હિન્દ ટીવી ગુજરાતી, રાજકોટ
ભારત સરકાર પુરસ્કૃત શેરી ફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors Atma Nirbhar Nidhi) યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજનામાં તેમનો વ્યવસાય શરુ કરી શકે તે હેતુથી રૂ. ૧૦,૦૦૦/- સુધીની વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે.

આ યોજનામાં સમગ્ર રાજકોટ શહેરના હોકર્સ ઝોન તથા શહેરમાં છુટાછવાયા સ્થળે ફેરી કરતા મહત્તમ શેરી ફેરિયાઓને લાભ મળી રહે તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૧૭/૧૨/૨૦૨૨ શનિવાર અને તા. ૧૮/૧૨/૨૦૨૨ રવિવારનાં રોજ વિવિધ વોર્ડમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેમજ NULM સેલ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીની ઉપર સેન્ટ્રલ ઝોન કચેરી, ઢેબર રોડ, રાજકોટ મહાનગરપાલિકા ખાતે પણ ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં લોન મેળવવા માટે તા. ૧૭-૧૨-૨૦૨૨નાં રોજ ૨૩૦ અને તા. ૧૮-૧૨-૨૦૨૨નાં રોજ ૧૪૧ એમ કુલ ૩૭૧ નવી અરજીઓ આવી હતી

આ યોજનામાં ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન મળી રહે તે માટે શેરી ફેરિયાઓ દ્વારા BHIM UPI, PayTm, PhonePe, GooglePay, BharatPay, AmazonPay દ્વારા પેમેન્ટ કરવામાં આવે તો રૂ|.૧૨૦૦/- કેશ બેક પણ આપવામાં આવે છે.
