કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જામનગરમાં આયોજિત સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ કરાવ્યો
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર, કમિશ્નરશ્રી યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ તથા જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી જામનગર દ્વારા શહેરના ટાઉનહોલ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા કલા મહાકુંભનો પ્રારંભ રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ કરાવ્યો હતો.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, પૃથ્વી પર જીવન ટકાવી રાખવા મનુષ્યને હવા, પાણી અને ખોરાકની જેટલી જરૂર છે તેટલી જ જરૂર કળા, સંસ્કૃતિ અને સંગીતની પણ છે. યુવાઓમાં રહેલી કળાઓને ઉજાગર કરવા માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭થી કલા મહાકુંભની શરૂઆત કરાવવામાં આવી હતી. ત્યારથી દરેક વય જૂથના લોકોને પોતાનામાં રહેલી વિશેષ...


