Sunday, September 6News That Matters

Gujarat

જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ફાર્માસિસ્ટ અને સ્ટાફ નર્સની તાલીમ યોજાઈ

જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ફાર્માસિસ્ટ અને સ્ટાફ નર્સની તાલીમ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા પંચાયત સભાખંડમાં ફર્સ્ટ અને સેકન્ડ કોલ્ડચેઈન હોલ્ડર્સ તાલીમ યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા આરોગ્ય વિભાગના ફાર્માસિસ્ટ અને સ્ટાફ નર્સોએ ભાગ લીધો હતો. ગીર સોમનાથ જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા આરોગ્ય વિભાગના ફાર્માસિસ્ટ અને સ્ટાફ નર્સને કોલ્ડ ચેઇન હેન્ડલર અને સિકલ સેલ રોગ અંગેની સમજણ આપી પદ્ધતિસરની તાલીમ આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.પી.એન.બરુઆના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ તાલિમમાં નિયમિત રસીકરણ માટે વેક્સીન, વેક્સીનની જરૂરિયાતો અને તેમની સારસંભાળ માટે કોલ્ડ ચેઈન હેન્ડલરની ભૂમિકાની સમજ આપવામાં આવી હતી. વેક્સીનની સારસંભાળથી લઈને કોલ્ડ ચેઈન પોઈન્ટથી સ્થળ સુધી પહોંચાડવામાં કોલ્ડ ચેઈન હેન્ડલરની ભૂમિકા મહત્વની હોય છે. ગીર ...
રવી માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે અરજી કરી શકાશે

રવી માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે અરજી કરી શકાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે રૂ ૨,૪૨૫/- પ્રતિ કવી. ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી., મારફતે કરવામાં આવનાર છે. લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ. મારફતે તા. ૦૧/૦૧/૨૦૨૫ થી કરવામાં આવશે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂત મિત્રોને અપીલ કરવામાં આવે છે. નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમુનો ૭/૧૨, ૮/અ ની નકલ. ગામ નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્...
ચૂમે ગગનને તમારી ચીલ, પણ સાવચેતીમાં ન રાખતા ઢીલ

ચૂમે ગગનને તમારી ચીલ, પણ સાવચેતીમાં ન રાખતા ઢીલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર          ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે આ ઉપરાંત ૧૪ જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે કોઈ દુર્ધટના/આપત્તિના સમયે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નંબર ૧૦૭૭ અને ઇમરજન્સી ટોલ ફ્રી નંબર ૧૦૮ પર સંપર્ક કરવા જણાવાયું છે. આટલુ કરો પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખો. માણસો, પશુઓ અને વાહનોથી સાવચેત રહો. પતંગ ચગાવવાના ધાબાની પાળીની ઉંચાઈ પુરતી છે કે કેમ તેની ખાત્રી કરો. માથા ઉપરથી પસાર થતા વીજળીના તારથી દુર રહો. ધાબાની અગાશી કરતાં ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાનું પસંદ કરો. પતંગ ચગાવતાં બાળકોના વાલીઓ તેમની દેખરેખ રાખે. ત્રણ સ યાદ રાખો... સમજદારી, સદભાવ અને સાવચેતી સવારે ૬ થી ૮ અને સાંજે ૫ થી ૭ ના ગાળામાં પક્ષીઓ ગગનમાં વધુ પ્રમાણમાં વિહરતા હોવાથી આ સમયે પતંગ ચગાવવાનું ટાળો. પક્ષીઓનું જીવન બચાવીએ. આટલુ ન કરો સીન્થેટી વસ્...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી તા.૧૧ અને તા.૧૨ના રોજ જામનગર જીલ્લાની મુલાકાતે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી તા.૧૧ અને તા.૧૨ના રોજ જામનગર જીલ્લાની મુલાકાતે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવતીકાલથી બે દિવસ સુધી જામનગર જીલ્લાની મુલાકાતે છે. આવતીકાલ તા.૧૧ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે તેઓનું જામનગર એરપોર્ટ આગમન થશે. ત્યારબાદ તેઓ સવારે ૧૧:૦૦ વાગ્યાથી સર્કીટ હાઉસ જામનગર ખાતે જીલ્લાના અધિકારીઓ અને આત્માના અધિકારીઓ સાથે પ્રાકુતિક ખેતી સંદર્ભે બેઠક યોજશે. બપોરે તેઓ રિલાયન્સ જવા રવાના થશે. તા.૧૨ના રોજ સવારે ૧૦:૪૫ કલાકે રાજ્યપાલ લાલપુર તાલુકાના મીઠોઈ ગામે ગ્રામજનો અને ખેડૂતો સાથે મુલાકાત કરશે. અને ત્યાંથી તેઓ દેવભૂમિ દ્વારકા જવા રવાના થશે...
જામનગરમાં કલા મહાકુંભ અંતર્ગત તા.૧૧ થી તા.૧૩ જાન્યુઆરી દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન

જામનગરમાં કલા મહાકુંભ અંતર્ગત તા.૧૧ થી તા.૧૩ જાન્યુઆરી દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા જિલ્લા વહીવટીતંત્ર જામનગરની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી જામનગર દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું તાલુકાથી શરુ થઈ રાજ્યકક્ષા સુધી આયોજન કરવામાં આવ્યું છે. જામનગર જીલ્લા-શહેરકક્ષાની સ્પર્ધા આગામી તા.૧૧/૦૧/૨૦૨૫ થી તા.૧૩/૦૧/૨૦૨૫ દરમ્યાન યોજાશે. જેમાં દુહા-છંદ-ચોપાઈ,નિબંધ,કાવ્યલેખન અને ગઝલ શાયરી લેખન સ્પર્ધા તા.૧૧/૦૧/૨૦૨૫નાં રોજ વિભાજી હાઈસ્કૂલ ખાતે યોજાશે. સ્પર્ધકોએ બપોરે ૧૨:૦૦ કલાકે રીપોર્ટીંગ કરવાનું રહેશે. તા.૧૨/૦૧/૨૦૨૫ના રોજ નવાનગર હાઈસ્કૂલ ખાતે સવારે ૦૯:૦૦ કલાકે લોકગીત-ભજન તેમજ બપોરે ૧૨:૦૦ કલાકે લગ્નગીત અંગેની સ્પર્ધા યોજાશે. વિભાજી હાઇસ્કુલ ખાતે તા.૧૨/૦૧/૨૦૨૫ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે વકતૃત્વ, લોકવાર્તા, ગરબા, લોકનૃત્ય,રાસ, ભારતનાટ્યમ, સ્કૂલબેન્ડ, કથક બપોરે ૦૨:૦૦...
આગામી તા.22 જાન્યુઆરીના રોજ ધ્રોલમાં ”તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

આગામી તા.22 જાન્યુઆરીના રોજ ધ્રોલમાં ”તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર ''સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ''ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ''તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ'' દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અનુસાર જામનગર જિલ્લામાં આવેલા ધ્રોલ તાલુકામાં ''તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ'' આગામી તારીખ 22/01/2025ના રોજ સવારના 11:00 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મદદનીશ કલેકટર, ધ્રોલના અધ્યક્ષસ્થાને ધ્રોલના મીટીંગ હોલમાં યોજવામાં આવશે. આગામી તારીખ 18 જાન્યુઆરી સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમની અરજી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, ધ્રોલને મોકલી દેવાની રહેશે. અરજી મોકલતી વખતે અરજદારોએ અત્રે જણાવેલી તમામ બાબતોનું પાલન કરવાનું રહેશે. જે અન...

આણંદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા જાન્યુઆરી માસમાં રોજગાર અને એપ્રન્ટીસ ભરતી મેળો યોજાશ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ                  આણંદ જિલ્લા રોજગાર કચેરી, મોડેલ કેરિયર સેન્ટર આણંદ દ્વારા જાન્યુઆરી માસ ૨૦૨૫માં "રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળા"નું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતી મેળો ઓક્ટોબર માસમાં તારીખ ૧૦ થી ૩૧ જાન્યુઆરીના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લાના વિવિધ સ્થળોએ યોજાશે.  જે અનુસાર તારીખ ૧૦ જાન્યુઆરીના રોજ પેટલાદમાં તાલુકામાં આર. કે.પરીખ આર્ટસ અને સાયન્સ કોલેજ કેમ્પસ, દંતાલી રોડ ખાતે, તારીખ ૧૭ જાન્યુઆરીના રોજ મોડેલ કેરિયર સેન્ટર, આણંદ રૂમ નંબર-૩૨૭, ત્રીજો માળ,જુનું સેવા સદન,બોરસદ ચોકડી પાસે,તારીખ ૨૪ જાન્યુઆરીના આણંદની નલિની અરવિંદ એન્ડ ટી વી પટેલ આર્ટસ કોલેજ,નાના બજાર ખાતે, તારીખ ૩૧ જાન્યઆરી યુનિવર્સિટી રોજગાર અને માર્ગદર્શન કેન્દ્ર, વલ્લભ વિદ્યાનગર નલિની આર્ટસ કોલેજની સામે, ઓલ્ડ બોઈસ હોસ્ટેલ કમ્પાઉન્ડ, નાના બજાર ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે.  આ ભ...

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત આવાસ બાંધકામ માટે સર્વે તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધી હાથ ધરાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા અમલિકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) માં વ્યક્તિગત ધોરણે આવાસ બાંધકામ માટે રૂા.૧,૨૦,૦૦૦/- ની સહાય ના નવો સર્વે (વર્ષ ૨૦૨૪-૨૫ થી વર્ષ ૨૦૨૮-૨૯ સુધીનો) હાથ ધરવામાં આવેલ છે. જેની છેલ્લી તા.૩૧-૦૧-૨૦૨૫ છે. જેમા વ્યક્તિ પોતે આ મુજબના ધારાધોરણો ન ધરાવતો હોવો જોઇએ (૧) થ્રી વ્હિલ / ફોર વ્હિલ વાહન (ર) ખેતી લાયક સાધન થ્રી વ્હિલ / ફોર વ્હિલ વાહન (૩) રૂા. ૫૦,૦૦૦ થી ઉપર કીસાન ક્રેડીટ લીમીટ (૪) ઘરનો કોઇ વ્યક્તિ સરકારી કર્મચારી (૫) ઘરનો કોઇ પણ વ્યક્તિ સરકાર સાથે નોંધાયેલ બીન કૃષી ઉદ્યોગો ધરાવતા (૬) પરીવારના કોઇ પણ વ્યક્તિની માસીક આવક રૂા.૧૫૦૦૦ થી વધુ (૭) ઇનકમ ટેક્ષ ભરતો (૮) પ્રોફેશનલ ભરતો (૯) ૨.૫ એકર અથવા તેનાથી વધુ પીયત જમીન (૧૦) ૫ એકર અથવા તેનાવી વધુ બીન પીયત જમીન ના ધારાધોરણો રહેશે. ઓનલાઇન સર્વે અને વધુ માહિતી માટે લગત ગ્રામ પંચાયત કચેરી...

વન વિભાગ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી કરુણા અભિયાન-૨૦૨૫ અંતર્ગત ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર અને બચાવની કામગીરીનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર તા.૧૪ જાન્યુઆરી ના રોજ આપણે સૌ ઉતરાયણનો તહેવાર સમગ્ર ગુજરાતમા હર્ષોલ્લાસથી દર વર્ષે ઉજવીએ છીએ.પતંગ ઉડાડવાની મજા માણતા ઘણી વખત પતંગની દોરીથી પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે કે મૃત્યુ પામે છે.આ અબોલ અને નિર્દોષ પક્ષીઓના જીવ અમુલ્ય છે. તેથી તેમને બચાવવા એ આપણી સૌ ની નૈતિક ફરજ છે.વન વિભાગ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વંયસેવકોના સાથ સહકારથી 'કરુણા અભિયાન-૨૦૨૫' અંતર્ગત ઇજાગ્રસ્ત પક્ષીની સારવાર અને બચાવની કામગીરીનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે નીચે મુજબના કેન્દ્રો અને સંપર્કો નક્કી થયેલ છે. ઇજાગ્રસ્ત પક્ષીઓના જીવ બચાવવા, આ કરુણા અભિયાનમાં સહભાગી થવા વન વિભાગની અપીલ છે. આપ સૌને આપના વિસ્તારમાં કોઇપણ ઇજાગ્રસ્ત પક્ષી ધ્યાને આવે તો તેને નીચે દર્શાવેલા તમારા નજીકના કોઇપણ એક કેન્દ્ર ઉપર પહોચાડવા, અથવા નીચે દર્શાવેલ વિસ્તાર મુજબની મદદ માટેના સંપર્ક કેન્દ્રોને જાણ કરવા વન વિભા...

સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે શિક્ષકો-વાલીઓ અને બાળકો માટે રાજ્ય સરકાર ગાઈડલાઈન જાહેર કરશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર સમગ્ર દેશમાં કેટલાક સમયથી બાળકોમાં સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનનો વ્યાપ વધી રહ્યો છે, જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમત ગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે, જેની ચિંતા કરીને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્વર્ણિમ સંકુલ -૨ ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે બાળકોને સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી બાળકોને કઈ રીતે દૂર રાખી શકાય તે અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, બાળકો - વાલીઓ અને શિક્ષકો માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી તેમજ સિવિલના સાયકાટ્રીસ્ટની સાથે પરામર્શ કરીને એક પરિપત્ર બહાર પાડવામાં આવશે અને બાળકોના ભવિષ્યની ચિંતા કરીને એક અભિયાન સ્વરૂપે શરૂ કરવામાં આવશે. રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, બાળકોનો સ...