Monday, September 7News That Matters

Gujarat

ખોડા પોલીસ ચેકપોસ્ટ ખાતેથી ટ્રક ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ, ટ્રક, સાથે બે ઈસમોને પકડી પાડતી થરાદ પોલીસ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર આર.એસ.દેસાઈ, પોલીસ ઈન્સ્પેકટર થરાદ પોલીસસ્ટેશન નાઓની રાહબરી હેઠળ થરાદ પોલીસ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગ દરમ્યાન ટ્રક નંબર- RJ-19-GE-1334 માં ગેર કાયદેસર વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૬૦ જેની કુલ કિ.રૂા.૪૦,૮૦૦/- નો તથા ટ્રક ગાડીની કિ.રૂા.૧૦,૦૦,૦૦૦/-તથા મોબાઈલ નંગ-૨ કિ.રૂા.૫,૦૦૦/- તથા એમ મળી કુલ કિ.રૂ.૧૦,૪૫,૮૦૦/-ના મુદ્દામાલ સાથે ચાલક ઈસમમિસરારામ સ/ઓ ડુંગરારામ સૂરતારામ જાતે.જાટ(કાહેવા) ઉ.વ.૨૩ ધંધો.ડ્રાઈવીંગ રહે.કરના, પંચાયત-ચંપા ભાખરી તા.સીણધરી, જિ.બાડમેર(રાજસ્થાન) તથા તેની સાથેના વિરેન્દ્ર સ/ઓ દુદારામ દુર્ગારામ જાતે.જાટ(ગોદારા) ઉ.વ.૨૪ ધંધો.મજુરી રહે.ભુકા ભગતસિંહ, તા.સીણધરી, જિ.બાડમેર(રાજસ્થાન) વાળાઓને પકડી પાડી પકડાયેલ બંન્નેઈસમો વિરુદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પ્રભુભાઈ, હેડ.કોન્સ., ત્ર...

ભારતીય સેનામાં અગ્નિવીર ભરતી માટે ફોર્મ ભરી શકાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર A.R.O.-JAMNAGAR દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિવિધ જિલ્લાનાં અવિવાહિત પુરૂષ ઉમેદવારો માટે અગ્નિવીરની ભરતી જાહેરાત વર્ષ: ૨૦૨૩-૨૪ માટે પ્રસિધ્ધ થયેલ છે. જેમાં અગ્નિવીર જનરલ ડ્યૂટી, અગ્નિવીર ટ્રેડસમેન, અગ્નિવીર ટેક્નિકલ, અગ્નિવીર ક્લાર્ક વગેરે કેટેગરીની જ્ગ્યાઓ માટે ભરતી યોજાનાર છે. જન્મતારીખ તા.૦૧/૧૦/૨૦૦૨ થી તા.૦૧/૦૪/૨૦૦૬ બન્ને તારીખ સહિત અથવા દરમિયાન હોવી જોઈએ. જેમાં પ્રથમ ઓનલાઈન કોમ્પ્યુટર બેઝડ રીટર્ન ટેસ્ટ તા.૧૭/૦૪/૨૦૨૩ નાં રોજ યોજાશે તેમજ ત્યારબાદ ભરતીરેલી યોજાશે. ભાગ લેવા ઈચ્છુંક ઉમેદવારોએ તા.૧૬/૦૨/૨૦૨૩ થી તા.૧૫/૦૩/૨૦૨૩ દરમિયાન પોતાની કક્ષાએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. શૈક્ષણિક લાયકાત, શારિરીક માપદંડ તેમજ અન્ય માહિતી અને ઓનલાઈન અરજી કરવા માટે વેબસાઈટ: www.joinindianarmy.nic.in ની મુલાકાત લેવાં મદદનિશ નિયામક(રોજગાર), ભાવનગરની યાદીમાં જણાવેલ છે....

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહીનાં પગલે ખેડૂત મિત્ર જોગ સંદેશ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તા.૫ માર્ચથી તા.૮ માર્ચ દરમિયાન માવઠું થાય તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર-મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં થઈ શકે છે વરસાદ, સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં પણ થશે કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગ દ્વારા આગામી તા.૫ માર્ચને રવિવારે ભાવનગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ભાવનગર સાથે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગરહવેલી, જૂનાગઢ, અમરેલી, ગોર સોમનાથ અને કચ્છમાં પણ કમોસમી વરસાદની આગાહી તા.૫ માર્ચે કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આવા સમયે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડુતોને સંદેશ આપવામાં આવે છે. જેમાં કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કા...

શેત્રુંજી સિંચાઇ યોજનામાં રવિ- ઉનાળું પાણી મેળવવા બાગાયતદારો અરજી કરવાની મુદતમાં વધારો કરાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર શેત્રુંજી સિંચાઇ યોજનામાં રવિ- ઉનાળું પાણી મેળવવા માટે બાગાયતદારો પાસેથી તા.૨૮-૦૨-૨૦૨૩ સુધીમાં અરજી ફોર્મ મંગાવવામાં આવ્યાં હતાં. પરંતુ સિંચાઇ માટેના પૂરતા પ્રમાણમાં ફોર્મ આવ્યા ન હોવાથી અરજી ફોર્મ સ્વીકારવાની મુદત તા.૩૧-૦૩-૨૦૨૩ સુધી લંબાવવામાં આવી છે. આથી દરેક બાગાયતદારોએ વધારેલ મુદતમાં સિંચાઇના ફોર્મ અચૂક ભરી દેવા. મૂળ જાહેરાતની અન્ય શરતો યથાવત રહેશે. આથી બાગાયતદારોએ રવિ-ઉનાળુ મોસમ ૨૦૨૨-૨૩ માટે અરજી ફોર્મ લગત સેક્શન કચેરીમાં તાત્કાલિક અસરથી ભરી જવાં માટે કાર્યપાલક ઇજનેર, ભાવનગર જળસિંચન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ગુજરાત બ્યુરોચીફ : ડૉ. હકીમ ઝવેરી (ભાવનગર)...

તા.૨૩ માર્ચનાં રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર જિલ્લા કક્ષાનો માર્ચ-૨૦૨૩ નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૩/૦૩/૨૦૨૩ ના રોજ ૧૧:00 કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજાનાર છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવી એક વિષયની એક અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા સાથે રજૂ કરી શકશે અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૩/૨૦૨૩ સુધીમાં કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે તેમ નિવાસી અધિક કલેક્ટર, ભાવનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે. ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી ભાવનગર...

રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી ઘઉં, બાજરી, જુવાર, રાગી,મકાઇની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટીંગ સીઝન ૨૦૨૩- ૨૪ માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઘઉં, બાજરી, જુવાર, રાગી,મકાઇની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વીસીઇ દ્વારા તા.૦૧/૦૩/૨૦૨૩ થી તા.૩૧/૦૩/૨૦૧૩ સુધી કરવામાં આવશે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને આથી જાણ કરવામાં આવે છે. નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમુનો ૭, ૧૨, ૮-અ ની નકલ, ગામ નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેની તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યમાં ઘઉં પકવતા ખેડૂતો તેઓનો પાક...

વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.૯નાં વિવિધ માર્ગો પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી

Gujarat
“વન વીક, વન રોડ” ઝુંબેશ હિન્દ ન્યુઝ, રાજકોટ           રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર “વન વીક, વન રોડ” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં તા. ૨૮-૦૨-૨૦૨૩ના રોજ વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.૯નાં વિવિધ માર્ગો પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, જાહેરમાં કચરો ફેલાવતા / કચરાપેટી ન રાખતા / પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા દંડની કાર્યવાહી કરેલ અને ફાયર એ...

ભુજ ખાતે ૧ માર્ચના નિ:શુલ્ક કેમ્પનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ         મધુમેહ (ડાયાબીટીસ) નિદાન-સારવાર-સલાહ કેમ્પનું તેમજ સીનીયર સિટીઝન કેર કેમ્પનું આયોજન દર માસના પહેલા બુધવારે કરવામાં આવે છે, જે અંતર્ગત તા. ૦૧/૦3/૨૦૨3 ના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.         સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આયોજીત સીનીયર સિટીઝન કેર કેમ્પમાં મફત બ્લડ સુગર ચેક અપ, ડાયાબીટીસની મફત આયુર્વેદીક/હોમિયોપેથીક ઔષધીય સારવાર, ડાયાબીટીસના દર્દીઓ માટે રોજિંદી લાઈફસ્ટાઈલ (જીવન પદ્ધતિ) તેમજ આહાર-વિહાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. ડાયાબીટીસને લગતા યોગ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે, સિનિયર સિટિઝન (૬૦ વર્ષથી ઉપરના) દર્દીઓને ખાસ પ્રકારની સ્વાસ્થય તથા શક્તિ વર્ધક ઔષધ આપવામાં આવશે. કેમ્પનો સમય સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ રહેશે.  સર્વે લાભાર્થીઓએ કોવીડ-૧૯ની ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે એવું વૈદ્ય પંચકર્મ વર્ગ-૧, સરકારી આયુર્વેદ હો...

કચ્છના રાજીબેન વણકરને પ્લાસ્ટિક વેસ્ટના મેનેજમેન્ટ માટે રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત થશે

Gujarat
સ્વચ્છ સુજલ શક્તિ સન્માન -૨૦૨૩ હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ કચ્છના રાજીબેન વણકરનીબાયોડિગ્રેડેબલ વેસ્ટ તેમજ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ કેટેગરીમાં સુંદર કામગીરી અર્થે રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. ૦૪ માર્ચ,૨૦૨૩ના રોજ માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ  દ્વારા કચ્છના રાજીબેન  વણકરનું સન્માન કરવામાં આવશે.  ગુજરાત રાજ્યનો એક અનોખો જીલ્લો કચ્છ જ્યાં વિવિધ સંસ્કૃતિ અને વારસા સાથે લોકો વસવાટ કરે છે . જ્યાની પ્રજાએ અસંખ્ય દુષ્કાળ , ધરતીકંપ જેવી અનેક મુશકેલીઓનો સામનો કરી અને પોતાની સંસ્કૃતિ અને ઓળખને ટકાવી રાખી છે. એટલા માટે જ કચ્છની ધરતીને ખમીરવંતી કહેવામાં આવે છે.  એવા જ એક ખમીરવંતા બહેન,  શ્રીમતી રાજીબેન વણકર જેમનો જન્મ ભુજ તાલુકાના કોટાય ગામમાં વર્ષ ૧૯૭૯મા થયો હતો. પરિવારમાં માતા-પિતા સાથે ૬ બહેનો અને ૧ ભાઈ સાથે પોતાનું બાળપણ વિતાવ્યું, અભ્યાસમાં ભણવાની ઈચ્છા બહુ જ પણ સામા...
સોમનાથના સમુદ્રમાં સ્નાન કરવા કે ઊંડા પાણીમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ

સોમનાથના સમુદ્રમાં સ્નાન કરવા કે ઊંડા પાણીમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ  પવિત્ર યાત્રાધામ શ્રી સોમનાથ મંદિરના દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે આવે છે. આ યાત્રાધામ ખાતે આવેલ દરીયા કિનારે વારંવાર મોજામાં તણાઈ જવાથી, સ્નાન કરવા જતા ડૂબી જવાથી કે અન્ય રીતે માનવ મૃત્યુના બનાવો બનવા પામેલ છે. આવા બનાવો બનતા અટકાવવાના ભાગરૂપે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લીંબાસીયા દ્વારાગીર સોમનાથ જિલ્લો ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ સોમનાથ મંદિરના સમુદ્રમાં સ્નાન કરવા કે ઉંડા પાણીમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર જિલ્લાના પ્રભાસપાટણ મુકામે આવેલ શ્રી સોમનાથ મંદીરની દક્ષિણ દિશા તરફ અરબી સમુદુમાં, સોમનાથ મંદીરની પુર્વ–પશ્ચિમ બન્ને સાઈડમાં આશરે ૪ (ચાર) કિ.મી.ના વિસ્તારમાં સમુદ્ર કાંઠે કોઈપણ વ્યકિતએ સમુદ્રમાં સ્નાન કરવા જવુ નહી કે સમુદ્રના ઉંડા પાણીમાં પ્રવેશ કરવો નહી. ફરજ...