ સ્વાગત થયેલ, બહેનોએ રાસ-ગરબા સાથે ઉત્સવ ઉજવ્યો હતો અને સમગ્ર પ્રભાસની ભૂમિમાં હર્ષોઉલ્લાસ સાથે જય અંબે નો નાદ ગુંજી ઉઠ્યો હતો. ડો.કૃણાલભાઈ જોષીની કથા ના અંશ. પરિક્ષિત વૃતાંતમાં કશ્યપ ઋષિ જે જગદંબા ના ઉપાસક હતા, તક્ષક નાગ સાથે તેઓની જ્યારે મુલાકાત થાય છે, તક્ષક પોતાના વિષ થી જ્યારે વૃક્ષને ભસ્મીભૂત કરે છે, અને દૈવી કૃપાથી જ્યારે વૃક્ષને કશ્યપ...
પંચમહાલ જિલ્લાના વંદેલી અને મોટીકાંટડી ખાતે પ્રાકૃતિક ખેતી અંગે એક દિવસીય ખેડુત તાલીમ યોજાઈ

પંચમહાલ જિલ્લાના વંદેલી અને મોટીકાંટડી ખાતે પ્રાકૃતિક ખેતી અંગે એક દિવસીય ખેડુત તાલીમ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, પંચમહાલ ગુજરાત રાજ્યના બાગાયત વિભાગ દ્વારા તા. ૨૪/૦૧/૨૩ ને મંગળવારના રોજ એક દિવસીય પ્રાકૃતિક ખેતી અંગે કાર્યક્રમનુ આયોજન કરાયું હતું. પંચમહાલ જિલ્લાના મોરવા(હ) તાલુકાના વંદેલી ખાતે તેમજ ગોધરા તાલુકાના મોટીકાંટડી ખાતે “બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ” અંતર્ગત એક દિવસીય ખેડુત તાલીમ શિબીર યોજાઈ હતી. આ કાર્યક્રમ જિલ્લાના બાગાયત વિભાગ, જિલ્લા ખેતીવાડી વિભાગ,આત્મા કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ પ્રસંગે વિષય નિષ્ણાંત તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વેજલપુર ખાતેથી ડૉ. રાજકુમાર તથા ડૉ. જયપાલસિંહ જાદવે કૃષીમાં વૈજ્ઞાનિક બાબતોની માહિતી ખેડૂતોને પૂરી પાડી હતી. આ સાથે વિવિધ અધિકારી કર્મચારીઓએ બાગાયતી ખેતીમાં પ્રાકૃતિક ખેતી તેમજ બાગાયત વિભાગ હસ્તક ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ તેમજ સ્થાનિક પાકો વિશે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ખેડૂતો ઉ...
ગોધરા ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસ તથા સશકત અને સુપોષિત કિશોરી મેળાનું કરાયું આયોજન

ગોધરા ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસ તથા સશકત અને સુપોષિત કિશોરી મેળાનું કરાયું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, પંચમહાલ આજરોજ પંચમહાલ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આઈ.સી.ડી.એસ શાખાના સંયુક્ત ઉપક્રમે બેટી બચાવો, બેટી પઢાવો તેમજ પૂર્ણા યોજના હેઠળ સ્વામિનારાયણ મંદિર હોલ, ગોધરા ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસ તથા સશકત અને સુપોષિત કિશોરી મેળાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત કિશોરીઓને અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વ્હાલી દીકરી યોજના અંતર્ગત વિવિધ લાભાર્થીઓને મંજૂરી હુકમ અપાયા હતા. પૂર્ણાં કિશોરીઓને પૂર્ણાં શિલ્ડ, પૂર્ણાં કપ તથા આઈ.ટી.આઈ અને શાળા પ્રવેશ કરેલ કિશોરીઓને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે પ્રતિજ્ઞા, સિગ્નેચર પોઈન્ટ તથા સેલ્ફી પોઇન્ટનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન બારીઆ, જિલ્લા પંચાયત દંડક અરવિંદસિંહ પરમાર,સામાજિક ન્યાય સમિતિ ...
કચ્છ જિલ્લાની બોર્ડરવિંગ બટાલિયન નં.૨ના પાંચ કર્મચારીઓની મુખ્યમંત્રી પ્રજાસત્તાક દિન ૨૦૨૩ના ચંદ્રક માટે પસંદગી

કચ્છ જિલ્લાની બોર્ડરવિંગ બટાલિયન નં.૨ના પાંચ કર્મચારીઓની મુખ્યમંત્રી પ્રજાસત્તાક દિન ૨૦૨૩ના ચંદ્રક માટે પસંદગી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભૂજ         પ્રજાસત્તાક પર્વ નિમિતે ભુજ ખાતે બટાલિયન બોર્ડરવિંગ હોમગાર્ડઝ કચેરી ખાતે ફરજ બજાવતા પાંચ કર્મચારીઓની  લાંબી પ્રશંસનીય કામગીરી બદલ તેમની સેવાની કદરરૂપે માન. મુખ્યમંત્રીના પ્રજાસત્તાક દિન ૨૦૨૩ના ચંદ્રક માટે પસંદગી કરાઇ છે.           પસંદગી પામેલ સુરતસિંહ વાઘજી સોઢા નં.ર બટાલિયન બોર્ડરવિંગ ભુજ ખાતે હવાલદારની જગ્યાએ તા.૩૦/૦૭/૨૦૦૩ના નિમણુંક મેળવેલ છે. તેઓએ બટાલિયન ખાતેથી આયોજીત કરવામાં આવેલી તાલીમો સફળતા પૂર્વક મેળવેલી છે. તેઓએ બોડૅર ડ્યુટી, કાયદો વ્યવસ્થા, જેલ સુરક્ષા, તેમજ રાજય અને રાજય બહાર ચૂંટણી ફરજો બજાવેલી છે. હાલમાં તેઓ સી કંપની ખાતે હવાલદારની ફરજ ઉપરાંત રૂદ્રમાતા તાલીમ સેન્ટર ની ફરજો બજાવી રહ્યા છે.         વેલુભા મેરામણજી જાડેજા નં.ર બટાલિયન બોર્ડરવિંગ ભુજ ખાતે નાયકની જગ્યાએ તા. ૩૦/૦૭/૨૦૦૩ના નિમણુંક મેળવી તેઓએ બટાલિયન ખાતેથી આયોજીત કરવામાં આવેલી ...
ભુજ તાલુકાના મધ્યાહન ભોજન યોજના માનદવેતન ધારકોની ભુજ તાલુકા કક્ષાની કૂકીંગ સ્પર્ધા યોજાઈ

ભુજ તાલુકાના મધ્યાહન ભોજન યોજના માનદવેતન ધારકોની ભુજ તાલુકા કક્ષાની કૂકીંગ સ્પર્ધા યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ ગત તા.૨૧/૦૧/૨૦૧૩ ના રોજ પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) અંતર્ગત ભુજ તાલુકાના મધ્યાહન ભોજન યોજના માનદવેતન ધારકોની ભુજ તાલુકા કક્ષાની કૂકીંગ કોમ્પિટીશનનું આયોજન પંચાયતી પ્રાથમિક શાળા નં.૧૦, ઉમેદનગર, ભુજ ખાતે કરવામાં આવી હતી. જે કોમ્પિટીશનનું આયોજન વી.એચ.બારહટ મામલતદાર ભુજ (ગ્રામ્ય) ના સીધા માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. મધ્યાહન ભોજન યોજનામાં અગિયાર માનદવેતન ધારકોએ સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. સ્પર્ધકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના વિજેતા જાહેર કરવા માટે ઉષાબેન પરમાર, બાળ વિકાસ યોજના અધિકારી, ભુજના અધ્યક્ષપણા હેઠળ એક નિર્ણાયક કમિટિની રચના કરવામાં કરવામાં આવી હતી જેમાં પ્રથમ ક્રમના વિજેતા ફાલ્ગુની જે.ત્રિપાઠી (સરોસણા પ્રાથમિક શાળા), દ્વિતીય ક્રમના વિજેતા ફાત્માબેન એ.લંઘા (ભારાપર પ્રાથમિક શાળા) અને તૃતીય ક્રમના વિજેતા કેશરબેન બુચીયા (રતીયા પ્રાથ...