Saturday, February 14News That Matters

ઘોઘા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૪ મે ના રોજ યોજાશે

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

ઘોઘા તાલુકા/ગ્રામ્ય કક્ષાનો એપ્રિલ – ૨૦૨૩ નો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૪/૫/૨૩ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે નાયબ કલેકટર ભાવનગરના અધ્યક્ષપદે યોજાનાર છે.

આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં તા.૧૬/૦૫/૨૦૨૩ સુધીમાં રજાના દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રીને તથા તાલુકા કક્ષાનાં પ્રશ્નો મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામાં આવશે.

આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજુઆતની અરજીઓ સ્વીકારવામાં આવશે. સામૂહિક રજુઆતો કરી શકશે નહીં તેમ મમલતદાર ઘોઘાની યાદીમાં જણાવાયું છે.

ગુજરાત બ્યુરોચીફ : ડો. હકીમ ઝવેરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *