Sunday, September 6News That Matters

Gujarat

હાપા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ટાઉનશિપ ખાતે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરતાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

હાપા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ટાઉનશિપ ખાતે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરતાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના હાપા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ટાઉનશિપ 3 ના કોમન પ્લોટમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે પ્રસંગિક ઉદબોધન કરતા મંત્રીએ જણાવ્યું કે નાગરિકોની સુવિધામાં વધારો થાય તે માટે સરકાર દ્વારા નક્કર પગલાઓ લેવામાં આવી રહ્યા છે.લોકોની પાયાની જરૂરિયાત સંતોષાય તેમજ જીવન જરૂરિયાતની તમામ સુવિધાઓ નાગરિકોને મળી રહે તે માટે વિકાસના નાના મોટા અનેક કામો સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે કોર્પોરેટર ભરતભાઈ પરમાર, રામભાઈ જાડેજા, સોસાયટી પ્રમુખ નરેશભાઈ બદીયાણી, ઉપપ્રમુખ બળવંતસિંહ જાડેજા, વોર્ડ મહામંત્રી હરપાલસિંહ જાડેજા, મહિપતસિંહ, નરેન્દ્રસિંહ જાડેજા, નકુમભાઈ તથા બહોળી સંખ્યામાં વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા....
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સર્કિટ હાઉસ જામનગર ખાતે લોકસંપર્ક યોજાયો

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સર્કિટ હાઉસ જામનગર ખાતે લોકસંપર્ક યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઇ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી.તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.મંત્રીશ્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રી સમક્ષ મૂકી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,કૃષિમંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ પ્રકારના લોક સંપર્કનું દર અઠવાડિયે શહેરના લાલ બંગલા સ્થિત સર્કિટ હાઉસ ખાતે આયોજન કરવામાં આવે છે. જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી પોતાના પ્રશ્નો તથા રજૂઆતો બાબતે રૂબરૂ ચર્ચા કરે ...
રાજપીપલાની બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીની આકસ્મિક શુભેચ્છા મુલાકાત કરતા શિક્ષણ મંત્રી પ્રો.ડો. કુબેરભાઈ ડીંડોર

રાજપીપલાની બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીની આકસ્મિક શુભેચ્છા મુલાકાત કરતા શિક્ષણ મંત્રી પ્રો.ડો. કુબેરભાઈ ડીંડોર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત             ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી કુબેરભાઈ ડીંડોરે તેઓના નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની પણ આકસ્મિક શુભેચ્છા મુલાકાત લીધી હતી. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.મધુકર પાડવી પાસેથી વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને ભૌતિક સુવિધા અંગેની માહિતી મેળવી હતી. દેશની એકમાત્ર બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનું કેમ્પસ જીતનગર ખાતે નવું અધ્યતન નિર્માણ પામી રહ્યું છે. સમગ્ર કેમ્પસનું કામ હાલ પૂર્ણતાના આરે છે ત્યારે વાવડી ખાતે ચાલતા એડમિન બિલ્ડીંગની મુલાકાત લઈ યુનિવર્સિટીના કુલપતિ ડો. મધુકર પાડવી અને રજીસ્ટ્રાર વિજયસિંહ વાળા સહિત યુનિવર્સિટીના સ્ટાફ સાથે રૂબરૂ મુલાકાત કરી હાલમાં ચાલી રહેલા કોર્ષ અને વિદ્યાર્થીઓની સંખ્યા અંગે પૃચ્છા કરી હતી.             વિસ્તારના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સુવિધા ગુણ...
ધરમપુર તીસ્કરી તલાટના ખેડૂતનું ગીર ગાય ગૌશાળા દ્વારા પ્રાકૃતિક ખેતીમાં મહત્વપૂર્ણ યોગદાન

ધરમપુર તીસ્કરી તલાટના ખેડૂતનું ગીર ગાય ગૌશાળા દ્વારા પ્રાકૃતિક ખેતીમાં મહત્વપૂર્ણ યોગદાન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તેમજ જીવામૃત, ઘન જીવમૃત બનાવવાની ટ્રેનિંગ આપે છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તિસ્કરી તલાટના ખેડૂત ઠાકોરભાઈ દેવજીભાઈ પટેલ ગીર ગાય ગૌશાળા દ્વારા પ્રાકૃતિક ખેતીના પ્રસારમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તેમણે તેમના પિતાજીના કેહવાથી કંઈક નવું કરવાની ઈચ્છથી આશરે ૧૨ વર્ષ પહેલા શ્રી બંસીધર ગીર ગૌશાળાની શરૂઆત કરી હતી. ગૌશાળાની શરૂઆત બાદ તેમણે નાગપુર ખાતે તાલીમમાં પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ અને પ્રકૃતિને રાસાયણિક પદાર્થોના વપરાશથી થતા નુકશાનથી માહીતગાર થતા આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈને સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી. આજે તેઓ પોતે સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તો કરે જ છે સાથે સાથે જીવામૃત અને ઘનજીવામૃતનું વિતરણ કરી બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન આપે છે. ઠાકોરભાઈ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અને ...
એક વર્ષમાં સાયબર ગઠીયાઓએ છેતરપિંડી કરીને નિર્દોષ નાગરિકોના આંચકેલા ૧૦૮ કરોડ રૂપિયા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે રિકવર કરી પરત કર્યા

એક વર્ષમાં સાયબર ગઠીયાઓએ છેતરપિંડી કરીને નિર્દોષ નાગરિકોના આંચકેલા ૧૦૮ કરોડ રૂપિયા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે રિકવર કરી પરત કર્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર રિકવર કરેલા નાણાં ઉપરાંત એક વર્ષમાં ૨૮૫.૧૨ કરોડ રૂપિયા ફ્રિઝ કરવામાં આવ્યા: સાયબર ફ્રોડ થયાના ગોલ્ડન અવર્સમાં મળેલી ફરિયાદોમાં નાણાં ફ્રિઝ અને રિકવરી રેટ સૌથી વધુ • કોઈપણ સાયબર ફ્રોડની ઘટના બને તો તરત જ ગોલ્ડન અવર્સમાં હેલ્પલાઇન નંબર-1930 ઉપર સંપર્ક કરવા નાગરિકોને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અપીલ • લોક અદાલત મારફતે અરજદારોને તેમના નાણાં પરત અપાવવા ખાસ ઝુંબેશ યોજાઇ રાજ્યભરની કુલ ૪૦,૯૦૫ અરજીઓના ઓપીનીયન લોક અદાલતમાં સબમિટ, વધુ ૭૫ કરોડ રૂપિયા નાગરિકોને પરત મળશે...
“કિસાન સૂર્યોદય યોજના” હેઠળ ૯૬ ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી: રાત્રિના ઉજાગરામાંથી ખેડૂતોને મુક્તિ

“કિસાન સૂર્યોદય યોજના” હેઠળ ૯૬ ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી: રાત્રિના ઉજાગરામાંથી ખેડૂતોને મુક્તિ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર             ૧૬ હજારથી વધુ ગામના ૧૮.૯૫ લાખથી વધુ ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળશે:બાકી રહેલા ૬૩૨ જેટલા ગામના ખેડૂતોને પણ સત્વરે દિવસે વીજળી અપાશે : ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યના ૧૮,૨૨૫ ગામ પૈકી ૧૭,૧૯૩ ગામમાં ૨૦.૫૧ લાખથી વધુ ખેતીવાડી વીજ જોડાણો કરાયા ગાંધીનગર, બનાસકાંઠા, અમદાવાદ અને ખેડામાં કુલ ૬ નવી પેટા વિભાગીય કચેરીઓ મંજૂર ગુજરાત Renewable Energyની ૩૦ ગીગાવોટની કેપેસિટી સાથે સમગ્ર દેશમાં અગ્રેસર...
આવનારી પેઢીને સ્વસ્થ-સશક્ત બનાવવા પ્રત્યેક ખેડૂત સુધી પ્રાકૃતિક ખેતી પહોંચે તે આવશ્યક : આચાર્ય દેવવ્રતજી

આવનારી પેઢીને સ્વસ્થ-સશક્ત બનાવવા પ્રત્યેક ખેડૂત સુધી પ્રાકૃતિક ખેતી પહોંચે તે આવશ્યક : આચાર્ય દેવવ્રતજી

Gujarat
હિન્દ ન્યુઝ, બારડોલી બારડોલી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : જંતુનાશકોના અંધાધૂંધ ઉપયોગના દુષ્પરિણામો કેન્સર, હાર્ટ એટેક, બીપી, અને ડાયાબિટીસ જેવી બીમારીઓના રૂપમાં સામે આવી રહ્યા છે પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે રાજ્યપાલએ સંવાદ કર્યો પરંપરાગત ખેતી કરતા ખેડૂતોને રાસાયણિક ખેતીના સ્થાને પ્રાકૃતિક ખેતી અપનાવવાની પ્રેરણા આપી જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોનું રાજ્યપાલના હસ્તે સન્માન...
વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે અંદાજે ૧૧ હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓ દ્વારા કરવામાં આવતા એફિડેવિટની પ્રક્રિયા ઓનલાઈન કરાશે:શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર

વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે અંદાજે ૧૧ હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓ દ્વારા કરવામાં આવતા એફિડેવિટની પ્રક્રિયા ઓનલાઈન કરાશે:શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં રાજ્યની તમામ ફી નિયમન સમિતિઓના અધ્યક્ષઓ-સભ્યઓ સાથે બેઠક યોજાઈ ફી નિયમન સમિતિઓ વચ્ચે કામગીરીનું સંકલન કરી તેમાં એકસૂત્રતા જળવાય તથા કામગીરી વધુ ઝડપી બને તે હેતુથી SOP તૈયાર કરાશે

‘સુશાસન દિવસ’ નિમિત્તે સરકારનો વીજ ગ્રાહક હિતલક્ષી નિર્ણય

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર            ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડો જે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે-ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડાના પરિણામે અંદાજે ૧.૭૫ કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂ.૧,૧૨૦ કરોડનો લાભ થશે...
જામનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળી 

જામનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળી 

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર           જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિક નિવાસી કલેક્ટરશ્રી બી.એન.ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી.  આ બેઠકમાં જામનગરમાં પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર યોજના (સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો) ખોલવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. જે અન્વયે રજૂ થયેલ અરજીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જામનગર શહેરના જોડિયા ભૂંગા વિસ્તાર, મહાકાળી ચોક ઢીંચડા રોડ, મોહનનગર, યોગેશ્વરનગરમાં તેમજ જામજોધપૂર તાલુકાના ગીંગણી, પાટણ-પરડવા તથા સમાણા ગામે નવી દુકાનો ખોલવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.  બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી એસ.ડી.બારડ દ્વારા મામલતદારઓ તરફથી રજૂ થયેલ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને વિવિધ કેટેગરીના અનુસંધાને ખોલવા પાત્ર થતી દુકાનોના જાહેરનામા પ્રસિધ્ધ કરવા અંગે કાર્યવાહી કરવાનો સભ્યો દ્વારા ...