Sunday, February 15News That Matters

ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લાના લાભાર્થીઓને ઈ-ગૃહ પ્રવેશ કરાવતા પાણી પુરવઠા મંત્રી

હિન્દ ટીવી – ગુજરાતી, વડોદરા

        વડોદરા ખાતે યોજાયેલા ‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ અને શહેરી)ના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો જેની સાથોસાથ વલસાડ જિલ્લાના જિલ્લા કક્ષાના “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમમાં નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા(રાજ્યકક્ષા) તથા કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો)ના મંત્રી જીતુભાઈ ચૌધરીએ વલસાડ ખાતેના મોરારજી દેસાઈ ઓડિટોરીયમ હોલ ખાતે રૂ.૧૦૬.૭૨ કરોડના ખર્ચે નવા બનેલા પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ અને શહેરી)ના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવતા જણાવ્યું હતું કે, “તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઘરવિહોણા તથા કાચા ઘર ધરાવતા પરિવારોને પાકું મકાન આપવાની પરિકલ્પના કરી હતી. જેને ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવાનો સરકાર ભરપૂર પ્રયત્ન કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે બીજાના પાકા ઘરો જોઈને કોઈ બાળક પશ્ન પુછે કે, “આપણું ઘર ક્યારે?” એ જ પ્રશ્નનો આ યોજના હેઠળ અંત લાવવાનો સરકારે સંકલ્પ કર્યો છે.” વધુમાં મંત્રી એ ઉમેર્યું હતુ કે, “વલસાડ જિલ્લાના દરેક તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વર્ષ ૨૦૨૧-૨૨ સુધીમાં ૬,૫૫૭ આવસો બનાવવાનું લક્ષ્યાંક છે જેમાંથી ૫,૬૧૬ આવાસોનું બાંધકામ પૂર્ણ પણ થઈ ગયુ છે અને બાકીની કામગીરી પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.

      આ યોજના અંતર્ગત લાભાર્થીને આવાસનું સ્થાનિક પદ્ધતિ મુજબ શૌચાલય ધરાવતું બાંધકામ કરવા માટે ત્રણ હપ્તામાં રૂ.૧.૭૨ લાખની સહાય તથા શહેરી લાભાર્થીઓને આવાસના નવા બાંધકામ અને હયાત બાંધકામમાં વૃદ્ધિ કરવા માટે છ હપ્તામાં રૂ.૩.૫ લાખની સબસીડી રૂપે સહાય સીધા બેંક ખાતામાં આપવામા આવે છે. શહેરી વિસ્તારોમાં સુવિધાયુક્ત અને પરવડી શકે એવા પાકા આવસો શકે તથા વિસ્તારો ઝૂપડપટ્ટી મુક્ત બને એવો હેતુ છે. બાંધકામ કરવા માટે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૩૦ જેટલા કડિયાઓને તાલીમ પણ આપવામાં આવી છે.” વલસાડ જિલ્લાના સાંસદ સભ્ય ડૉ. કે.સી.પટેલે એમના પ્રાસંગિક પ્રવચનમાં ગૃહ પ્રવેશ કરનારા લાભાર્થીઓને સારા ભવિષ્ય અને સુખ-સંપન્ન જીવન જીવવા માટે અભિનંદન પાઠવ્યા હતા. મકાન વ્યવસ્થિત રહે અને જલ્દી જર્જરિત ન થઈ જાય એ માટે જવાબદારી પૂર્વક ઘરની યોગ્ય સારસંભાળ લેવા માટે અપીલ કરી હતી. ઉમરગામ ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાના લાભર્થીઓને શુભેચ્છા આપતા બીજા જરૂરિયાતમંદ લોકોને યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલે આવી ખૂબ જ મહત્વપૂર્ણ યોજના અમલમા મુકવા બદલ પ્રધાનમંત્રીનો જિલ્લાના લોકો વતી આભાર માન્યો હતો તો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની યોજના લોકો સુધી પહોચાડવા બદલ સરાહના કરી હતી. ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે કહ્યું હતું કે, ધરમપુર જેવી નાની પાલિકામાં ૧૫૦૦ જેટલા આવસોને મંજૂરી મળી છે અને મહત્તમ આવાસોનું બાંધકામ પણ પૂર્ણ થઈ ચુક્યું છે જેનો લાભ લાભાર્થીઓને મળ્યો છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના વડોદરા ખાતેના “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમનું મોટી સંખ્યામાં હાજર રહેલા લોકો, લાભાર્થીઓ અને ઉપસ્થિત મહાનુભાવોએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. સ્વાગત પ્રવચનમાં ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.પી મયાત્રાએ સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા હતી. આભારવિધિ નાયબ જિલ્લા વિકાસ અધિકારી સન્ની ડી. પટેલે કરી કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરાવી હતી. આ કાર્યક્રમમાં વલસાડ કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સન્ની પટેલ, પ્રાયોજના વહીવટદાર બી.કે. વસાવા, સંગઠન પ્રમુખ હેમંત કંસારા, જિલ્લાની નગરપાલિકા અને તાલુકા પંચાયતોના પ્રમુખો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *