આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય/પેટા ચૂંટણી
તા. ૧૪/૦૨/૨૦૨૫ ના રોજ સાંજના ૧૮-૦૦ કલાક થી તા. ૧૬/૦૨/૨૦૨૫ ના રોજ મતદાન પુર્ણ થતા સુધી અને મતગણતરીના દિવસ એટલે કે તા.૧૮/૦૨/૨૦૨૫ ના દિવસને - ડ્રાય ડે" તરીકે જાહેર
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ
ગુજરાત રાજય ચુંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની સામાન્ય ચુટણી, પેટા ચૂંટણીઓ જાહેર થયેલ છે. તે મુજબ આણંદ જિલ્લાની ૦૩ નગરપાલિકાઓ (આંકલાવ, બોરીયાવી, ઓડ) ખાતે સામાન્ય ચૂંટણીનું મતદાન તથા ઉમરેઠ નગરપાલિકાની ૦૧ બેઠક (વોર્ડ નં.૦૪) અને ખંભાત તાલુકા પંચાયતની ૦૧ બેઠક (૨૪-ઉદેલ-૨) પર પેટા ચૂંટણીનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ નિયત કરવામાં આવેલ છે. આ ચૂંટણીઓમાં થયેલ મતદાનની મતગણતરી તા. ૧૮/૦૨/૨૦૨૫ ના રોજ યોજાશે.
ચુંટણીમાં મતદારો નિર્ભયપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તથા ઉમેદવારો કે રાજકીય પક્ષોના તરફથી મતદારોને પ્રલોભન રૂપે દારૂ તેમજ નશાયુક્ત પદાર્થ આપે નહીં અને ચુંટણીનું કામ નિષ્પક્ષ રીતે પાર પડે...

