Saturday, February 14News That Matters

Education

બાલ વિવાહ મુકત ભારતની પહેલના ભાગરૂપે કામરેજ વાત્સલ્યધામ શાળા ખાતે કાર્યક્રમ યોજાયો

બાલ વિવાહ મુકત ભારતની પહેલના ભાગરૂપે કામરેજ વાત્સલ્યધામ શાળા ખાતે કાર્યક્રમ યોજાયો

Education
હિન્દ ન્યુઝ, સુરત  ૨૭મી નવેમ્બર ૨૦૨૪ના રોજ નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 'બાલ વિવાહ મુક્ત ભારત' પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક પ્રસંગે સમગ્ર દેશભરમાં લોકોએ ભાગ લીધો.                આ અવસરે પ્રયાસ જે.એ.સી.સોસાયટી સુરત દ્વારા જિલ્લા સ્તરના ભાગીદારો જેમ કે, જિલ્લા પ્રશાસન, પોલીસ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા બાળ સંરક્ષણ એકમ, બાળ કલ્યાણ સમિતિ અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળી કામરેજના વાત્સલ્યધામ શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. ટીમ દ્વારા સુરત શહેરની શાળાઓ,સરકારી તેમજ સ્વેછિક સંસ્થાઓમાં જાગૃતતા કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સૌને બાળ વિવાહ મુકત માટે સૌને જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના બાળકો, લોકોએ તેમના ગામમાં બાલ વિવાહ રોકવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આવનારા દિવસોમાં આ પહેલના સકારાત્મક પરિણામો જોવા મળશે. તમામ સમાજ...
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના આચાર્ય સંજય પટેલ સસ્પેન્ડ: રાજ્ય સરકારની ત્વરિત કાર્યવાહી

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના આચાર્ય સંજય પટેલ સસ્પેન્ડ: રાજ્ય સરકારની ત્વરિત કાર્યવાહી

Education
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત  સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અમરોલીની સ્નેહરશ્મિ શાળા ક્રમાંક: ૨૮૫ ના આચાર્ય સંજય પટેલને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આચાર્ય સંજય પટેલ શિક્ષક તરીકેની ફરજ દરમિયાન શિક્ષણ વિભાગને જાણ કર્યા વગર બિનઅધિકૃત રીતે વેપાર અર્થે ૩૩ વખત દુબઈ પ્રવાસે ગયા હતા.                રાજ્ય સરકારે આચાર્ય સંજય પટેલ વિરુદ્ધ લીધેલા ત્વરિત પગલા સંદર્ભે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, આજે સુરત તેમજ અન્ય જિલ્લાના શિક્ષકો 3 મહિના કે 6 મહિનાથી વધુમાં વધુ રજા પર રહી વિદેશમાં કે અન્ય જગ્યાએ બિઝનેસ અથવા નોકરી કરી રહ્યા હોય એવા બે શિક્ષકો છે. અમરોલીની શાળાના આચાર્ય સંજય પટેલ પોતાની ફરજની સાથે દુબઈમાં વ્યાપાર કરતા હોઈ, આ શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની સૂચના આપી છે. આચાર્ય સંજય પટેલ UAE ના રેસિડન્સ વિઝા ધરાવે છે અને દુબઈમાં બિ...
સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત

સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત

Education
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત      કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા અને મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. ૪૫.૨૦ કરોડના ખર્ચે ૧૯ પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત ઉધના સ્થિત શાળા નં.૨૧૦/૧૪૨, વિકાસ કોલોની સામે, હરિનગર ખાતેથી કરવામાં આવ્યું હતું. ઝડપભેર સાકારિત થનાર આ સ્કૂલોથી શહેરમાં શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણ સુવિધાઓ વધશે. આ શાળાઓમાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૧, અઠવા ઝોનમાં ૧, વરાછા-એ ઝોનમાં ૧, વરાછા-બી ઝોનમાં ૨, ઉધના-એ ઝોનમાં ૪, ઉધના બી ઝોનમાં ૧, કતારગામ ઝોનમાં ૪,રાંદેર ઝોનમાં ૫ સહિત કુલ-૧૯ પ્રાથમિક શાળાના બાંધકામનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.  સેન્ટ્રલ ઝોનમાં અંદાજિત રૂ.ર.૧૮ કરોડના ખર્ચે શાળા નં.૪૧, મલેસર મહોલ્લો રૂસ્તમપુરા ખાતે અઠવા ઝોનમાં ઉમરા ...