Friday, September 4News That Matters

Gujarat

સરકારી આયુર્વેદ હોસ્પિટલ, દેવગઢ બારીયા ખાતે આંગણવાડી કાર્યકર બહેનો માટે યોગ શિબિર યોજાઈ

સરકારી આયુર્વેદ હોસ્પિટલ, દેવગઢ બારીયા ખાતે આંગણવાડી કાર્યકર બહેનો માટે યોગ શિબિર યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, દેવગઢ બારીયા દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા સરકારી આયુર્વેદ હોસ્પિટલ,ખાતે તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો માટે એક વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં તાલુકાની આશરે ૫૦થી પણ વધુ આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.શિબિર દરમિયાન બહેનોને શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે યોગ, પ્રાણાયામ તેમજ આયુર્વેદ મુજબ નિરોગી રહેવા માટેની 'ઋતુચર્યા'વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરકારી આયુર્વેદ હોસ્પિટલ દેવગઢ બારીયાના વૈદ્ય પંચકર્મ વૈદ્ય પિયુષ એન.શાહ તથા યોગ નિષ્ણાંત અજીતસિંહ રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત તમામ બહેનોને રોજિંદા જીવનમાં યોગ અને આયુર્વેદિક જીવનશૈલી અપનાવવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું....
બોટાદના રાણપુરમાં “હિન્દ રક્ષક સંઘ”ની મોટી સફળતા!

બોટાદના રાણપુરમાં “હિન્દ રક્ષક સંઘ”ની મોટી સફળતા!

Gujarat
"લવ જેહાદ" નાં સકંજામાંથી હિન્દુ યુવતીની ઘર વાપસી! હિન્દ ટીવી - ગુજરાતી, કાલાવડ       બોટાદ જિલ્લાના રાણપુર ખાતે "લવ જેહાદ" નો કિસ્સો બનવા પામ્યો હતો. હિન્દુ યુવતીને વિધર્મી દ્વારા "લવ જેહાદ" ની જાળમાં ફસાવીને લગ્નની નોંધણી સુધી પહોંચાડી દેવામાં આવી હતી.       જોકે યુવતીની માતાએ હિંમત દાખવી સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરી મદદની અપીલ કરી હતી, વિડીયો વાયરલ થતા જ હિન્દુ સંગઠનો અને સનાતનીઓ રાણપુર પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસને યોગ્ય રજૂઆત કરતા રાણપુર પોલીસ હરકતમાં આવી. યુવતીને હેમખેમ શોધીને વાલીને સોંપવામાં આવી હતી, પરંતુ વાલીનો સંઘર્ષ અહીં પૂરો ન થયો હોય ઘરે આવ્યા બાદ પણ યુવતી બ્રેઈનવોશના કારણે વિધર્મી સાથે જ રહેવાની અને લગ્ન કરવાની જીદ કરતી હતી ત્યારે વાલી દ્વારા "હિન્દ રક્ષક સંઘ"નો સંપર્ક કરવામાં આવ્યો હતો. "હિન્દ રક્ષક સંઘ" ના સંસ્થાપક આંતરરાષ્ટ્રીય અધ્યક્ષા ડૉ.સીમાબેન પટેલન...
હવામાન વિભાગની આગાહી : ડાંગનો ગ્રીન ઝોનમાં સમાવેશ

હવામાન વિભાગની આગાહી : ડાંગનો ગ્રીન ઝોનમાં સમાવેશ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ડાંગ  ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આજે તા. ૨૮મી જુલાઈ, ૨૦૨૬ ના રોજ સવારે ૦૭:૦૦ વાગ્યે હવામાનની વિગતો (Nowcast) જાહેર કરવામાં આવી છે. આ આગાહી મુજબ, ગુજરાત રાજ્યના કેટલાક ચોક્કસ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ (< 5 mm/hr) થવાની સંભાવના છે. આ સાથે હળવી ગાજવીજ અને પવનની ઝડપ પ્રતિ કલાકે ૪૦ કિમીથી ઓછી (ઝોક સાથે) રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પ્રાથમિક અનુમાનુજબ ડાંગ જિલ્લાનો ગ્રીન ઝોનમાં સમાવેશ કરાયો છે.  અસરગ્રસ્ત જિલ્લાઓ અને વિસ્તારો જોઈએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વલસાડ, દમણ, દાદરા અને નગરનો યલો ઝોનમાં સમાવેશ કરાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વિસ્તારોમાં વીજળી પડવાની શક્યતા 30% થી ઓછી (Low Probability) રહેલી છે. નાગરિકોને સામાન્ય સાવચેતી રાખવા અને હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવા વિન...
પીએમશ્રી પાનવડ પ્રાથમિક ગ્રુપ શાળા ખાતે આધુનિક ‘STEM Lab’નું રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાના હસ્તે લોકાર્પણ 

પીએમશ્રી પાનવડ પ્રાથમિક ગ્રુપ શાળા ખાતે આધુનિક ‘STEM Lab’નું રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાના હસ્તે લોકાર્પણ 

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર     પીએમશ્રી પાનવડ પ્રાથમિક ગ્રુપ શાળા ખાતે બાળકોને ગુણવત્તાસભર અને આધુનિક ટેકનોલોજીયુક્ત શિક્ષણ પૂરું પાડવાના ભગીરથ પ્રયાસના ભાગરૂપે નવનિર્મિત આધુનિક ‘STEM Lab’ (Science, Technology, Engineering, and Math Lab) નું રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજાના વરદ હસ્તે ગૌરવવંતું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રિવાબાએ જણાવ્યુ હતુ કે, આજના ડિજિટલ યુગમાં ગ્રામીણ ક્ષેત્રના બાળકો પણ વૈશ્વિક સ્પર્ધામાં પાછળ ન રહી જાય અને આગળ વધે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. PM-SHRI યોજના હેઠળ નિર્માણ પામેલી આ STEM Labના માધ્યમથી બાળકો પુસ્તકીય જ્ઞાન અને ગોખણપટ્ટીમાંથી મુક્ત થશે. વિદ્યાર્થીઓ જાતે પ્રયોગો કરીને, મોડેલ્સ બનાવીને તેમજ ટેકનોલોજીનો સીધો ઉપયોગ કરીને અનુભવજન્ય શિક્ષણ (Experiential Learning) મેળવશે. વધુમે તેમણે ઉમેર્યુ ક...

તુવેરમાં સુકારો (વિલ્ટ), મૂળ અને થડનો કોહવારો, વંધ્યત્વ રોગના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલા/ વાવણી સમયે લેવાના પગલા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, દાહોદ   વાવણી માટે રોગમુક્ત બીજ અને ખેતરની પસંદગી કરવી જયાં પાણી ભરાતું હોય ત્યાં વાવેતર કરવું નહિ. રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું.  તુવેરમાં વંધ્યત્વનો રોગ અટકાવવા માટે આગળના વર્ષના છોડ જો શેઢાપાળા પર કે ખેતરમાં રહી ગયેલા હોય તો તેને દુર કરવા તેમજ તુવેરમાં બડધો પાક લેવો નહિ.  દર ત્રણ વર્ષે દિવેલા જુવાર પાકની સાથે પાક ફેરબદલી કરવી.  તુવેરના પાકમાં મકાઇને આંતરપાક તરીકે લેવાથી સુકારો રોગ પર નિયંત્રણ મેળવી શકાય છે.  દિવેલીનો ખોળ ૧૦૦૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર વાવેતર પહેલા જમીનમાં આપવો  બીજ માવજત તરીકે કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ કે થાયરમ ૨ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. અને ટ્રાયકોડમાં વીરડી ૨.૫ કિગ્રા. ને ૨૫૦ કિ.ગ્રા. એરડીનો ખીળ અથવા છાણીયા ખાતરમાં ભેળવી વાવણી વખતે ચાસમાં આપવું.  અથવા ટ્રાઇકોડમાં હારજીયમ ૪ ગ્રામ પ્રતિ કિલો બીજ અથવા કાર્બોક્ષીન + થાયરમ ૮ બજારમ...
તેજસ્વીની સંસ્કૃતિ ધામ ખાતે અતિવૃષ્ટિની શાંતિ અને સર્વજીવ કલ્યાણ માટે અનોખો શાંતિ યજ્ઞ યોજાયો

તેજસ્વીની સંસ્કૃતિ ધામ ખાતે અતિવૃષ્ટિની શાંતિ અને સર્વજીવ કલ્યાણ માટે અનોખો શાંતિ યજ્ઞ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ડાંગ     ડાંગ જિલ્લા સહિત ઉપરવાસમાં થયેલા અતિથી ભારે મુશળધાર વરસાદને કારણે અંબિકા અને પૂર્ણા નદીઓમાં આવેલા પૂરના પગલે પૂરગ્રસ્ત વિસ્તારોમાં સર્વ જીવમાત્રના રક્ષણ, પ્રકૃતિના સંતુલનની પુનઃસ્થાપના, અતિવૃષ્ટિની શાંતિ અને વિશ્વકલ્યાણની ભાવના સાથે 'તેજસ્વીની સંસ્કૃતિ ધામ' ખાતે વિશેષ શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદીના પાવન સાનિધ્યમાં યોજાયેલા આ યજ્ઞમાં 'શિવાશ્રય તેજસ્વીની કન્યા છાત્રાલય'ની બાલિકાઓએ પ્રકૃતિ પૂજન કરીને ઈન્દ્રદેવ અને વરૂણદેવને પ્રાર્થના અર્પણ કરી હતી. દરમિયાન વિશેષ આહુતિ અર્પણ કરીને જળના અધિષ્ઠાતા દેવ વરુણદેવ અને ઈન્દ્રદેવને પ્રસન્ન કરવાની તેમજ અતિવૃષ્ટિ શાંત થાય તેવી ભાવનાથી વૈદિક વિધિ અનુસાર યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો. આ પ્રસંગે બાલિકાઓએ વિશ્વમંગલ અને સર્વકલ્યાણ માટે ભાવપૂર્ણ પ્રાર્થના કરતાં જણાવ્યું કે, "હે ઈન્દ્રદેવ, ...
તા.૨૪મી જૂલાઈના રોજ શહેરના પુણા તાલુકામાં ૧૩૮ લાભાર્થીઓને કુલ રૂ. ૧.૨૪ લાખથી વધુની આર્થિક સહાય પેટે કેશડોલ્સ સહાયનું વિતરણ

તા.૨૪મી જૂલાઈના રોજ શહેરના પુણા તાલુકામાં ૧૩૮ લાભાર્થીઓને કુલ રૂ. ૧.૨૪ લાખથી વધુની આર્થિક સહાય પેટે કેશડોલ્સ સહાયનું વિતરણ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત    સુરત શહેરમાં અને તેના આજુબાજુના વિસ્તારોમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિને ધ્યાને રાખીને, રાજ્ય સરકારના દિશા-નિર્દેશો અનુસાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત નાગરિકોને ત્વરિત આર્થિક રાહત આપવાની કામગીરી અત્યંત વેગવંતી બનાવવામાં આવી છે. સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ તા.૨૪મી જુલાઈના રોજ શહેરના અસરગ્રસ્ત પુણા તાલુકામાં કુલ ૨૦૭ લાભાર્થીઓને કુલ રૂ.૬.૬૯ લાખથી વધુની આર્થિક સહાય પેટે કેશડોલ્સ તેમજ ઘરવખરી નુકસાનીની સહાય ચૂકવવામાં આવી છે.              સુરત શહેરના પુણઆ તાલુકામાં આજરોજ હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત સાંજના ૪.૦૦ વાગ્યા સુધીમા શહેરના અસરગ્રસ્ત પુણા તાલુકા વિસ્તારમાં કુલ ૧૩૮ લાભાર્થી કુટુંબોને ત્વરિત આર્થિક રાહત પૂરી પાડવા માટે રૂ.૧.૨૪ લાખથી વધુની કેશડોલ્સ સહાય ચૂકવીને પૂરપીડિતોને આફતના સમયે મોટી રાહત આપવામાં આવી છે. તા.૨૪મી જુલાઈ...
ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે તંત્ર સંપૂર્ણ સજ્જ!

ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે તંત્ર સંપૂર્ણ સજ્જ!

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ડાંગ      ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને યોજાયેલી સમીક્ષા બેઠકમાં તમામ વિભાગોને 24×7 સ્ટેન્ડબાય રહી ઝડપી રાહત અને બચાવ કામગીરી કરવા સૂચના આપવામાં આવી. 📌 મુખ્ય અપડેટ્સ: ✅ છેલ્લા 48 કલાકમાં બંધ થયેલા તમામ 41 આંતરિક માર્ગો ફરી શરૂ 🌳 રસ્તા પર પડેલા 18 વૃક્ષો તાત્કાલિક દૂર કરાયા ⚡ 53માંથી 25 વીજપોલનું રીસ્ટોરેશન પૂર્ણ, બાકીના પર કામગીરી ચાલુ 🏥 42 આરોગ્ય ટીમો દ્વારા 20,512 લોકોનું આરોગ્ય સર્વેક્ષણ 💊 ORS અને ક્લોરીનની ગોળીઓનું વિતરણ, સર્પદંશની સારવાર માટે પૂરતો દવાનો જથ્થો ઉપલબ્ધ 📢 હવામાનની આગાહી અને સાવચેતીની માહિતી સોશિયલ મીડિયા અને ગ્રામ્ય સ્તર સુધી સતત પહોંચાડાઈ રહી છે. પ્રભારી મંત્રીએ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીની પ્રશંસા કરી અને કોઈપણ આપત્તિનો સામનો કરવા ...
ગાંધીનગર જિલ્લામાં અતિભારે વરસાદની ‘રેડ એલર્ટ’ સ્થિતિ અંગે જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલેની જાહેર અપીલ

ગાંધીનગર જિલ્લામાં અતિભારે વરસાદની ‘રેડ એલર્ટ’ સ્થિતિ અંગે જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલેની જાહેર અપીલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર     ગાંધીનગર જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખતા, ગાંધીનગર જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, સમગ્ર ગાંધીનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓને પગલે 'રેડ એલર્ટ' જેવી પરિસ્થિતિ નિર્માણ પામી હોય, તમામ નાગરિકોએ પૂરતી સાવચેતી વર્તવી અને કોઈ પણ વ્યક્તિએ બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવું નહીં. વહીવટી તંત્ર દ્વારા આ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને સંવેદનશીલ વિસ્તારોમાં મોકલી દેવામાં આવી છે.    વરસાદના કારણે જો કોઈ પણ રોડ રસ્તા બંધ થશે તો તેને તાત્કાલિક અસરથી ખોલી વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવાનો તંત્ર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવશે. માટે કોઈપણ પરિસ્થિતિમાં ગભરાયા વગર તંત્રને સહયોગ કરવા કલેકટર એ જણાવ્યું હતું. આ ઉપરાંત, કોઈ પણ ક...
અતિભારે વરસાદથી ઉમરગામના વારોલી નદી ઉપરના પુલના બે સ્પાનને નુકસાન

અતિભારે વરસાદથી ઉમરગામના વારોલી નદી ઉપરના પુલના બે સ્પાનને નુકસાન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ     દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન નોંધાયેલા અભૂતપૂર્વ વરસાદના કારણે ઉમરગામ તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ અસાધારણ કુદરતી પરિસ્થિતિ વચ્ચે પંચાયત માર્ગ અને મકાન વિભાગ, વલસાડ હસ્તકના ઉમરગામ તાલુકાના સોળસુંબા–ભાઠી–કરમબેલી અન્ય જિલ્લા માર્ગ પર વારોલી નદી ઉપર આવેલા મેજર બ્રિજના મધ્ય ભાગના સ્પાનને નુકસાન પહોંચ્યું છે.         વલસાડ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર ભાવેશભાઈ પટેલના જણાવ્યા મુજબ, આ પુલ ૧૮ મીટરના ૧૦ સ્પાન ધરાવતો કુલ ૧૮૦ મીટર લાંબો ટી-બીમ ગર્ડર + ડેક સ્લેબ પ્રકારનો મેજર બ્રિજ છે. તા. ૨૨ જુલાઈના રોજ ઉમરગામ તાલુકામાં અતિભારે વરસાદ નોંધાયો હતો. જેમાં મધરાતથી વરસાદ થતાં નદીમાં અત્યંત તીવ્ર પ્રવાહ અને ઐતિહાસિક પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.       નદીના પ્રચંડ પ્રવાહ અને પાણીના અસાધારણ દબાણના કારણે બ્રિજના મધ્યભ...