Friday, September 4News That Matters

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માલેગામ ખાતે પારંપારિક ભોજનનો સ્વાદ માણ્યો

હિન્દ ટીવી – ગુજરાતી, ડાંગ

   ગિરિમથક સાપુતારાના મોન્સુન ફેસ્ટિવલના ઉદ્ઘાટન માટે પધારેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ, ગિરિમથકની તળેટીમાં આવેલા માલેગામ ખાતે સરપંચના ઘરે પારંપારિક ભોજનનો સ્વાદ માણ્યો હતો.

ખૂબ જ સાદગી અને સરળતા સાથે ગ્રામીણ પરિવારના ઘરે એક આમ આદમીની જેમ શુદ્ધ અને સાત્વિક ભોજન ગ્રહણ કરીને નાયબ મુખ્યમંત્રી એ તેમની સાદગીનો પરિચય આપ્યો હતો.

નાયબ મુખ્યમંત્રીની આ મુલાકાત વેળા જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ.જયરામ ગામીત, ધારાસભ્ય સ્થાનિક પદાધિકારીઓ સહિત કલેક્ટર એન.ડી.પરમાર, જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલા, પોલીસ અધિક્ષક સુ પૂજા યાદવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *