Sunday, February 15News That Matters

ઝારખંડના રાજ્યપાલ સી.પી.રાધાક્રિષ્નને સોમનાથ મહાદેવ મંદિર ખાતે સંધ્યા આરતીનો લ્હાવો લઈ મહાપૂજા કરી

હિન્દ ટીવી – ગુજરાતી,  ગીર સોમનાથ

           સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અન્વયે સોમનાથ ખાતે પધારેલા ઝારખંડના રાજ્યપાલ સી.પી.રાધાક્રિષ્નનએ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી શિવ શરણમાં વંદન કર્યા હતા તથા સંધ્યા આરતી દર્શન કર્યા હતા. મંદિરમાં રાજ્યપાલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરી હતી. સોમનાથ મહાદેવના શરણે પૂજા અર્ચના સાથે સતત ઓમકારના જાપ સાથે રાજ્યપાલ શિવમય બન્યા હતા. મંદિર ખાતે રાજ્યપાલનું મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ.

મંદિરના પટાંગણમાં તમિલ પરિવારો સાથે બેસી રાજ્યપાલએ સોમનાથ જ્યોતિર્લિંગના ઇતિહાસ અને શિવ ભક્તિને દર્શાવતો લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો.

આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રાંત અધિકારીશ્રી બાટી, સોમનાથ મંદિરના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *