સુશાસન સપ્તાહના પ્રારંભમાં આણંદ જિલ્લા પ્રશાસનનું સ્તુત્ય કાર્ય
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ
રાજય સરકાર દ્વારા લોકસુખાકારી માટે હાથ ધરવામાં આવેલ અનેકવિધ યોજનાઓના લાભો ગુજરાતના તમામ નાગરિકો સુધી પહોંચાડીને તેમના સર્વાંગી વિકાસ થકી તેમને સાચા અર્થમાં સુશાસનની અનુભૂતી થાય તે માટેનું સંનિષ્ઠ કાર્ય કરવામાં આવી રહયું છે. આણંદ જિલ્લામાં પણ સરકારના જન પ્રતિનિધિઓની સાથે વિવિધ વિભાગોમાં રહેલા કર્મયોગી એવા સરકારી અધિકારી – કર્મચારીઓ દ્વારા પણ સરકારની જન સુખાકારીની વિભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટેના યથાર્થ પ્રયાસો કરવામાં આવી રહયા છે.
આવો જ એક અભિનવ પ્રયાસ આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાની કચેરીઓમાં હાથ ધરાયો છે. સરકારી કચેરીઓમાં તેમના કામ અર્થે આવતાં અરજદારોને તેમની મુલાકાત દરમિયાન કચેરીના અધિકારી – કર્મચારીઓ તરફથી તેમને થયેલ અનુભવોને જાણવા માટે પોર્ટલ બનાવી તેનો કયુઆર કોડ પ્રત્યેક કચેરી બહાર લોકો જોઈ શકે તે રીતે લગ...


