Friday, September 4News That Matters

દાહોદ જિલ્લામાં માછાણનાળા ડેમ અને કાળી ડેમ-2ની પરિસ્થિતિની અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત

હિન્દ ટીવી – ગુજરાતી, દાહોદ 

    તા. 01/08/2026ના રોજ દાહોદ જિલ્લામાં ચાલુ ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમોની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માછાણનાળા ડેમ તથા કાળી ડેમ-2ની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.

માછાણનાળા ડેમની મુલાકાત દરમિયાન જ્યંતિભાઈ બી. વણકર, ASI, SDRF,  એસ. એસ. નિનામા, નાયબ મામલતદાર (પૂર), ઝાલોદ તેમજ જયેશકુમાર જી. લુહાર, જિલ્લા પ્રોજેક્ટ અધિકારી (DPO), દાહોદ ઉપસ્થિત રહ્યા હતા.

અધિકારીઓએ ડેમની સ્થિતિ, પાણીની આવક-જાવક તથા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી અને સંબંધિત અધિકારીઓને જરૂરી તકેદારી રાખવા સૂચનાઓ આપી હતી.

એ સાથે કાળી ડેમ-2ની પણ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન શ્રી જ્યંતિભાઈ બી. વણકર, ASI, SDRF, એ. એસ. ચારેલ, નાયબ મામલતદાર (પૂર), ગોવિંદ ગુરુ લીમડી તેમજ જયેશકુમાર જી. લુહાર, જિલ્લા પ્રોજેક્ટ અધિકારી (DPO), દાહોદ ઉપસ્થિત રહ્યા હતા. 

મુલાકાત દરમિયાન ડેમની હાલની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી સાવચેતી અને સતત મોનિટરિંગ જાળવી રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમોની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી માટે તમામ વિભાગોને સતર્ક રાખવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *